વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (એમ.એસ. યુનિવર્સિટી) ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. હાલમાં MS યુનિવર્સિટી કેમ્પસનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ત્રણ મુસ્લિમ યુવાનો શિવમંદિર પાસે જાહેરમાં નમાજ પઢતા નજરે પડી રહ્યા છે.
અહેવાલો અનુસાર વાઇરલ થઈ રહેલો વીડિયો યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી પાસેનો છે. જ્યાં આવેલા શિવમંદિર પાસે જ ત્રણ મુસ્લિમ યુવાનો જાળીદાર ટોપી પહેરીને નમાજ પઢતા દેખાઈ રહ્યા છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં
— News18Gujarati (@News18Guj) September 26, 2023
યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ#news18gujaratno1 #gujarat pic.twitter.com/dCYKW8aaea
વીડિયો વાઇરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ત્રણેય યુવકો MS યુનિવર્સિટી અંતર્ગતની કોમર્સ ફેકલ્ટીના જ વિદ્યાર્થીઓ છે.
હાઈપાવર કમિટી તપાસ કરીને લેશે નિર્ણય: પીઆરઓ લકુલીશ ત્રિવેદી
આ બાબતે મીડિયા સાથે વાત કરતા MS યુનિવર્સિટી કેમ્પસના પીઆરઓ લકુલીશ ત્રિવેદી કહ્યું હતું કે, “આ બાબતે યુનિવર્સિટીની હાઈપાવર કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી વિદ્યાર્થીઓને બોલાવશે, તપાસ કરશે અને બાદમાં કોઇ નિર્ણય લેશે.”
મહિલાઓને આગળ કરીને MS યુનિવર્સીટીને મસ્જિદ બનાવવાનો કારસો
આ પહેલીવાર નથી કે MS યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારના વિવાદમાં સપડાઈ હોય. આ પહેલા [એન અનેકવાર આ જ યુનિવર્સિટીની જુદી જુદી ફેકલ્ટીમાં નમાજ પઢવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ આ પ્રકારનો એક વીડિયો સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાંથી વાઇરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જોઇ શકાય છે કે એક યુવતી ચાદર પાથરીને નમાજ અદા કરી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે વિડીયો 13મી જાન્યુઆરીનો હોઇ શકે છે.
વડોદરાની એમ એસ યુનિવર્સીટીનો વધુ એક વિવાદસ્પદ વિડીયો સામે આવ્યો…
— Channel Narmada (@channelnarmada) January 16, 2023
– સાયન્સ ફેકલ્ટીમાં યુવતીનો નમાજ પઢતો વિડીયો સામે આવ્યો pic.twitter.com/PFlNDpbNOV
તેના પણ થોડા સમય પહેલા આ જ યુનિવર્સિટીની સંસ્કૃત ફેકલ્ટી બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો હતો.
વડોદરાની પ્રસિદ્ધિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતેની સંસ્કૃત મહાવિદ્યાલય પાસે બે વ્યક્તિઓ જાહેરમાં નમાજ પઢતા દેખાયા.
— नाम है भक्ति 👸 (@PariPinkberry) December 25, 2022
#MSU#Namaz pic.twitter.com/jUG1PsfBKS
જે બાદ ડિસેમ્બર 2022માં યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બહાર બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ નમાજ પઢી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે પણ તપાસમાં સામે આવ્યું હતું તે બંને એ ફેકલ્ટીમાં જ ભણતા હતા.