Saturday, November 23, 2024
More
    હોમપેજવગેરે...કુલીઓ વચ્ચે પહોંચી ગયા રાહુલ ગાંધી, પૈંડાવાળી બેગ માથે ઊંચકીને ફર્યા: નેટિઝન્સે...

    કુલીઓ વચ્ચે પહોંચી ગયા રાહુલ ગાંધી, પૈંડાવાળી બેગ માથે ઊંચકીને ફર્યા: નેટિઝન્સે કર્યા ટ્રોલ, કહ્યું- આવું તો તેઓ જ કરી શકે!

    કોંગ્રેસને આશા હતી કે આ ફોટા-વીડિયોથી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની વાહવાહી થશે પણ હંમેશની જેમ આ વખતે પણ તેમણે ટ્રોલ થવાનો જ વારો આવ્યો છે. 

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીને ફરી લૉન્ચ કરવા માટેના કોંગ્રેસના પ્રયાસો સતત ચાલુ છે. આ માટે તેઓ ક્યારેક ખેડૂતોની વચ્ચે જાય છે તો ક્યારેક બાઇક રિપેર કરતા મેકેનિકો પાસે પહોંચી જાય છે. હવે તેઓ કુલીઓ સાથે જોવા મળ્યા. જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ફરતાં થયાં છે. કોંગ્રેસને આશા હતી કે આ ફોટા-વીડિયોથી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની વાહવાહી થશે પણ હંમેશની જેમ આ વખતે પણ તેમણે ટ્રોલ થવાનો જ વારો આવ્યો છે. 

    બન્યું એવું કે ગુરૂવારે (21 સપ્ટેમ્બર, 2023) વહેલી સવારે રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચી ગયા. અહીં તેમણે સ્ટેશને કામ કરતા કુલીઓ સાથે મુલાકાત કરી. તેમણે કુલીની ઓળખ સમાન લાલ ટીશર્ટ પણ પહેરી. ત્યાં સુધી તો બધું ઠીક રહ્યું પણ પછી તેમણે માથા પર એક બેગ ઉઠાવી લીધી. ત્યાં બાજી બગડી ગઈ! લોકોએ સોશિયલ મીડિયા પર રાહુલને ટ્રોલ કરવાના શરૂ કરી દીધા. 

    કારણ એ છે કે જે બેગ રાહુલ ગાંધીએ ઉઠાવી એ વ્હીલવાળી ટ્રોલી બેગ હતી. એટલે કે તેને માથે ઊંચકવાની કોઇ જરૂર નથી, તેને સરળતાથી ઘસડીને લઇ જઈ શકાય છે. તેમાં જે વ્હીલ આપવામાં આવ્યાં હોય તેનું કામ જ એ છે. 

    - Advertisement -

    ન્યૂઝ એજન્સ ANIએ એક વીડિયો X પર પોસ્ટ કર્યો છે, જેમાં રાહુલ ગાંધી કુલીઓ વચ્ચે જોવા મળે છે. ત્યારે જ અમુક કુલી રાહુલ ગાંધીના માથે એક ભૂરા રંગની બેગ મૂકી આપે છે, જેને રાહુલ ઉપાડી લે છે અને આગળ ચાલવા માંડે છે. આ સમયે આસપાસ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ..’ના નારા લાગતા સંભળાય છે. 

    આ વીડિયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝરોએ રાહુલ ગાંધીની વ્હીલવાળી ટ્રોલી બેગનો ઉલ્લેખ કરીને લખ્યું કે, તેને આખરે શા માટે માથે ઊંચકવાની જરૂર પડે? એક અમિત સિંઘ રાજાવત નામના વ્યક્તિએ ટ્રોલી બેગ ખેંચીને લઇ જતા બાળકનો વીડિયો પોસ્ટ કર્યો અને કટાક્ષ કરીને લખ્યું કે, એક બાળકને પણ ખબર છે કે કઈ રીતે ટ્રોલી બેગ લઇ જવી!

    અમિતાભ ચૌધરીએ લખ્યું કે, ટ્રોલી બેગને માથે ઊંચકવાનું તો માત્ર રાહુલ ગાંધી જ વિચારી શકે!

    અંકિત વોરાએ એક મીમ પોસ્ટ કરીને જણાવવાના પ્રયાસ કર્યા કે આ જોઈને I.N.D.I ગઠબંધનના નેતાઓની હાલત કેવી હશે!

    રાજીવ સિંઘ રાઠોડ કટાક્ષ કરતાં લખે છે કે, ‘રાહુલ ગાંધીએ એટલા પરિશ્રમી વ્યક્તિ છે કે તેમ જાણતા હોવા છતાં કે તેમની પાસે બેગને ઘસડીને લઇ જવાનો પણ વિકલ્પ છે, તેમણે કઠિન વિકલ્પ પસંદ કરીને માથે ઉપાડી લીધી.’ 

    એક વ્યક્તિએ લખ્યું કે, આખી કોંગ્રેસ રાહુલ ગાંધી નામનો બોજ ઉઠાવે છે અને રાહુલ ગાંધી કોઇ બીજાનો બોજ ઉઠાવી રહ્યા છે!

    વિકાસ કુમાર નામના વ્યક્તિએ આને ગાંધી પરિવારનું નાટક ગણાવ્યું અને કહ્યું કે, તે જનતાને મૂરખ બનાવવાનું તેમનું હથિયાર છે. 

    આ સિવાય પણ અન્ય અનેક લોકોએ આ સ્ટંટ બદલ રાહુલ ગાંધીને ટ્રોલ કર્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં