અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) દાણીલીમડા વિસ્તારમાંથી ઝિશાન (Zeeshan) નામક વ્યક્તિને કોરોડોના MD ડ્રગ્સ (MD Drugs) સાથે ઝડપી પાડ્યો હતો. શહેરમાં સતત બીજા દિવસે MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ પહેલા બુધવારે શહેરના નારણપુરા વિસ્તારમાં લાખોના MD ડ્રગ્સ સાથે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે 21 નવેમ્બરે ફરીથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને ₹1.30 કરોડની કિંમતના 1 કિલો 230 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુરુવાર 21 નવેમ્બરે શહેરના દાણીલીમડા ખાતે એક આરોપીને MD ડ્રગ્સ, રોકડ અને હથિયારો સાથે ઝડપ્યો હતો. આરોપી પાસે 1.23 કિલો MD ડ્રગ્સ અને બે હથિયાર મળ્યા હતા. ઉપરાંત આરોપી પાસેથી 40 રાઉન્ડ કાર્ટિસ અને ₹18 લાખ રોકડા પણ મળી આવી હતી. આરોપી પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી.
નોંધનીય છે કે, દાણીલીમડા ખાતે ઝડપાયેલ ડ્રગ્સની બજારની કિંમત એક કરોડથી વધારે હોવાનું માનવમાં આવી રહ્યું છે. આરોપીનું નામ ઝિશાન હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ઝિશાન પાસેથી મળેલ 1.23 કિલોનું MD ડ્રગ્સ અને બે પિસ્તોલ જેવા હથિયાર, 40 રાઊન્ડ કાર્ટિસ અને ₹18 લાખ રોકડા જપ્ત કર્યા હતા.
ઝિશાનની ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ ડ્રગ્સ તેણે કોની પાસેથી ખરીદ્યું કોને આપવા માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કરોડથી વધુની કિંમતના MD ડ્રગ્સ સાથે પકડાયેલ ઝિશાન આ આગાઉ પણ 2 ગુનામાં વોન્ટેડ જાહેર થઇ ચુક્યો છે તથા તેની વિરુદ્ધ 8 કેસ નોંધાયેલા છે. ઝિશાન એક રીઢો ગુનેગાર છે જે ડ્રગ્સનો વેપાર અને તેની હેરાફેરીમાં સામેલ હતો.
નારણપુરામાંથી MD ડ્રગ સાથે પકડાયા હતા મુસ્તકીન, અરબાઝ સહિત 6
ઉલ્લેખનીય છે કે બુધવારે રાત્રે પણ નારણપુરામાં એક શખ્સના ઘરે દરોડા પડતાં પોલીસને ₹25.68 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. દરમિયાન પોલીસે મોહંમદ ખાન, મુસ્તકીમ, મોહંમદ એઝાજ, અબરારખાન પઠાણ સહિત કુલ 6 જણાની ધરપકડ કરી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ડ્રગ્સ-માફિયા સમીર પાસેથી જથ્થો લાવ્યા હતા.
નોંધનીય છે કે દાણીલીમડા મુસ્લિમ બહુલ વિસ્તાર છે એમ કહી શકાય. અમદાવાદમાં દાણીલીમડા અને તેની આસપાસનો વિસ્તાર ખાસ કરીને ચંડોળા તળાવવાળો વિસ્તાર ગુનાઓના એપી સેન્ટર જેવા છે. ચંડોળા તો ગેરકાયદે રહેતા રોહિંગ્યાને લઈને વારંવાર વિવાદમાં સપડાતો હોય છે. આ વિસ્તારોમાં અવાર-નવાર કોઈની હત્યા, મારામારી, મહિલાઓ સાથે અત્યાચાર સહિતના રાષ્ટ્ર વિરોધી કૃત્યો થતા હોય એવા અહેવાલો સામે આવતા હોય છે.