Friday, May 3, 2024
More
    હોમપેજક્રાઈમભરૂચ: આમોદના અલ્તાફ મલેકે પાડોશમાં રહેતી સગીરાને પીંખી, પીડિતા ગર્ભવતી થતાં ફૂટ્યો...

    ભરૂચ: આમોદના અલ્તાફ મલેકે પાડોશમાં રહેતી સગીરાને પીંખી, પીડિતા ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો; પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

    આરોપી જયારે પણ લાગ મળે કે તેની પત્ની ઘરે ન હોય ત્યારે સગીરાને પોતાના ઘરે ઉઠાવી જતો અને તેની સાથે બળાત્કાર કરતો. સાથે જ તે કાયમ પીડિતાને ધમકી આપતો રહેતો કે જો તે આ વાત કોઈને કહેશે તો તે તેને જાનથી મારી નાંખશે.

    - Advertisement -

    ભરૂચથી ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. અહીં એક સગીરા પરણિત યુવકની વાસનાનો ભોગ બની છે. આમોદના એક અલ્તાફ મલેક નામના ઇસમે સગીરા સાથે અનેક વાર બળાત્કાર ગુજાર્યા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન સગીર વયની બાળકી ગર્ભવતી થઇ જતાં આખી ઘટના સામે આવી હતી અને અલ્તાફના પાપનો ભાંડો ફૂટ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં ઘટી છે. આરોપ છે કે અલ્તાફ અયુબ મલેકે પાડોશમાં રહેતી સગીરા પર અનેક વખત બળાત્કાર ગુજાર્યા હતો. તે છેલ્લા એક વર્ષથી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. આરોપી જ્યારે પણ લાગ મળે કે તેની પત્ની ઘરે ન હોય ત્યારે સગીરાને પોતાના ઘરે ઉઠાવી જતો અને તેની સાથે બળાત્કાર કરતો. સાથે જ તે કાયમ પીડિતાને ધમકી આપતો રહેતો કે જો તે આ વાત કોઈને કહેશે તો તે તેને જાનથી મારી નાંખશે.

    પીડિતની તબિયત લથડી ને ગર્ભવતી હોવાનું સામે આવ્યું

    ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી બળાત્કારનો ભોગ બની રહેલી પીડિતાની થોડા સમય પહેલાં તબિયત બગડી હતી. તબિયત લથડતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. દીકરી ગર્ભવતી હોવાનું જાણીને પરિવાર પર પણ આભ ફાટી પડ્યું હતું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પાડોશમાં રહેતા અલ્તાફ અયુબ મલેકે તેને પોતાની હવસનો શિકાર બનાવી છે. દીકરી બળાત્કારનો ભોગ બની હોવાની જાણ થતાં જ પરિવારે આમોદ પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    બીજી તરફ, પીડિતાના પેટમાં ગર્ભ હોવાની જાણ થતાં જ તેને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તબિયત વધુ લથડતાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. ફરિયાદ તેની માતાએ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર તેમજ પોક્સો સહિતની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ધરપકડ થઈ હોવાની જાણકારી મળી શકી નથી, હાલ પોલીસ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં