પ્રાદેશિક પક્ષ શિવસેના મહારાષ્ટ્રની રાજનિતીમાં મહત્વનું સ્થાન ધરાવે છે જો કે શિવસેના હિદૂત્વ માટે જાણીતી હતી, પરંતુ ગત મહારાષ્ટ્રની ચુટણી પરિણામ બાદ શિવસેનાએ MVA સાથે ગઠબંધન કરી કર્યું ત્યારે હિદૂત્વ બાબતે સમાધાન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે જ્યાં સુધી સત્તામાં હતો ત્યા સુધી હિદૂત્વના મુદ્દે મૌન ધારણ કર્યું હતું ત્યા સુધી કે જ્યારે કોગ્રેસ સાવરકરનુ અપમાન કરતી હતી ત્યારે પણ જવાબ આપવાના બદલે ચુપ રહેતી હતી. હાલમાં શિવસેના બે ભાગમાં વહેંચાઈ છે જેમા એકનાથ શિંદેએ હિંદુત્વનો મુદ્દો પ્રબળ રીતે ઉપાડીને આજે મુખ્યમંત્રી પદ પર બેઠા છે. સત્તા હાથ માંથી જતા જ ઉદ્ધવની શિવસેનાને હિદૂત્વ યાદ આવ્યું છે.
શિવસેનાથી સાસંદ અને પુર્વ કોગ્રેસી પ્રિયંક ચતુર્વેદીએ એક ટ્વીટ કરીને કાલી ફિલ્મના પોસ્ટરનો વિરોધ નોધાવ્યો છે. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યા છે કે સત્તા જતા જ હવે પાછું હિંદુત્વ યાદ આવવા લાગ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે “અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો નથી. જ્યારે બીજા બધાની ધાર્મિક સંવેદનાઓનું ધ્યાન રાખવું જોઈએ. મા કાલી પરના ફિલ્મના પોસ્ટરથી મને દુઃખ થયું છે, બધા માટે આદર સમાન હોવો જોઈએ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ જાણીજોઈને બીજાને અપમાનિત કરવાનું માધ્યમ ન બનવું જોઈએ.”
તમને જણાવી દઈએ કે ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’માં ‘મા કાલી’ ધૂમ્રપાન કરતી અને LGBTQ ફ્લેગ પકડેલી બતાવવામાં આવી છે, જે બાદ ફિલ્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ મામલે દિલ્હી-યુપી સહિત દેશના કેટલાક ભાગોમાં ફિલ્મ નિર્માતા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ સામે કાર્યવાહી કરવાની માંગ પણ થઈ રહી છે.
ટોરોન્ટો સ્થિત ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ શનિવારે (2 જુલાઈ, 2022) ટ્વિટર પર તેણીની ટૂંકી ફિલ્મ ‘કાલી’ નું વિવાદાસ્પદ પોસ્ટર શેર કર્યું જે હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. અને કહ્યું કે આ ફિલ્મ ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં ‘રિધમ્સ ઓફ કેનેડા’ સેગમેન્ટનો ભાગ છે. પોસ્ટર સામે આવ્યા બાદ મણિમેકલાઈ પર હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ‘અરેસ્ટ લીના મણિમેકલાઈ’ હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યો.
મૂળ વાત એવી હતી કે ટોરોન્ટો સ્થિત ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ શનિવારે (2 જુલાઈ, 2022) ટ્વિટર પર પોતાની શોર્ટ ફિલ્મ ‘કાલી’નું વિવાદાસ્પદ પોસ્ટર શેર કર્યું જે કરોડો હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડનારૂ છે. શેયર કર્યા બાદ તેણે કહ્યું કે “આ ફિલ્મ ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં ‘રિધમ્સ ઓફ કેનેડા’ સેગમેન્ટનો ભાગ છે.” પોસ્ટર સામે આવ્યા બાદ મણિમેકલાઈ પર હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ‘અરેસ્ટ લીના મણિમેકલાઈ’ હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
આ પહેલા કાળી પોસ્ટર વિવાદ બાબતે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે “કાલી તેમના માટે માંસ ખાનાર, દારૂ-પીનાર દેવી છે.” આ પછી, વિવાદ છેડાઈ ગયો, જ્યાં TMCએ તેમના નિવેદનથી પોતાને અલગ ગણાવીને વ્યક્તિગત બયાન ગણાવ્યુ હતું.
આ સિવાય મહુઆ મોઇત્રાએ એવો દાવો પણ કર્યો હતો કે “ઘણી જગ્યાએ દેવતાઓને વ્હિસ્કી ચઢાવવામાં આવે છે અને આપણને આપણા દેવી-દેવતાઓને કોઈપણ સ્વરૂપમાં વિચારવાની સ્વતંત્રતા છે.” 2-દિવસીય ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ ઈસ્ટ 2022’માં બોલતા તેમણે આ વાત કહી. આનો વિરોધ કરતા પશ્ચિમ બંગાળ ભાજપે સીએમ મમતા બેનર્જીને સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી