Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાલિબ હુસૈનની હોટલમાં હિંદુ દેવી-દેવતાઓના ચિત્રોમાં નોનવેજનું પેકિંગ, તપાસમાં આવેલી યુપી પોલીસ...

    તાલિબ હુસૈનની હોટલમાં હિંદુ દેવી-દેવતાઓના ચિત્રોમાં નોનવેજનું પેકિંગ, તપાસમાં આવેલી યુપી પોલીસ પર છરી વડે હુમલો કર્યોઃ આખરે થઈ ધરપકડ

    પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર કેટલાક લોકોની ફરિયાદ બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન તાલિબે પોલીસ ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિન્દુ દેવી-દેવતાઓની છબીઓવાળા કાગળમાં ચિકન વેચવાનો મામલો સામે આવ્યો છે. માહિતી મળતાં જ યુપી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હોટલ સંચાલક તાલિબ હુસૈનને આવું કરવાની ના પાડવામાં આવતાં તેણે તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસ પર ઘાતક હુમલા બદલ હોટલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.

    પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ જણાવ્યું કે આ ફરિયાદ સિનિયર સબ-ઇન્સ્પેક્ટર અજય કુમારે સોમવારે (4 જુલાઈ, 2022) નોંધાવી હતી. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે સંભલ પોલીસ ચોકી વિસ્તારમાં તાલિબ હુસૈન નામનો વ્યક્તિ તેની હોટલમાં હિન્દુ દેવી-દેવતાઓની છબીઓવાળા કાગળોમાં ચિકન અને અન્ય માંસાહારી પદાર્થ વેચતો હતો.

    પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોની ફરિયાદ બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ દરમિયાન તાલિબે પોલીસ ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો. આ કેસમાં રવિવારે મોડી રાત્રે (3 જુલાઈ, 2022) તાલિબ વિરુદ્ધ IPC કલમ 153 ‘A’ (દુશ્મનીને પ્રોત્સાહન આપવું), 295 A (કોઈ પણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને નુકસાન પહોંચાડવું અથવા અપવિત્ર કરવું), 353 (સત્તાવાર કામમાં અવરોધ) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધાયો જેના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. મિશ્રાએ કહ્યું કે ઘટનાસ્થળેથી દેવી-દેવતાઓની છબીઓ વાળા પેપરની નકલો અને પોલીસ પર હુમલામાં ઉપયોગ લેવામાં આવેલ છરી મળી આવી છે.

    - Advertisement -

    આ પહેલો કિસ્સો નથી કે જ્યાં હિંદુ દેવી-દેવતાઓની છબીઓનો દુરુપયોગ થયો હોય. 2019 માં, એમેઝોન પર હિન્દુ દેવતાઓની છબીઓ સાથે ટોઇલેટ સીટ કવર અને પગ લુછણિયા વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઈ-કોમર્સ વેબસાઈટે જાહેર વિરોધ બાદ પણ હિંદુ દેવી-દેવતાઓની તસવીરોવાળા ટોઈલેટ કવર અને પગ લુછણિયા વેચવાનું બંધ કર્યું નથી.

    નોંધનીય કે આ પહેલા વર્ષ 2017માં એમેઝોનની કેનેડિયન વેબસાઈટ પર ભારતીય ત્રિરંગાની છબીવાળા પગ લુછણિયા વેચવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે અમેરિકન અને કેનેડાના દૂતાવાસ સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો. નવેમ્બર 2020 માં, ઓનલાઈન ગાંજો વેચવા બદલ NDPS એક્ટ હેઠળ એમેઝોનના ડિરેક્ટરો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં