Monday, April 22, 2024
More
  હોમપેજદેશહોળી રમવાના બહાને કારમાં લઇ ગયા, રસ્તામાં કર્યો રેપ: આરોપીઓ રાજુ અલી...

  હોળી રમવાના બહાને કારમાં લઇ ગયા, રસ્તામાં કર્યો રેપ: આરોપીઓ રાજુ અલી અને મંડલ અલી પકડાયા, મુખ્ય આરોપી ઇનામુલ ફરાર

  ઘટના આસામના પાટનગર ગુવાહાટીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ઇનામુલ અલી અને તેના સાથીઓ પીડિતાને કારમાં બેસાડીને લઇ ગયા હતા, ત્યારબાદ રેપ કર્યો અને પછી રસ્તા પર છોડીને ભાગી ગયા હતા. 

  - Advertisement -

  આસામમાં હોળીની ઉજવણી દરમિયાન એક સગીરાનું અપહરણ કર્યા બાદ રેપ કર્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલે આરોપી રાજુ અલી અને મંડલ અલીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ઇનામુલ અલી ફરાર છે, જેની શોધખોળ હાલ ચાલી રહી છે. 

  ઘટના આસામના પાટનગર ગુવાહાટીની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ઇનામુલ અલી અને તેના સાથીઓ પીડિતાને કારમાં બેસાડીને લઇ ગયા હતા, ત્યારબાદ રેપ કર્યો અને પછી રસ્તા પર છોડીને ભાગી ગયા હતા. 

  મીડિયા રિપોર્ટ અનુસાર, ઇનામુલ અને અન્ય બે ત્રણ સગીરાને હોળી રમવાના બહાને ઈનોવા કારમાં બેસાડીને લઇ ગયા હતા. પરંતુ રસ્તે ઈનામુલે એક સગીરા સાથે રેપ કર્યો. આ દરમિયાન તેના સાથીઓએ શૂટિંગ પણ કર્યું હોવાનુ કહેવાય રહ્યું છે. રેપ બાદ પીડિતાને તેના ઘર પાસે ગંભીર સ્થિતિમાં છોડીને બાકીના ભાગી ગયા હતા. જ્યાંથી તેને ગુવાહાટી મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં સારવાર ચાલી રહી છે. 

  - Advertisement -

  આ મામલે પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ ઇનામુલ અને તેના બંને સાથીઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પછીથી પોલીસે શોધખોળ હાથ ધરતાં રાજુ અલી અને મંડલ અલી બંને ગુવાહાટી શહેરના જ જુદા-જુદા વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. આ સાથે ગુનામાં વપરાયેલી ઇનોવા કાર પણ મળી આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી મુખ્ય આરોપી ઇનામુલ અલીની ભાળ મળી નથી. હાલ આસામ પોલીસની ટીમો તેને શોધી રહી છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં