વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 જુલાઈ 2022) ઉત્તરપ્રદેશના બુંદેલખંડની યાત્રાએ છે. પીએમ મોદીએ આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ સરકારના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો-સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને સંબોધન પણ કર્યું હતું તેમજ ‘રેવડી કલ્ચર’ વિશે પણ વાત કરી હતી.
ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડના ઇતિહાસને યાદ કર્યો હતો તો મફતની લ્હાણી કરનારા નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ વેના ફાયદાઓ પણ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ એક્સપ્રેસ વે માત્ર વાહનોને જ નહીં પરંતુ બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ ગતિ પ્રદાન કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, જે ધરતીએ અગણિત શૂરવીરો આપ્યા, જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે અને જ્યાંના દીકરા-દીકરીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, એ બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની ભેટ આપતાં મને વિશેષ આનંદ થાય છે.
जिस धरती ने अनगिनत शूरवीर पैदा किए,
— PMO India (@PMOIndia) July 16, 2022
जहां के खून में भारतभक्ति बहती है,
जहां के बेटे-बेटियों के पराक्रम और परिश्रम ने हमेशा देश का नाम रौशन किया है,
उस बुंदेलखंड की धरती को आज एक्सप्रेसवे का ये उपहार देते हुए मुझे विशेष खुशी मिल रही है: PM @narendramodi
પીએમ મોદીએ કહ્યું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટથી દિલ્હીનું અંતર તો 3-4 કલાક ઓછું થશે જ પરંતુ તેના લાભો પણ અનેકગણા છે. તેમણે એમ પણ કહ્યું કે, અત્યાર સુધી યુપીમાં વિકાસકાર્યો અટકેલાં રહ્યાં હતાં અને લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડી, પરંતુ હવે યુપીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીરતાથી કામ થઇ રહ્યું છે અને જેના કારણે યુપી કેટલાંય રાજ્યો કરતાં આગળ નીકળી ગયું છે.
बुंदेलखंड एक्सप्रेसवे से चित्रकूट से दिल्ली की दूरी तो 3-4 घंटे कम हुई ही है, लेकिन इसका लाभ इससे भी कहीं ज्यादा है।
— PMO India (@PMOIndia) July 16, 2022
ये एक्सप्रेसवे यहां सिर्फ वाहनों को गति नहीं देगा, बल्कि ये पूरे बुंदेलखंड की औद्योगिक प्रगति को गति देगा: PM @narendramodi
મફતની લ્હાણી કરતા રાજકારણીઓ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં મફતની રેવડી વહેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે બહુ ઘાતક છે. આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ બહુ સાવધાન રહેવાની જરૂર છે.
युवाओं सावधान!!
— Mrityunjay Kumar (@MrityunjayUP) July 16, 2022
वोट की राजनीति के लिए मुफ़्त की रेवड़ी बाँटने वाले आपके लिए आगे जाकर घातक साबित हो सकते है। 🙏🏽 pic.twitter.com/vsWbWNeLYs
વડાપ્રધાને કહ્યું કે, રેવડી કલ્ચરવાળ ક્યારેય તમારા માટે નવા એક્સપ્રેસ વે નહીં બનાવે, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે. રેવડી કલ્ચરવાળાને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વહેંચીને તેમને ખરીદી લેશે. તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને આ વિચારને હરાવવાનો છે અને રેવડી કલ્ચરને દેશના રાજકારણમાંથી હટાવવાનું છે.
તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે પરિવહનના આધુનિક સાધનો પર પહેલો અધિકાર માત્ર મોટાં શહેરોનો જ છે. પરંતુ હવે સરકાર પણ બદલાઈ છે, મિજાજ પણ બદલાયો છે. આ મોદી છે, આ યોગી છે. જૂના વિચારોને પાછળ છોડીને આપણે એક નવી પદ્ધતિથી આગળ વધી રહ્યા છીએ.
ये मोदी है, ये योगी है… : आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी pic.twitter.com/RYf01xYrMF
— Yogi Adityanath (@myogiadityanath) July 16, 2022
296 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે બુંદેલખંડના ચિત્રકૂટને ઇટાવા પાસે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વેને જોડશે. આ યુપીનો ચોથો એક્સપ્રેસ વે છે અને 28 મહિનામાં જ બનીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2020માં આ પ્રોજેક્ટનું ખાતમહુર્ત કર્યું હતું