હરિયાણામાં આવેલા મેવાતના નૂંહમાં 31, જુલાઈ, 2023 ના રોજ મુસ્લિમ ટોળાએ જલાભિષેક યાત્રામાં સામેલ હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. આ માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. આવા ગ્રૂપમાં મોકલવામાં આવેલા કેટલાક ઓડિયો ઈન્ડિયા ટુડે ગ્રુપ સુધી પહોંચી ગયા હતા. તેનાથી જાણી શકાય છે કે મુસ્લિમોને હિંદુઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
ઓડિયો મોકલનાર વ્યક્તિએ 31, ઓગસ્ટના રોજ પોતાના સમુદાયના લોકોને મેવાતના શૃંગાર મંદિર પાસે ભેગા થવા માટે ઉશ્કેર્યા હતા. તેણે કહ્યું હતું કે, “ત્યાં સો-બસો લોકો હશે, જેમાંથી 10-20 ની હત્યા તો કરી જ શકાશે.” શૃંગાર મંદિર નલ્હડના શિવ મંદિરથી લગભગ 45 મિનિટ દૂર આવેલું છે. જ્યાં હિંદુ શ્રદ્ધાળુઓ હુમલા દરમિયાન કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા. જલાભિષેક યાત્રા શૃંગાર મંદિરે પહોંચીને જ સમાપ્ત થવાની હતી.
મેવાત વિસ્તારના મુસ્લિમોના વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવેલા ઓડિયોમાં એક વ્યક્તિને એમ કહેતો સાંભળી શકાય છે કે,
તે પછી બીજા વ્યક્તિનો ઓડિયો ગ્રુપમાં આવે છે, તે કહે છે કે,
જાણવામાં આવી રહ્યું છે કે, આ ઓડિયોના વાયરલ થવા બાદ મંદિર પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો.લોકો પર પથ્થરો ફેંકાયા, ગોળીઓ ચલાવવામાં આવી હતી. કેટલાક લોકો ઘાયલ થયા હતા. મુસ્લિમ ટોળાએ બે વાર મંદિરની અંદર ઘૂસવાના પ્રયાસ કર્યા હતા. આ ઓડિયો ક્લિપ દ્વારા જાણવા મળે છે કે આ હિંસા અચાનક નહોતી થઈ પણ પૂરી તૈયારીઓ સાથે કરવામાં આવી હતી હતી. હિંદુઓ પર હુમલો કર્યા બાદ 45 KM દૂર સિંગારમાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે હરિયાણા પોલીસ હાલ આ વાયરલ ઓડિયોની તપાસ કરી રહી છે.
Chilling audio reveals Nuh violence was pre-planned… Who is this rioter?@arvindojha getting us more information on this #Nuh #HaryanaViolence | @Chaiti pic.twitter.com/N7TwuKeiFK
— IndiaToday (@IndiaToday) August 7, 2023
31 જુલાઈએ થયો હતો હિંદુઓ પર સુનિયોજિત હુમલો
ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈના રોજ હિંદુઓ દ્વારા આયોજિત જલાભિષેક શોભાયાત્રા પર મુસ્લિમ ટોળાં દ્વારા હુમલો કરવાની ઘટનાને લઈને ઘણા ખુલાસા થયા છે. નૂંહ હિંસાને લઈને હમણાં સુધી 216 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને 104 FIR નોંધવામાં આવી છે. હિંસા દરમિયાન નૂંહના સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સુનિયોજિત હતો. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજ દ્વારા પણ આ હુમલાને સુનિયોજિત ગણાવાયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંદિરેથી લોકોને કઈ રીતે બચાવાયા
હરિયાણામાં મેવાતના નૂંહ જિલ્લામાં 31 જુલાઈ, 2023 ના રોજ મુસ્લિમ ટોળાએ હિંદુઓની જલાભિષેક યાત્રા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન નલ્હડ મંદિરમાં હિંદુઓ ફસાયા હોવાની સૂચના મળતા અધિક પોલીસ મહાનિર્દેશક મમતાસિંહ પોતે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના પ્રતિનિધિત્વમાં પોલીસે હિંદુ શ્રદ્ધાળુઓને બચાવ્યા હતા. તેમણે તે સમયની સ્થિતિ અને રેસ્ક્યૂ ઓપરેશન વિશે જણાવતા કહ્યું હતું કે, “35-36 વર્ષના પોલીસ કરિયરમાં આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે તમે આ પરિસ્થિતિનો સામનો કરો છો, પરિસ્થિતિને કાબુમાં લેવાં, લોકોને સમજાવવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવાના પડકારોનો એક સાથે સામનો કરો છો.”