Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો જીવ શિવમાં લીન: 68 વર્ષની ઉંમરે જામનગરમાં 'લખમણ...

    વિશ્વવિખ્યાત ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનો જીવ શિવમાં લીન: 68 વર્ષની ઉંમરે જામનગરમાં ‘લખમણ બાપુ’એ લીધા અંતિમ શ્વાસ- જાણીએ તેમના વિશે

    આધુનિક યુગમાં ભજન અને સંતવાણીને સતત ધબકતી રાખવામાં લક્ષ્મણ બારોટનો સિંહ ફાળો છે. કહેવામાં આવે છે કે તેમના સંતવાણીના કાર્યક્રમમાં શ્રોતાઓમાં 80 ટકા યુવાનો અને બાકીના 20 ટકામાં વડીલો રહેતા. તેમના ભજન સાંભળીને અનેક યુવાનો ભક્તિમાર્ગ પર વળ્યા હોવાના પણ કેટલાક દાખલા છે.

    - Advertisement -

    પોતાના ભજનોથી ગુજરાત સહિત વિશ્વભરમાં સંતવાણીના સૂર રેલાવનાર ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન થયું છે. તેમના અવસાનના સમાચારથી સંત સમાજ તેમજ તેમના ચાહક વર્ગમાં ગમગીની છવાઈ ગઈ છે. આજે જામનગર ખાતે વહેલી સવારે પાંચ વાગ્યે તેમણે દેહત્યાગ કર્યો હતો. સાથે જ તેમના પાર્થિવ દેહને હાલ ભરૂચના રાજપારડી ખાતે તેમણે બનાવેલા ‘શિવશક્તિ ભજન પીઠ આશ્રમ’માં અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો છે.

    મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના આરસમાં જામનગર ખાતેની ખાનગી હોસ્પીટલમાં ટૂંકી માંદગી બાદ ભજનસમ્રાટ લક્ષ્મણ બારોટનું અવસાન થયું હતું. તેમના પત્ની સોનલબા પણ પ્રજ્ઞાચક્ષુ છે, પરિવારમાં તેમને ચાર સંતાનો જેમાં તેમના ચાર દીકરી, એક દીકરા અને તેમના ભાઈના પરિવારનો સમાવેશ થાય છે. લોકો લક્ષ્મણ બારોટને વ્હાલથી ‘લખમણ બાપુ’ કહીને પણ બોલાવતા. ભજન અને સંતવાણીમાં પોતાના જીવનના 55 વર્ષ આપનાર લક્ષ્મણ બારોટના ગુરૂ ભજનની દુનિયામાં અમર એવા નારાયણ સ્વામી હતા.

    બાળપણથી પ્રજ્ઞાચક્ષુ એવા લક્ષ્મણ બારોટ લગભગ 14 વર્ષની ઉમરથી જ સંતવાણી કરતા હતા. તેમના કાંઠે ગવાયેલા, શીલવંત સાધુને નમીએ પાનબાઈ, વચન વિવેકી જે નર નારી, હે જગ જનની હે જગદંબા, જો આનંદ સંત ફકીર કરે, રૂખડ બાવા, જપલે હરી કા નામ જેવા પ્રાચીન ભજનો ખુબ લોકપ્રિય છે. આધુનિક યુગમાં ભજન અને સંતવાણીને સતત ધબકતી રાખવામાં તેમનો સિંહ ફાળો છે. કહેવામાં આવે છે કે તેમના સંતવાણીના કાર્યક્રમમાં શ્રોતાઓમાં 80 ટકા યુવાનો અને બાકીના 20 ટકામાં વડીલો રહેતા. તેમના ભજન સાંભળીને અનેક યુવાનો ભક્તિમાર્ગ પર વળ્યા હોવાના પણ કેટલાક દાખલા છે.

    - Advertisement -

    લક્ષ્મણ બારોટ અને તેમના ધર્મપત્નીએ ભરૂચ જીલ્લાના ઝ્ઘડીયા નજીક આવેલા રાજપારડી ખાતે એક આશ્રમ બનાવ્યો હતો. આ જગ્યા તેમની ‘ભજન ટેકરી’ પણ કહેવામાં આવતી હતી. ભજન રસિક પતિ-પત્નીએ આ આશ્રમનું નામ ‘શિવશક્તિ ભજન પીઠ આશ્રમ’ રાખ્યું હતું. તેઓ આ આશ્રમમાં મહિનામાં અનેક વાર સંતાવાણીના કર્યક્રમો કરવામાં આવતા. નોંધનીય છે કે લક્ષ્મણ બારોટ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેવા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન જેવા અનેક દેશોમાં સંતવાણીના સુર રેલાવી ચૂક્યા છે. તેઓ અવારનવાર અમદાવાદના હીરાવાડી ખાતે આવેલા બજરંગદસ બાપા આશ્રમમાં સંત શ્રી છાયાદાસ બાપુના સાનિધ્યમાં સંતવાણી કરવા આવતા હતા. લક્ષ્મણ બાપુના નિધનના સમાચારથી રાજપારડી ખાતે પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

    લક્ષ્મણ બારોટના નિધનના સમાચાર બાદ હેમંત ચૌહાણ, મુન્ના બાપુ ( બજરંગ આશ્રમ, હીરાવાડી-અમદાવાદ), રાજભા ગઢવી, કીર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર સહિતના અનેક નામી-અનામી કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. સ્વ. લક્ષ્મણ બારોટના ભાઈ દીપક ભાઈએ તેમના વિશે જણાવ્યું હતું કે, ” છલ્લા 15 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. તેવામાં આજે સવારે પાંચ વાગ્યાના આરસમાં તેમણે દેહત્યાગ કર્યો હતો.” લક્ષ્મણ બાપુના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, “બાપુનું જે ભજન સ્થળ છે, તેવા શિવશક્તિ ભજન પીઠ આશ્રમ પારડી ખાતે હિંદુ રરીતરિવાજ મુજબ આવતીકાલે (6 સપ્ટેમ્બર 2023 બુધવાર) સવારે 9 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં