Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં 16 વર્ષની સગીરા પર સામુહિક બળાત્કાર કરનાર મુન્ના અબ્બાસ, અલ્તાફ અને...

    વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામુહિક બળાત્કાર કરનાર મુન્ના અબ્બાસ, અલ્તાફ અને શાહરૂખ સહિત 5 ઝડપાયા, તપાસ માટે SITનું થશે ગઠન

    વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામુહિક બળાત્કાર કરનારા 5 આરોપીઓ ઝડપાઈ ગયા છે. 5 પૈકી ત્રણ મુખ્ય આરોપીઓ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    નવરાત્રીના બીજા નોરતે વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામુહિક (Vadodara Gang Rape) બળાત્કાર કરનારા 5 આરોપીઓ ઝડપાઈ ગયા છે. 5 પૈકી ત્રણ મુખ્ય આરોપીઓ મુસ્લિમ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને તાંદલજા (Tandalja) ખાતે રહે છે. તેમના નામ મુન્ના અબ્બાસ બંજારા, અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા છે. સગીરા તેના મિત્ર સાથે ભાયલી-બીલ રોડ પર બેઠી હતી ત્યારે આ ત્રણેય લોકોએ તેના મિત્રને દબોચીને બાળકી (Rape On Minore) પર બળાત્કાર ગુજાર્યો હતો.

    ઘટનામાં કૂલ 5 આરોપીઓ હતા, પરંતુ બાકીના બે ઘટનાસ્થળેથી પહેલા ભાગી છૂટ્યા હતા. જયારે મુખ્ય ત્રણ આરોપીઓએ બાળકીના મિત્રને બંધક બનાવીને બાળકીની આબરૂ લૂંટી હતી. અહેવાલોમાં જણાવ્યા અનુસાર બળાત્કાર કરનાર મુન્ના અબ્બાસ, અલ્તાફ અને શાહરૂખ એમ ત્રણ આરોપીઓ મુસ્લિમ વસતી ધરાવતાં તાંદલજા વિસ્તારમાં રહે છે. આ ત્રણેય મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે. નોંધવું જોઈએ કે તાંદલજાથી ભાયલી માત્ર ત્રણથી સાડા કિલોમીટરના અંતરે આવેલું છે.

    SITનું થશે ગઠન, DYSP કક્ષાના અધિકારીને સોંપાશે તપાસ

    આ મામલે વડોદરા પોલીસ દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. પરિષદમાં શહેરના પોલીસ કમિશનર અને રેંજ આઈજી દ્વારા કેસમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કે મુખ્ય ત્રણ આરોપીઓ અને તેમના અન્ય 2 મિત્રોની ધરપકડ કરીને તેમના વહન જપ્ત કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરશે. બીજી તરફ વડોદરા રેંજ આઈજી દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર કેસની તપાસ માટે એક SITનું ગઠન કરવામાં આવશે.

    - Advertisement -

    પોલીસના જણાવ્યા અનુસાર આ SITનું નેતૃત્વ DYSP દ્વારા કરવામાં આવશે. આ સિવાય કેસમાં એવા અધિકારીઓને સંમેલિત કરવામાં આવશે કે જેઓ આ પ્રકારના કેસ સોલ્વ કરવામાં પાવરધા હોય. પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર વડોદરા પોલીસ આરોપીઓ વિરુદ્ધ પ્રાથમિક કાર્યવાહી કર્યા બાદ વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડ ઓવર કરશે. આગળની કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવશે. રેંજ આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે, કેસમાં બને તેટલી ઝડપી ચાર્જશીટ દાખલ થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવશે.

    શું હતી સમગ્ર ઘટના

    ગત 4 ઓક્ટોબર 2024 એટલે કે નવરાત્રીના બીજા નોરતે એક 16 વર્ષની અને 11માં ધોરણમાં ભણતી હિંદુ સગીરા ભાયલી-બીલ રોડ વિસ્તારમાં રાત્રે 11:30 વાગે સુમસાન રસ્તા પર તેના 16 વર્ષના મિત્ર સાથે બેઠી હતી. તેઓ બેઠા હતા, તેનાથી થોડે જ દૂર 5 યુવકો નશો કરીને બેઠા હતા. લગભગ રાત્રે 12 થી 1 વાગ્યાના આરસમાં તેમણે બંને સગીરોને હેરાન કરવાનું શરૂ કર્યું. 5 પૈકી 2 યુવકો થોડી વારમાં ત્યાંથી બાઈક લઈને ચાલ્યા ગયા. બાકીના મુન્ના અબ્બાસ બંજારા,અલ્તાફ બંજારા અને શાહરુખ ઇસ્માઇલ બંજારા એમ ત્રણ મુસ્લિમ આરોપીઓએ બાળકી અને તેના મિત્રને ઘેરી લીધો.

    થોડી હેરાનગતિ બાદ એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખ્યો હતો અને બાકીના બે જણાએ બાળકીને નજીકમાં ઢસડી જઈને તેના પર ગેંગ રેપ કર્યો હતો. ઘટના બાદ ડઘાયેલા બંને બાળકોએ પોતાના પરિવારને આ વિષે જાણ કર તેઓ તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યા હતા. પોલીસને જાણ થતા જ પોલીસે વિસ્તારને કોર્ડન કરી દીધો હતો અને ઘટનાસ્થળે જઈ તપાસ આદરી હતી. બાળકીના જણાવ્યા અનુસાર ત્યાંથી પુરાવાઓ પણ મળી આવ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં