Wednesday, November 13, 2024
More
    હોમપેજક્રાઈમઅડધી રાતે લાઈટ ડૂલ, રસ્તા પર તલવારો-લાકડીઓ સાથે મુસ્લિમ ટોળાનો આતંક: આણંદના...

    અડધી રાતે લાઈટ ડૂલ, રસ્તા પર તલવારો-લાકડીઓ સાથે મુસ્લિમ ટોળાનો આતંક: આણંદના ઉમરેઠમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ સગીરાઓની છેડતી બાદ તંગદિલી, હિંદુઓની આંદોલનની ચીમકી

    જયારે આ મુસ્લિમ ટોળું રસ્તા પર દોડી આવ્યું તે જ સમયે આખા રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ પણ અચાનક બંધ થઇ ગઈ હતી. શંકા સેવાઈ રહી છે કે કેમેરામાં તોફાનીઓના ચહેરા ના આવે અને તેમની ઓળખ ના થાય એ માટે મુસ્લિમ ટોળા દ્વારા જ વીજ પુરવઠો ખોરવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    રવિવારની રાત આણંદના ઉમરેઠ વિસ્તાર માટે અજંપાભરી રહી હતી. મધરાત્રીના સુમારે ઉમરેઠના રસ્તાઓ પર હથિયારો સાથે મુસ્લિમ ટોળું રસ્તા પર ધસી આવ્યું હતું અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો. આના બે દિવસ પહેલા અહીં મુસ્લિમ યુવાનો દ્વારા 2 હિંદુ સગીરાઓની છેડતી કરવા બાબતે અવાજ ઉઠાવ્યા બાદ આ ઘટના બની હતી.

    અહેવાલો મુજબ આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં બે હિંદુ સગીર યુવતીઓની મશ્કરી મામલે હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે મામલો બિચક્યો હતો અને રવિવાર રાત્રીના સુમારે ચંદ્રમૂળેશ્વર મહાદેવ મંદિર નજીક એક મુસ્લિમ ટોળાંએ તલવાર તથા લાકડીઓ સાથે ધસી જઈ ભારે આતંક મચાવતા ઉમરેઠમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.

    (ઉપર જોડેલ ટ્વીટમાં વિડીયો આ ઘટનાનો છે પરંતુ લખાણ અન્ય સમાચારનું હોવાનું નોંધવું, જે એક હ્યુમન એરર હોઈ શકે છે)

    - Advertisement -

    તોળા દ્વારા વાંટા વિસ્તારના એક યુવકને માર મરાતા આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસે હથિયારો સાથે મુસ્લિમ ટોળામાં આવેલ 15-20 લોકો વિરુધ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે નગરમાં ભયનો માહોલ ફેલાતા પોલીસની ટીમ દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવાયું હતું. હમણાં સુધી આ બાબતે 8 ધરપકડ કરાઈ છે.

    શનિવારે મુસ્લિમ યુવાનોએ કરી હતી હિંદુ સગીરાઓની છેડતી, પોલીસે ન નોંધી ફરિયાદ

    અહેવાલો મુજબ આણંદના ઉમરેઠ પાલિકાના ઓડ બજાર વિસ્તારમાં શનિવારની રાતે એક ઘટના બની હતી જે બાદ સ્થિતિ વણસી હતી. શનિવારે રાતે આ વિસ્તારમાં બે હિંદુ યુવતીઓ પોતાના મોપેડ પર બરફ ખાવા નીકળી હતી. તેઓ માર્કેટ યાર્ડ પાસે આવેલી અવાવરું જગ્યાએથી નીકળી રહી હતી ત્યારે 2 મુસ્લિમ યુવકો દ્વારા તેમની છેડતી કરવામાં આવી હતી. સાઇકલ પર આવેલા મુસ્લિમ યુવાને તેનો હાથ પકડી લેતા સગીરા ડઘાઈ ગઈ હતી અને સગીરાઓએ બુમાબુમ કરતા ત્યાં ટોળું એકઠું થઇ ગયું હતું જે જોઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર બાદમાં આ વિષયમાં સગીરાઓને પરિવાર તેમની સાથે ઉમરેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની આપવીતી કહીને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પીડિત સગીરાના કહેવા અનુસાર પોલીસે તેમની ફરિયાદ નોંધી ન હતી. પીડિતાના પરિવારે પોલીસ પર આરોપીઓને છાવરવાનો આરોપ લગાવ્યો હતો.

    ઓળખ ન થાય એટલે ટ્રીટલાઇટ બંધ કરીને ટોળાંએ મચાવ્યો આતંક

    હવે આ ઘટના બાબતે રવિવાર રાતે ચર્ચા કરતા કરતા એક સ્થાનિક હિંદુ યુવાન હીર પીન્ટુભાઇ પટેલ અને તેનો મિત્ર સ્ટેશન રોડ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમની ચર્ચા છેડતી કરનાર મુસ્લિમ યુવાનોએ સાંભળી લેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના અન્ય મિત્રોને બોલાવીને તેઓએ હીર અને તેના મિત્ર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

    આ આખા ઘટનાક્રમનો ખાર રાખીને છેડતી કરનાર મુસ્લિમ યુવાનોએ એક આખા મુસ્લિમ ટોળાં સાથે મળીને રાત્રીના સુમારે રેલવે સ્ટેશન રોડ ઉપર તલવારો તથા લાકડીઓ સાથે દોડાદોડ કરી આતંક મચાવતા આણંદના ઉમરેઠ પંથકમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું. 

    નોંધવા જેવી વાત એ છે કે જયારે આ મુસ્લિમ ટોળું રસ્તા પર દોડી આવ્યું તે જ સમયે આખા રસ્તા પરની સ્ટ્રીટ લાઈટ પણ અચાનક બંધ થઇ ગઈ હતી. શંકા સેવાઈ રહી છે કે કેમેરામાં તોફાનીઓના ચહેરા ના આવે અને તેમની ઓળખ ના થાય એ માટે મુસ્લિમ ટોળા દ્વારા જ વીજ પુરવઠો ખોરવવામાં આવ્યો હતો.

    હીર પટેલ દ્વારા ફરિયાદ કર્યા બાદ ઉમરેઠ પોલીસે મુસ્લિમ ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો જેમાં ટોળામાં 15-20 મુસ્લિમો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તે જ સમયે લાઈટ કઈ રીતે ગઈ એ દિશામાં પણ તાપસ ચાલી રહી છે.

    ઉમરેઠના હિંદુઓએ આપી આંદોલનની ચીમકી

    ફરિયાદ બાદ ઉમરેઠ પોલીસે 8 લોકોને ધરપકડ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા અને એમાંય ખાસ કરીને ઉમરેઠ પોલીસ સ્ટેશનના PSI દ્વારા ફરિયાદમાં ખોટી રીતે હિંદુ યુવાનોની પણ ધરપકડ કરાતા ગામના હિંદુઓ રોષે ભરાયા હતા.

    ઉશ્કેરાયેલા લોકોએ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને પીએસઆઈ અલ્પેશ રબારીએ ખોટી ફરિયાદ કર્યાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં હિંદુ સમાજના લોકો મામલતદારને આવેદન પાઠવશે તેમ જણાવ્યું હતું. સાથે જ ઉમરેઠ ગામના લોકોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં