Sunday, October 13, 2024
More
    હોમપેજદેશ'તેરા રામ બચાને આયેગા ક્યા?': મહારાષ્ટ્રના થાણેમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર આયોજિત...

    ‘તેરા રામ બચાને આયેગા ક્યા?’: મહારાષ્ટ્રના થાણેમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર આયોજિત કાર્યક્રમ દરમિયાન થયો હતો પથ્થરમારો, હુસૈન અને અખ્તર સામે FIR

    ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓ તેમને સતત ધમકીઓ આપી રહ્યા છે. 23 જાન્યુઆરીએ મુખ્ય આરોપીએ ધમકી આપતા કહ્યું કે, "અમે જોયું કે તે પોલીસને સૂચના આપી છે. તમે વધુ પડતું નથી કરી રહ્યા? કેમ, તને બહુ ચરબી ચડી છે કે શું? હું તને મારી નાખીશ, જોઈએ છીએ તારો રામ બચાવવા આવે છે કે નહીં."

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં થાણેમાં મીરા રોડ ભાયંદર વિસ્તારમાં હજુ પણ તણાવનું વાતાવરણ છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલાં આ વિસ્તારમાં હિંદુઓ પર થયેલા હુમલા બાદ અહીં મુસ્લિમોની હિંસામાં કોઈ ઘટાડો થયો નથી. આ કેસમાં પોલીસે ભાયંદર વિસ્તારના મોહમ્મદ હુસૈન શમી મોહમ્મદ શેખ અને અખ્તર નામના બે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી છે. તેમણે થાણેમાં હિંદુ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો.

    પોલીસે પથ્થરમારો કરનારા મોહમ્મદ હુસૈન શમી મોહમ્મદ શેખ અને અખ્તર વિરુદ્ધ IPCની કલમ 153A, 504, 506 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. 25 જાન્યુઆરી 2024ના રોજ થાણેમાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરી રહેલા હિંદુ સમુદાયના લોકો પર પથ્થરમારો કરવા બદલ આ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

    FIRની નકલ

    ઘટનાની FIR નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIR અનુસાર, 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે સ્થાનિક સ્તરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીઓએ અંદર ઘૂસીને લોકો પર પથ્થરમારો કર્યો હતો. આરોપીઓએ હિંદુ ધર્મ અને ભગવાન રામને પણ અપશબ્દો કહ્યા હતા.

    - Advertisement -

    ફરિયાદીએ જણાવ્યું હતું કે, “અમે હિંદુ સમારોહની ઉજવણી કરવા માટે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ પ્રસંગે ભંડારો કરી રહ્યા હતા. 22 જાન્યુઆરીએ શમી અને અખ્તરે કાર્યક્રમમાં પ્રવેશ કર્યો અને હિંદુઓ પર પથ્થરમારો શરૂ કર્યો. આનું કારણ પૂછવા પર તેણે કહ્યું કે, માત્ર તેના પર નજર રાખી રાખ્યા હતા કે, સ્થાનિક મસ્જિદ પર કોણ પથ્થરમારો કરી રહ્યું છે.”

    હિંદુ ફરિયાદીએ કહ્યું કે, “બાદમાં, હિંદુઓની એક રેલી નજીકની સ્થાનિક મસ્જિદ પાસેથી પસાર થઈ અને અમારા કાર્યક્રમમાં ઘૂસેલા બે આરોપીઓએ રેલીના સહભાગીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો.” આ પછી ફરિયાદીએ ત્યાં તૈનાત સ્થાનિક પોલીસને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

    ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓ તેમને સતત ધમકીઓ આપી રહ્યા છે. 23 જાન્યુઆરીએ મુખ્ય આરોપીએ ધમકી આપતા કહ્યું કે, “અમે જોયું કે તે પોલીસને સૂચના આપી છે. તમે વધુ પડતું નથી કરી રહ્યા? કેમ, તને બહુ ચરબી ચડી છે કે શું? હું તને મારી નાખીશ, જોઈએ છીએ તારો રામ બચાવવા આવે છે કે નહીં.”

    આ પછી પણ ફરિયાદીને ઘણા દિવસો સુધી ધમકીઓ મળતી રહી. આખરે તેમણે 25 જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના સમારોહના દિવસે બની હતી. અગાઉ 21 જાન્યુઆરી 2024ની રાત્રે ભાયંદર વિસ્તારમાં મીરા રોડ પર 50-60 મુસ્લિમો દ્વારા હિંદુઓની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો.

    આ દરમિયાન મુસ્લિમ ઉપદ્રવીઓએ વાહનોની તોડફોડ કરી હતી અને યાત્રામાં ભાગ લઈ રહેલી મહિલાઓ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો. જેહાદીઓએ ભગવાન હનુમાનની તસવીર સાથેના ઝંડા પણ ફાડી નાખ્યા હતા. આ મામલે પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને IO દિલીપ રાખે આરોપી વિશે કોઈ માહિતી આપી ન હતી.

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ મુંબઈ પ્રશાસને બુલડોઝરની કાર્યવાહી કરી અને આરોપીઓની લગભગ 15 ગેરકાયદેસર મિલકતોને તોડી પાડી હતી. BMCએ મુંબઈના મોહમ્મદ અલી રોડ પરના 40 વધુ ગેરકાયદે અતિક્રમણને પણ તોડી પાડ્યા હતા.

    જેની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં ઈબ્રાહિમ મોહમ્મદની દુકાન પણ સામેલ હતી. ઈબ્રાહીમ મોહમ્મદની મર્ચન્ટ રોડની દુકાનો અને ફેરીવાળા સ્ટોલ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મીરા રોડ, કલ્યાણ, થાણે અને ભાયંદરમાં હિંસા બાદ વાતાવરણ તંગ છે. વધુ તપાસ ચાલુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં