Monday, November 11, 2024
More
    હોમપેજક્રાઈમછેતરપિંડીના કેસમાં વોન્ટેડ થયેલ આપ નેતાની ગુજરાત ATS દ્વારા રાજસ્થાનથી ધરપકડ: જામનગર...

    છેતરપિંડીના કેસમાં વોન્ટેડ થયેલ આપ નેતાની ગુજરાત ATS દ્વારા રાજસ્થાનથી ધરપકડ: જામનગર દક્ષિણ બેઠક પરથી હતો AAPનો ઉમેદવાર

    જામનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવારની રાજ્સ્થાનથી ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાઈ છે. વિશાલ ત્યાગી જામનગર દક્ષિણ બેઠક પરથી 'આપ'નો ઉમેદવાર છે અને ચૂંટણી લડ્યો છે. તેના વિરુદ્ધ 3.50 લાખની છેતરપીંડીની ફરિયાદ થયેલ હતી.

    - Advertisement -

    આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે અને ગત પહેલી તારીખે પહેલા તબક્કાનું મતદાન યોજાઈ ગયું હતું. ચૂંટણીનું પરિણામ આગામી 8 ડિસેમ્બરના રોજ જાહેર થનાર છે. એવામાં આમ આદમી પાર્ટી માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. AAPના જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર વિશાળ ત્યાગીની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર વિશાલ ત્યાગી પોતાના દીકરાની માનતા પુરી કરવા રાજસ્થાન ગયો હતો અને ગુજરાત ATS દ્વારા રાજસ્થાનથી જ તેની ધરપકડ કરી લેવાઈ હતી.

    વિશાલ ત્યાગી ગુજરાતની 79 નંબરની વિધાનસભા જામનગર દક્ષિણ બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. આ બેઠક પર 1લી ડિસેમ્બરના રોજ મતદાન થઇ ચૂક્યું છે. અને પરિણામ 8મી ડિસેમ્બરના રોજ આવનાર છે.

    - Advertisement -

    વિશાલ ત્યાગી સામે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાવીન નકુમ નામના વ્યકિતએ ફરીયાદ નોંધાવી હતી કે, વિશાલ ત્યાગીના કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ફૂલ લગાવવાનું કામ રાખ્યું હતું, જે કામ કર્યા બાદ વિશાલ ત્યાગીએ કામના 25 હજાર રૂપિયા પણ નહોતા આપ્યા અને ત્રણ લાખના આર્ટિફિશિયલ ફૂલ પણ પરત નહોતા આપ્યા. અનેકવાર માંગણીઓ બાદ ફરિયાદીએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

    આ પહેલા પણ આપ નેતાઓની ધરપકડ થઇ ચુકી છે

    આ પહેલી વાર નથી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કોઈ નેતાની ધરપકડ થઇ હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સાઓ સામે આવેલા છે.

    ગત બીજી ડિસેમ્બરના રોજ અમદાવાદના વટવાના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી. AAP સંગઠન મંત્રી હાર્દિક પટેલ પોલીસ ચેકીંગ દરમિયાન દારૂના જથ્થા સાથે પકડાયો હતો. બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.

    આ ઉપરાંત સુરતમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની ગૂંડાગર્દીના સમાચાર અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. પહેલા તબક્કાના મતદાન પહેલા જ સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા રસ્તા વચ્ચેનું ડિવાઈડર ગેરકાયદેસર રીતે તોડ્યા બાદ SMCના કર્મચારીઓ સાથે માથાકૂટ કટનાર 3 AAP કાર્યકર્તાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

    આમ પોતાને કટ્ટર ઈમાનદાર તરીકે રજૂ કરનાર આમ આદમી પાર્ટીમાં આવા જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ગુંડાગર્દી કરનારા નેતાઓને જગ્યા મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં