Monday, April 29, 2024
More
    હોમપેજદેશહિંદુ યુવક સાથે શીબાને હતો પ્રેમ સંબંધ, ભાઈ સુફિયાન અને મહતાબે કરી...

    હિંદુ યુવક સાથે શીબાને હતો પ્રેમ સંબંધ, ભાઈ સુફિયાન અને મહતાબે કરી નાખી હત્યા: ગળું દબાવી નહેરમાં ફેંકી દીધો મૃતદેહ, પોલીસે કરી ધરપકડ

    બંને ભાઈઓએ પહેલાં શીબાને રીક્ષા દ્વારા દિલ્લીથી મુરાદાબાદ પાસેની ગંગાનહેર સુધી લઈ ગયા. ત્યાર બાદ અંદાજે દોઢ કિલોમીટર સુધી તેઓ ગંગાનહેરની ફાટક પર ચાલ્યા અને આ દરમિયાન આરોપીઓને તક મળતા જ બહેન શીબાની હત્યા કરી નાખી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. UPના ગાઝિયાબાદમાં એક હિંદુ યુવાન સાથે પ્રેમ કરવા માત્રથી પોતાની સગી બહેનને બે ભાઈઓએ મળીને હત્યા કરી નાખી છે. પોતાની બહેન શીબાને હિંદુ યુવક સાથે પ્રેમ સંબંધ છે એ વાત સહન ન થતા સુફિયાન અને મહતાબ દ્બારા યુવતીનું ગળું દબાવી હત્યા કરી દેવાઈ છે.

    મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં આવેલા રૂડકી ક્ષેત્રમાં રહેતી એક 18 વર્ષની શીબાને ત્યાંના એક સ્થાનિક હિંદુ યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ સંબંધની જાણ એના ભાઈઓ સુફિયાન (21 વર્ષ) અને મહતાબ (24 વર્ષ)ને થતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. જે પછીથી પરિવારે શીબાને તેના પિતરાઈ ભાઈ પાસે દિલ્લી મોકલી આપી હતી. પરંતુ યુવતી શીબા ત્યાં પણ પોતાના પ્રેમી સાથે ફોન દ્વારા સંપર્કમાં હતી.

    આ વાતની જાણ શીબાના પિતરાઈ ભાઈને થતા તેણે આ વાત શીબાના સગાભાઈ સુફિયાનને જણાવી હતી. જે પછી બંને ભાઈઓએ મળીને પોતાની જ બહેનની હત્યાનું આયોજન કર્યું. બંનેએ મળીને એક દિવસ બહેન શીબાને પટાવી-ફોસલાવી ગાઝિયાબાદથી મુરાદાબાદ ફરવા માટે લઇ ગયા જ્યાં એક ગંગાનહેર નામની જગ્યાએ બંને ભાઈઓએ મળીને શીબાનું ગળું દબાવી દીધું. ગળું દબાવી હત્યા કર્યા બાદ યુવતીના મૃતદેહને ગંગાનહેરમાં ફેંકી દીધો જેથી હત્યાની કોઈને ગંધ ન આવે. બહેનની હત્યા કર્યા બાદ બંને ભાઈઓ પાછા ફરી રહ્યા હતા ત્યાં જ પોલીસનો ભેટો થઇ જતા અંતે ઘટનાનો ભેદ ખુલવા પામ્યો હતો.

    - Advertisement -

    આ ઘટનાં વિશે વાત કરતા DGP યાદવે કહ્યું, “બંને આરોપીઓ બહેનની હત્યા કરી પાછા ફરી રહ્યા હતા. આરોપીઓ ચાલતા જઈ રહ્યા હતા એ દરમિયાન ત્યાં પેટ્રોલિંગ માટે નીકળેલી પોલીસ ટીમ દ્વારા પૂછપરછ કરતા તેઓ ગભરાઈ ગયા. જે પછી પોલીસને શંકા જતા બંનેને મુરાદાબાદ પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં આરોપી ભાઈઓએ પોતાની જ બહેનની હત્યા કરી હોવાનું કબલ્યું હતું.” વધુમાં DGPએ જણાવ્યું કે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બહેનના પ્રેમ સંબંધના કારણે સમાજમાં તેમનું અપમાન થઇ રહ્યું હતું અને આ જ કારણે તેમને પોતાની જ બહેનની હત્યા કરી નાખી.

    DCP યાદવે હત્યાનો ઘટનાક્રમ જણાવતા કહ્યું કે બંને ભાઈઓએ પહેલાં શીબાને રીક્ષા દ્વારા દિલ્લીથી મુરાદાબાદ પાસેની ગંગાનહેર સુધી લઈ ગયા. ત્યાર બાદ અંદાજે દોઢ કિલોમીટર સુધી તેઓ ગંગાનહેરની ફાટક પર ચાલ્યા અને આ દરમિયાન આરોપીઓને તક મળતા જ બહેન શીબાની હત્યા કરી નાખી. હત્યા બાદ મૃતદેહને ગંગાનહેરમાં ફેંકી દીધો હતો.

    માહિતી પ્રમાણે શીબાનો સગો ભાઈ સુફિયાન મજુરીકામ કરે છે. જ્યારે પિતરાઈ ભાઈ મહતાબ દિલ્લીમાં રીક્ષા ચલાવવાનું કાર્ય કરે છે. DGP યાદવે જણાવ્યું કે બંને આરોપીઓ ઉપર હત્યા અને અન્ય ધારાઓઓ હેઠળ ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના સ્થળેથી પુરાવારૂપે મૃતકની સેન્ડલ, કપડાં, આધારકાર્ડ અને ગમછો મળી આવ્યો છે. ગંગાનહેરમાં ભારે વહેણના કારણે હજી યુવતીનો મૃતદેહ મળ્યો નથી. આ માટે NDRF, SDRF અને સ્થાનિક પોલીસની ટીમો તપાસ કરી રહી છે. આ વિષયે પોલીસ પ્રશાસન દ્વારા આજુબાજુના જિલ્લાઓની પોલીસને પણ ઘટના વિશે જાણકરી આપી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં