Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતઅલવરની અંજુ બાદ હવે ડુંગરપુરની દીપિકા પહોંચી વિદેશ: સાબરકાંઠાના ઈરફાને કુવૈત લઇ...

    અલવરની અંજુ બાદ હવે ડુંગરપુરની દીપિકા પહોંચી વિદેશ: સાબરકાંઠાના ઈરફાને કુવૈત લઇ જઈ ધર્માંતરણ કરાવ્યા બાદ બુરખામાં જોવા મળી, લવ જેહાદ એન્ગલની થશે તપાસ

    મુકેશ મુંબઈથી ડુંગરપુર આવી ગયા હતા. તે દરમિયાન તેને દીપિકાનો ફોટો જોવા મળ્યો હતો જેમાં તે બુરખો પહેરી એક મુસ્લિમ યુવક સાથે જોવા મળી હતી. જાણવા મળી રહ્યું છે કે તે મુસ્લિમ યુવાન ખેડબ્રહ્માના નવાઝ નગરનો રહેવાસી ઈરફાન હૈદર છે.

    - Advertisement -

    પ્રેમી માટે દેશ છોડીને વિદેશ ભાગી જવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. પહેલા સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પોતાના પ્રેમી માટે ભારત આવી, ત્યારબાદ રાજસ્થાનની અંજુ પોતાના પ્રેમી માટે પાકિસ્તાન જતી રહી હતી. હવે એક નવો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતી દીપિકા નામની મહિલા પોતાના બે બાળકોને છોડીને સાબરકાંઠાના ઈરફાન સાથે કુવૈત ભાગી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે કુવૈત પહોંચીને દીપિકાએ ધર્મ પરિવર્તન કરી લીધું છે.

    અહેવાલોના જણાવ્યા અનુસાર ડુંગરપુરના ચિતરી પોલીસ સ્ટેશન વિસ્તારની દીપિકા પોતાના બે બાળકોને છોડીને મુસ્લિમ પ્રેમી ઈરફાન હૈદર સાથે કુવૈત ભાગી ગઈ છે. દીપિકાના પતિ મુકેશે આ મામલે ડુંગરપુર પોલીસમાં ફરિયાદ પણ કરી છે. કુવૈત પહોંચ્યા બાદ દીપિકાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તે બુરખામાં પોતાના પ્રેમી ઈરફાન સાથે ઊભેલી જોવા મળી હતી. મુસ્લિમ યુવક બ્રેનવોશ કરીને હિંદુ મહિલાને ભગાવીને લઈ ગયાની ઘટના બાદ ડુંગરપુરના હિંદુ સંગઠનોએ કલેકટર, એસપીને આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    સારવારનું બહાનું આપી પહોંચી ગઈ કુવૈત

    ડુંગરપુરની દીપિકાના ભાગી જવાની ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ મામલો ચિતરી પોલીસ સ્ટેશનનો હોવાનું સામે આવ્યું છે. દીપિકાના ભાગી જવા બાદ તેના પતિ મુકેશે 15 જુલાઈના રોજ પોતાની પત્ની ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    જાણવા મળી રહ્યું છે કે દીપિકા અને મુકેશના સંતાનોમાં 13 વર્ષની દીકરી અને 8 વર્ષનો દીકરો છે. મુકેશે પોલીસને જણાવતા કહ્યું કે તે મુંબઈમાં નોકરી કરે છે. તેની પત્ની 10 જુલાઈએ તબિયત ખરાબ હોવાનું કહી ગુજરાતના ખેડબ્રહ્મા (સાબરકાંઠા) ગઈ હતી. મુકેશે વધુમાં જણાવ્યું કે તે તબિયત ખરાબ હોવાનું કહી અવારનાવર ત્યાં જતી હતી. પણ આ વખતે તે ઘરે પરત ફરી જ નહીં.

    સાબરકાંઠાના ઈરફાન હૈદર સાથે ભાગી દીપિકા

    મુકેશે પોલીસને જણાવ્યું કે તેની દીપિકા સાથે 12 ઓગસ્ટે વાત થઈ હતી. જેમાં દીપિકાએ કહ્યું હતું કે સારવાર ચાલી રહી છે અને તે હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારબાદ 13 ઓગસ્ટે દીપિકાનો વોટ્સએપ કોલ આવ્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે, “તમે મારાથી ઘણા હેરાન થઈ રહ્યા છો, એટલા માટે હું બહાર જતી રહી છું, હવે તમને કોઈ તકલીફ નહીં પડે.”

    ત્યારબાદ મુકેશ મુંબઈથી ડુંગરપુર આવી ગયા હતા. તે દરમિયાન તેને દીપિકાનો ફોટો જોવા મળ્યો હતો જેમાં તે બુરખો પહેરી એક મુસ્લિમ યુવક સાથે જોવા મળી હતી. જાણવા મળી રહ્યું છે કે તે મુસ્લિમ યુવાન ખેડબ્રહ્માના નવાઝ નગરનો રહેવાસી ઈરફાન હૈદર છે.

    ઈરફાને ઓળખ છુપાવી, પ્રેમજાળમાં ફસાવી દીપિકાનું ધર્મ પરિવર્તન કરાવ્યું

    મુકેશે પોલીસને જણાવ્યું કે આરોપી ઈરફાન હૈદરે પોતાનો ધર્મ છુપાવી તેની પત્નીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બ્રેનવોશ કરી મુસ્લિમ બનાવી દીધી છે. મુકેશે આગળ કહ્યું કે, દીપિકા ઘરેથી 12 તોલાના સોનાના ઘરેણા અને 2 લાખ 35 હજારની નકદ લઈને ભાગી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, મહિલાના ગુમ થયાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ લવ જેહાદ (Love Jihad) એન્ગલની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરશે.

    પાકિસ્તાનથી આવી સીમા અને પાકિસ્તાન પહોંચી અંજુ

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુ પોતાના પ્રેમી માટે પાકિસ્તાન ભાગી ગઈ હતી. પોતાના ફેસબુક પ્રેમીને મળવા બોર્ડર ઓળંગીને પાકિસ્તાન ગયેલી અંજુના નસરુલ્લા સાથે લગ્નના સમાચાર પણ વાયરલ થયા હતા. નસરુલ્લા સાથે અંજુનો વિડીયો પણ સામે આવ્યો હતો. આ બધા વચ્ચે અંજુના પિતાએ કહ્યું હતું કે “તે અમારા માટે મરી ગઈ છે. પાકિસ્તાન જતા પહેલા તેણે વિચાર્યું ન હતું કે તેના બે બાળકો છે, તેની સંભાળ કોણ લેશે.”

    આ પહેલા સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પોતાના પ્રેમી માટે ભારતમાં આવી ગઈ હતી. સીમા હૈદરની નોઈડા પોલીસે 3 જુલાઈ, 2023 ના રોજ ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. 4 બાળકોની માતા સીમા હૈદરે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેનો પતિ દુબઈમાં નોકરી કરે છે.

    કોરોના રોગચાળા દરમિયાન, PUBG ગેમ રમતી વખતે તેણે નોઈડામાં રહેતા સચિન સાથે વાતચીત કરી હતી. આ પછી વાતચીત આગળ વધી અને બંને પ્રેમમાં પડ્યા હતા. સચિનના પ્રેમમાં સીમા હૈદરે પાકિસ્તાનમાં બનાવેલું ઘર વેચીને ભારત આવવાનું નક્કી કર્યું. આ માટે તે તેના 4 બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં