Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતAAP નેતાઓએ રચ્યું કાવતરું, પડાવી કરવડ ગામના સરપંચ અને ભાજપ અગ્રણીના ઘરે...

    AAP નેતાઓએ રચ્યું કાવતરું, પડાવી કરવડ ગામના સરપંચ અને ભાજપ અગ્રણીના ઘરે ધાડ: ચોરો સાથે નક્કી કર્યું હતું કમિશન, વાપીમાં 9ની ધરપકડ

    સરપંચના ઘરે ચોરીનો પ્લાન ઘડનારા મુખ્ય કાવતરાખોરોમાં 2022માં પારડી વિધાનસભા બેઠક પરથી AAP ઉમેદવાર કેતન પટેલ અને AAPના વલસાડ જિલ્લા જોઇન્ટ સેક્રેટરી પ્રદીપ રાઠોડનો સમાવેશ થાય છે. બંનેની ધરપકડ થઈ ચૂકી છે.

    - Advertisement -

    વાપીના કરવડ ગામના સરપંચ તથા વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં તાજેતરમાં જ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જોકે, સરપંચની ચપળતાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા. પરંતુ પોલીસે તેમાંના કેટલાકની ધરપકડ કરી લીધી હતી. હવે આ મામલે વલસાડ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. AAPના નેતાઓએ વાપીના કરવડ ગામના સરપંચ અને ભાજપ નેતાના ઘરે ધાડ પાડવાનું કાવતરું રચ્યું હતું. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આ બનાવમાં આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ અગ્રણી અને વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ જ ચોરીની ટીપ આપી હતી.

    વાપીના કરવડ ગામના સરપંચ અને ભાજપ નેતાના ઘરે ધાડ પાડવાનું કાવતરું AAPના નેતાઓએ રચ્યું હતું. વલસાડ પોલીસે આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચોરોને સરપંચના ઘરે ચોરી કરવાની ટીપ આમ આદમી પાર્ટીના બે નેતાઓએ જ આપી હતી. AAPના નેતાઓએ આ ઘટનાને અંજામ આપવા માટે દાહોદની કુખ્યાત ધાડપાડુ ગેંગને બોલાવી હતી અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ AAPના તે બંને નેતાઓએ ચોરીની રકમમાંથી કમિશનની માંગણી પણ કરી હતી. આ મુખ્ય કાવતરાખોરોમાં 2022માં પારડી વિધાનસભા બેઠક પરથી AAP ઉમેદવાર કેતન પટેલ અને AAPના વલસાડ જિલ્લા જોઇન્ટ સેક્રેટરી પ્રદીપ રાઠોડનો સમાવેશ થાય છે. બંનેની ધરપકડ થઈ ચૂકી છે.

    સરપંચના ઘરે થઈ હતી ચોરી

    નોંધનીય છે કે, ગત 20 એપ્રિલના રોજ કરવડી ગામના સરપંચ અને ભાજપ નેતા દેવેન્દ્ર પટેલના ઘરે ચોરીની ઘટના બનવા પામી હતી. તે દરમિયાન દેવેન્દ્ર પટેલનો પરિવાર એક લગ્ન-પ્રસંગમાં ગયો હતો, ઘરે માત્ર તેમનો દીકરો જ હતો. તે દરમિયાન જ આ ચોરીની ઘટના બનવા પામી હતી. જોકે, દેવેન્દ્ર પટેલે CCTVમાં ચેક કરતાં તેમને ચોરી વિશે જાણ થઈ ગઈ હતી અને તેમણે ચપળતા દર્શાવીને તરત જ ડુંગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી હતી. આ સાથે જ તેમણે દીકરાને અને ગામના અન્ય લોકોને પણ જાણ કરી દીધી હતી.

    - Advertisement -

    પોલીસ અને ગ્રામીણોએ સંયુક્ત રીતે કેટલાક ચોરોને ઝડપી પાડ્યા હતા. તે સમયે પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. ઑપઇન્ડિયાએ ડુંગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિકારીએ અમને જણાવ્યું કે, 5 લોકોની ધરપકડ બાદ વધુ તપાસ કરતાં AAPના નેતાઓ કેતન પટેલ અને પ્રદીપ રાઠોડના નામ સામે આવ્યા હતા. તેઓ મુખ્ય કાવતરાખોર હતા અને કમિશનની પણ માંગણી કરી હતી. પોલીસે જણાવ્યું કે, હાલ બંને નેતાઓ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    વલસાડ પોલીસ અધિકારી ડૉ. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે, બાબુભાઈ વજીરભાઈ પટેલ, જે પારડીનો રહેવાસી છે. તેણે આખો આ પ્લાન બનાવ્યો હતો. દાહોદની ધાડપાડુ ગેંગમાં બાબુ પણ જોડાયેલો હતો. આ ગેંગ સમગ્ર દાહોદમાં અને આસપાસના મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ, ખાસ કરીને વાપીમાં ચોરીની ઘટનાઓને અંજામ આપે છે. બાબુ વજીરે વાપીમાં રહેતા સમૃદ્ધ લોકોને ઓળખવા માટે AAP નેતા પ્રદીપ રાઠોડના સંપર્ક કર્યો હતો અને પ્રદીપ રાઠોડે AAPના કેતન પટેલનો સંપર્ક કર્યો હતો.

    અધિકારીએ વધુમાં જણાવ્યું કે, કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે ચોરોની આ ગેંગને ટીપ આપી હતી અને દેવેન્દ્ર પટેલના ઘર પર ધાડ પાડવાની સલાહ આપી હતી. તે લોકોએ ગેંગને દેવેન્દ્રભાઈ પટેલના ઘરે ધાડ પાડવાનું કહ્યું હતું. સાથે જ ચોરીની રકમમાંથી કમિશન આપવા માટેની પણ વાત કરવામાં આવી હતી. હાલ બધા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

    ફરિયાદમાં જણાવાયું છે કે, પાંચ ચોરને પકડ્યા તે દરમિયાન આરોપીઓએ એક પોલીસકર્મીને ઇજા પણ પહોંચાડી હતી. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં