Friday, September 13, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામમંદિર પર બની રહેલ ડોક્યુમેન્ટ્રીમાં મંદિર માટેના સંઘર્ષના 500 વર્ષના ઈતિહાસને રજૂ...

    રામમંદિર પર બની રહેલ ડોક્યુમેન્ટ્રીમાં મંદિર માટેના સંઘર્ષના 500 વર્ષના ઈતિહાસને રજૂ કરાશે: પ્રસાર ભારતી દ્વારા બનનાર ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદી પણ જોવા મળશે

    એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવવામાં આવશે. જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે તેઓ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન રામ મંદિર માટે ઉભા હતા. તેમાં રામ મંદિરનું ભૂમિપૂજન પણ સામેલ હશે જે પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અયોધ્યાના શ્રી રામ મંદિર આંદોલનના છેલ્લા 500 વર્ષના સંઘર્ષને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ અંગે એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. પ્રસાર ભારતીએ પણ આ ડોક્યુમેન્ટ્રી પર કામ શરૂ કરી દીધું છે.

    અહેવાલો મુજબ આ ડોક્યુમેન્ટ્રીમાં રામ મંદિર સંઘર્ષ અને આંદોલનથી લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સુધીની દરેક કડીને કંડારવામાં આવનાર છે. આ રીતે રામ મંદિરને લઈને સંઘર્ષ અને બલિદાનની ગાથા ભાવિ પેઢી સુધી પહોંચાડવામાં મદદ મળશે.

    અહેવાલો મુજબ એ પણ જાણવા મળ્યું કે રામ મંદિર પર બની રહેલી આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં એક રીતે રામ મંદિર અને તેના નિર્માણ માટેના સંઘર્ષની સંપૂર્ણ વાર્તા હશે. જેમાં 1528થી લઈને રામ મંદિર નિર્માણ સુધીની સમગ્ર ગાથા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા જણાવવામાં અને સમજાવવામાં આવનાર છે. આમાં રામ મંદિર માટે બલિદાન આપનારાઓની ગાથા સાથે, કયા કયા અને કેવા સંઘર્ષો અને આંદોલનો થયા, એબધું કહેવામાં આવશે અને બતાવવામાં આવનાર છે. આ સાથે મંદિરના નિર્માણને લગતી દરેક બાબતોને પણ તેમાં સાચવવામાં આવી છે.

    - Advertisement -

    મળતી માહિતી મુજબ, આ ડોક્યુમેન્ટ્રીમાં વર્ષ 1528થી લઈને અત્યાર સુધી રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી તમામ બાબતો બતાવવામાં આવશે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ બનાવતા પહેલા દરેક વિગતોનું પણ ધ્યાન રાખવામાં આવશે જેથી તથ્યો સાથે કોઈ પણ પ્રકારની ભૂલને અવકાશ ન રહે. તેથી ડોક્યુમેન્ટ્રી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવશે.

    એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવવામાં આવશે. જેમાં બતાવવામાં આવશે કે કેવી રીતે તેઓ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન રામ મંદિર માટે ઉભા હતા. તેમાં રામ મંદિરનું ભૂમિપૂજન પણ સામેલ હશે જે પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ ડોક્યુમેન્ટરી ફિલ્મ વિશે માહિતી આપતાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે દરેક અગત્યના એપિસોડને ફિલ્મમાં જોડવાનો તેમનો પ્રયાસ છે. ડોક્યુમેન્ટરીમાં વર્ષ 1528 થી અત્યાર સુધીની દરેક મહત્વની તારીખ આવરી લેવામાં આવનાર છે. એકવાર પ્રસાર ભારતીએ ફિલ્મ બનાવી લીધા પછી, ટ્રસ્ટ એ સુનિશ્ચિત કરવા માટે પ્રથમ તેને જોશે કે તથ્યોમાં કંઈ ખોટું નથી.

    શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ ડોક્યુમેન્ટ્રીની વિડીયોગ્રાફી કથિત રીતે શરૂ કરવામાં આવી છે. રામ મંદિરના દરેક તબક્કાની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે, જેથી આ આંદોલનના દરેક પાસાને ડોક્યુમેન્ટ્રીમાં ઉમેરી શકાય. આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં સુપ્રીમ કોર્ટના તે નિર્ણયને પણ સામેલ કરવામાં આવશે, જેમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં