ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. પ્રદેશના શાહજહાંપુરમાં દીકરીને ખભે બેસાડીને જઈ રહેલા એક પિતાને તારીકે ગોળી મારી દીધી. ગોળી મારવાની આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે આરોપી તારીક એક વ્યક્તિ પર ફાયરીંગ કરીને બાઈક પર નાસી છૂટે છે અને ઘટના સ્થળ પર ચિચિયારીઓ ગુંજી ઉઠે છે.
જે વ્યક્તિને ગોળી મારવામાં આવી છે, તેની ઓળખ શોએબ તરીકે થઇ છે. તે પોતાની દીકરીને ખભા પર બેસાડીને જઈ રહ્યો હતો તે દરમિયાન પોતાના સાથીદારો સાથે અએલા તારીકે તેને ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા શોએબની હાલ સારવાર ચાલી રહી છે. તારીકના સહયોગી ગુરફાન અને નદીમની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી છે, જયારે મુખ્ય આરોપી તારીક હાલ ફરાર છે.
UP में अपराधी इतने बेखौफ हैं कि राह चलते इंसान को गोली मार दे रहे हैं। इसी वीडियो में 1:05 सेकेंड पर देखिए कि कैसे अपने फूल जैसे बच्चे को कंधे पर बैठा कर एक पिता जा रहा है और एक बदमाश ने उसे गोली मार दी। उसने यह भी नहीं देखा कि उसके कंधे पर एक बच्चा बैठा है। गोली लगते ही पिता… pic.twitter.com/ZHOFIi8HGf
— Punjab Kesari-UP/UK (@UPkesari) August 15, 2023
શાહજહાંપુરમાં દીકરીને ખભે બેસાડીને જઈ રહેલા પિતાને તારીકે ગોળી મારી દીધી હોવાની આ ઘટના ગત 13 ઓગસ્ટની છે. આ મામલે ફરિયાદી સલીમ અહેમદે પોલીસને જણાવ્યું હતું કે તે પોતાના ભત્રીજા શોએબ સાથે એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ કાર્યક્રમ પત્યા બાદ સાંજે 7:30 વાગ્યે બધા લોકો ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શોએબ તેની દોઢ વર્ષની દીકરીને ખભા પર બેસાડીને જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કાળા રંગની બાઈક પર તારીક, નદીમ અને ગુરફાન ત્યાં ધસી આવ્યા. તારીક બાઈક પરથી નીચે ઉતરી ગયો, જયારે ગુરફાન અને નદીમ ત્યાંથી થોડા આગળ જઈ ઉભા રહી ગયા. બંને જણાએ તારીકને ઉશ્કેરીને શોએબને ગોળી મારવા કહ્યું હતું.
ફરિયાદીનો આરોપ છે કે ગુરફાન અને નદીમની ઉશ્કેરણી બાદ તારીકે પોતાની પાસે રહેલા તમંચાથી ચાલીને જઈ રહેલા શોએબ પર ફાયરીંગ કરી નાંખ્યું. ગોળી વાગતાની સાથે જ શોએબ તેની દીકરી સહીત જમીન પર ઢળી પડ્યો. આ દરમિયાન આજુબાજુ લોકોને ભેગા થતા જોઈ ત્રણેય આરોપીઓ ધમકી આપતા આપતા બાઈક પર નાસી છૂટ્યા હતા. શોએબને હાલ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. શોએબને સારવાર માટે પહેલા બરેલી અને બાદમાં દિલ્હી રેફર કરવામાં આવ્યો છે.
थाना कोतवाली क्षेत्र के बाबू जई निवासी शोएब को अज्ञात व्यक्ति द्वारा गोली मारे जाने के सम्बन्ध मे @Ashokips68rr SP #shahjahanpurpol की बाइट। #UPPolice@Uppolice pic.twitter.com/eeSOWAxQCP
— SHAHJAHANPUR POLICE (@shahjahanpurpol) August 14, 2023
પોલીસે નદીમ, તારીક અને ગુરફાન વિરુદ્ધ IPCની કલમ 307, 34 અને 506 અંતર્ગત ગુનો નોંધ્યો છે. આ દરમિયાન પોલીસે સોમવારે (14 ઓગસ્ટ 2023)ના રોજ ગુરફાન અને નદીમની ધરપકડ કરી લીધી છે. પોલીસને રાત્રે લગભગ 8:35 વાગ્યે બંને આરોપીઓના લોકેશન મળી જતા શાહજહાંપુરના નિગમ કાર્યાલય પાસેથી દબોચી લીધા હતા. સાથે જ પોલીસે હુમલા વખતે વાપરવામાં આવેલો તમંચો, 2 જીવતા કારતુસ અને બાઈક જપ્ત કરી છે. તો બીજી તરફ તારીકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોતાને અભિષેક તરીકે ઓળખાવે છે નદીમ
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ફરિયાદી સલીમે જણાવ્યું કે ઝડપાયેલો આરોપી નદીમ પોતાને અભિષેક તરીકે ઓળખાવે છે. જોકે સલીમે તે નહોતું જણાવ્યું કે નદીમ પોતાને અભિષેક તરીકે શા માટે ઓળખાવે છે. પોલીસને આપેલી ફરિયાદમાં પણ સલીમે આરોપીનું નામ નદીમ ઉર્ફે અભિષેક તરીકે લખાવ્યું છે. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે.