Saturday, November 9, 2024
More
    હોમપેજદેશ12 વર્ષની દલિત બાળકી પર 50 વર્ષના આધેડ ઇસરારે આચર્યો પાશવી બળાત્કાર,...

    12 વર્ષની દલિત બાળકી પર 50 વર્ષના આધેડ ઇસરારે આચર્યો પાશવી બળાત્કાર, પીડિતાના પિતાને પણ આપી હત્યાની ધમકી: ધરપકડ બાદ કહ્યું- મારા પર સવાર હતો શેતાન

    આરોપી ઇસરારે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું કે, "મારા પર શેતાન સવાર થઈ ગયો હતો." આ કેસમાં પોલીસે ઘટનાના થોડા જ કલાકોમાં આરોપી ઇસરારની ધરપકડ કરી લીધી હતી. તે ફરાર થઈ ગયો હતો, પરંતુ બાતમીદારની માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રવિવાર (14 જુલાઈ 2024)ના રોજ 50 વર્ષના આધેડ ઇસરારે 12 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી હિંદુ અનુસૂચિત જાતિ સમુદાયની છે અને પડોશમાં રહે છે. આ કેસમાં પોલીસે FIR નોંધીને આરોપી ઇસરાર ઉર્ફે ગુડ્ડુની ધરપકડ કરી લીધી છે. પોલીસે ધરપકડ બાદ આરોપીની પૂછપરછ પણ કરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના પર શેતાન સવાર થઈ ગયો હતો. હાલ પોલીસ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

    માહિતી અનુસાર, આ મામલો શાહજહાંપુરના સદર બજાર વિસ્તારનો છે. જ્યાં રવિવારે (14 જુલાઈ) 50 વર્ષીય ઇસરાર ઉર્ફે ગુડ્ડુ 12 વર્ષની હિંદુ બાળકીને પાડોશીની દુકાનમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર બાદ ઇસરારે બાળકીને ત્યાં જ છોડી દીધી હતી. આ દરમિયાન સામાન લઈને ઘર તરફ આવી રહેલા બાળકીના પિતાએ તેને રડતી જોઈ હતી. ત્યારબાદ પૂછપરછ કરતાં બાળકીએ આખી ઘટના વિશે જાણ કરી હતી. પરંતુ જ્યારે બાળકીના પિતાએ ઇસરારને પૂછ્યું તો તેણે બાળકીના પિતાને પણ ધમકાવવાનું શરૂ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાની માહિતી મળતા જ હિંદુ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ગયા અને તેમની મદદથી પીડિત બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

    આરોપી ઇસરારે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, તેના પર શેતાન સવાર થઈ ગયો હતો. તેણે કહ્યું, “મારા પર શેતાન સવાર થઈ ગયો હતો.” આ કેસમાં પોલીસે ઘટનાના થોડા જ કલાકોમાં આરોપી ઇસરારની ધરપકડ કરી લીધી હતી. તે ફરાર થઈ ગયો હતો, પરંતુ બાતમીદારની માહિતીના આધારે પોલીસે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. તેની સામે POCSO, SC-ST એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    શાહજહાંપુર ASP (શહેર) સંજય કુમારે આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને ટૂંક સમયમાં જ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બાળકીની હાલત સ્થિર છે અને તે જોખમની બહાર છે. હાલ પોલીસ આગોતરી કાર્યવાહી કરી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આવી ઘટનાઓને સહેજ પણ સહન કરી શકાશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં