Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવધુ એક મહિના સુધી ચાલશે જ્ઞાનવાપીનો વૈજ્ઞાનિક સરવે, ASIને કોર્ટે પરવાનગી આપી:...

    વધુ એક મહિના સુધી ચાલશે જ્ઞાનવાપીનો વૈજ્ઞાનિક સરવે, ASIને કોર્ટે પરવાનગી આપી: મુસ્લિમ પક્ષની અરજી ફગાવાઈ

    ઇમારતની ચારે તરફ કાટમાળ અને માટીનો ઢગલો હતો જેનાથી ઇમારતની વાસ્તવિક સંરચના તપાસવામાં અડચણ ઉભી થતી હતી. આ બધી બાબતોને લઈને પરિસરમાં સફાઈનું કામ ચાલી રહ્યું છે. જેથી ઇમારતની વૈજ્ઞાનિક પક્રિયાથી યોગ્ય તપાસ થઈ શકે.

    - Advertisement -

    વારાણસીની જિલ્લા કોર્ટે શુક્રવારે (8 સપ્ટેમ્બર, 2023) જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સરવેને પૂરો કરવા અને પોતાનો રિપોર્ટ સોંપવા માટે ASIને વધુ ચાર સપ્તાહનો સમય આપ્યો છે. સરકારી વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું કે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે મસ્જિદનું સંચાલન કરતી ઈંતજામિયા સમિતિએ ઉઠાવેલા વાંધા ફગાવી દઈને વિવાદિત જ્ઞાનવાપી પરિસરના સરવે માટે ASIની ટીમને ચાર સપ્તાહનો વધુ સમય આપ્યો છે.

    વારાણસી જિલ્લા અદાલતે 21 જુલાઈના રોજ ASIનીઓ ટીમને 2 સપ્ટેમ્બરના રોજ જ્ઞાનવાપી પરિસરનો વૈજ્ઞાનિક સરવે કરીને રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ કર્યો હતો. પરંતુ ASIના સરવે દરમિયાન ઘણી જગ્યાઓ પર કચરો, માટી અને તૂટેલી ઇમારતનો કાટમાળ, જેમ કે ઈંટો, પત્થરોના ટુકડાઓ વેગેરે મળી આવ્યા હતા. આ બધી વસ્તુઓ પરિસરના ફર્શ પર અને ભોંયરામાં મળી આવી હતી. એ સિવાય પણ ઇમારતની ચારે તરફ કાટમાળ અને માટીનો ઢગલો હતો. જેનાથી ઇમારતની વાસ્તવિક સંરચના તપાસવામાં અડચણ ઉભી થતી હતી. આ બધી બાબતોને લઈને પરિસરમાં સફાઈનું કામ ચાલી રહ્યું છે. જેથી ઇમારતની વૈજ્ઞાનિક પક્રિયાથી યોગ્ય તપાસ થઈ શકે. આ તમામ બાબતોને ધ્યાને લઈને ASIની ટીમે 2 સપ્ટેમ્બરના રોજ ન્યાયાલય પાસેથી સરવે માટે 8 સપ્તાહના વધુ સમયની માંગણી કરતો પ્રાથનાપત્ર રજૂ કર્યો હતો.

    શુક્રવાર (8 સપ્ટેમ્બર)ના રોજ વારાણસી જિલ્લા કોર્ટે ASIની ટીમ દ્વારા આપવામાં આવેલા પ્રાથનાપત્ર પર સુનાવણી કરી હતી. મસ્જિદ સમિતિએ આ મામલે વાંધો ઉઠાવીને સરવે માટે વધુ સમય ન આપવા માટે માગ કરી હતી. જોકે મસ્જિદ પક્ષ તરફની આપત્તિઓનો અસ્વીકાર કરી જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સરવેને પૂરો કરવા માટે કોર્ટે ASIની ટીમના પ્રાથના પત્રને માન્ય ગણ્યો હતો અને ચાર સપ્તાહનો વધુ સમય આપ્યો હતો. સાથે જ વારાણસી જિલ્લા કોર્ટે 6 ઓકટોબર સુધી સરવે પૂરો કરી રિપોર્ટ દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

    - Advertisement -

    મસ્જિદ પક્ષને લાગ્યો ઝટકો

    મસ્જિદ પક્ષનું કહેવું હતું કે, સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે ASIને જ્ઞાનવાપીમાં કોઈપણ પ્રકારના ખોદકામ વગર તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ASI તરફથી કોર્ટના આદેશ વિરુદ્ધ સરવે થઈ રહ્યો છે. જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત ઇમારતના ભોંયરામાં અને અન્ય જગ્યાઓ પર માટી અને કાટમાળનું ખોદકામ કરી સરવે કરવામાં આવી રહ્યો છે.

    તો બીજી તરફ ASIએ મસ્જિદ પક્ષના વાંધાનો જવાબ આપતા કહ્યું હતુ કે, પરિસરમાં કચરાની સાથે ભીની માટી, ઈંટોના ટુકડા, પત્થરો, સ્લેબ વેગેરે પડ્યા હતા. સરવેમાં આ તમામ આ તમામ વસ્તુઓ નડતરરૂપ બનતી હતી. આ માહિતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પક્ષકારોને આપવામાં આવી હતી. તેની સફાઈ માટે બધા તૈયાર હતા એટલે સફાઈ શરૂ કરવામાં આવી હતી. તેની આકૃતિની સાથે નિર્માણ ક્યારે અને ક્યાં તબક્કામાં થયું તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે, ભોંયરામાંનો તમામ કાટમાળ દૂર કરવો ખૂબ જ જરૂરી હતો. કાટમાળને હાથ વડે ખૂબ કાળજીપૂર્વક હટાવવામાં આવી રહ્યો છે.

    આ માટે, નાના ઘરગથ્થું અને બગીચાના સાધનો જેવા કે બ્રશ, કાંટા, પેન વગેરેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિર પક્ષે કહ્યું કે ASI સરવેને પ્રભાવિત કરવા માટે મસ્જિદ તરફથી કોર્ટ સમક્ષ ખોટા તથ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે. સર્વેક્ષણ માટે કાટમાળ દૂર કરવો જરૂરી છે. ભોંયરામાંથી ઘણા પુરાવાઓ મળવાની શક્યતા છે.

    બંને પક્ષની દલીલો સાંભળીને વારાણસી કોર્ટે મસ્જિદ પક્ષના વાંધાઓનો અસ્વીકાર કર્યો હતો. સાથે જ ASIની ટીમને નિયત સમયમાં રાહત આપી વધારાનો ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ASIની ટીમને 6 ઓકટોબર સુધીમાં જ્ઞાનવાપી સરવે પૂર્ણ કરીને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં