સુરેન્દ્રનગરમાં મોહરમના તાજિયા દરમિયાન બનાવેલો ભડકાઉ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા મામલે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ આરીફ મોવર, રેહાન મોગલ, માહિર સમા અને અકબર મોવર તરીકે થઇ હતી. તેવામાં હવે સુરેન્દ્રનગરમાં મોહરમના જુલુસમાં વિવાદિત વિડીયો બનાવનાર ચારેય આરોપીઓનું પોલીસે સરઘસ કાઢીને જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી. ચારેય આરોપીઓને સુરેન્દ્રનગરની ગલીઓમાં હાથ જોડીને ફેરવવામાં પણ આવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં મોહરમના તાજિયા વખતે ‘15 મિનિટ કે લિયે પુલિસ હટા દો’નો વિડીયો વાયરલ કરનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.
— ઑપઇન્ડિયા (@OpIndia_G) August 1, 2023
જ્યાંથી નીકળ્યા હતા તાજિયા, ત્યાં જ આરોપીઓનું સરઘસ કઢાયું અને માફી મંગાવાઈ.#Surendranagar #Gujarat pic.twitter.com/NRVTtgeHDx
ગત 29 જુલાઈ, 2023ના રોજ મોહરમના દિવસે સુરેન્દ્રનગરમાં તાજિયાના જુલુસ નીકળ્યાં હતાં. આ દરમિયાન અમુક ઉન્માદી તત્વોએ શહેરની શાંતિ ડહોળવા માટે ભડકાઉ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.આ વિડીયોમાં તાજિયાના જુલુસમાં સામેલ ટોળામાં તલવારો પણ લહેરાતી જોવા મળી હતી. સાથે જ આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં AIMIM ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીનું કુખ્યાત ભાષણ ઉમેરવામાં આવ્યું હતું, જેમાં તેઓ કહે છે કે, ‘પંદ્રહ મિનિટ કે લિયે પુલિસ હટા દો, બતા દેંગે કિસ મેં હિંમત હૈ…’, આ દરમિયાન એક વ્યક્તિના હાથમાં “15 મિનીટ” જેવા શબ્દો લખેલું કાગળ પણ જોવા મળ્યું હતું.
15 મિનિટ કે લિયે પોલીસ હટા દો.. વીડિયો બનાવી વાયરલ કરનારા ચાર મુસ્લિમ યુવાનોને પોલીસે મિનિટોમાં પકડી પાડ્યા pic.twitter.com/z6mEK7AeCq
— Samna digital (@DigitalSamna) July 31, 2023
આ આપત્તિજનક વિડીયો ઇન્સ્ટાગ્રામ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ કરવામાં આવ્યો હતો. શહેરની શાંતિ ડહોળવા અને કોમી ભાવનાઓ ઉશ્કેરવાના આશયથી શૅર કરવામાં આવેલો આ વિડીયો પોલીસના ધ્યાને ચડી ગયો હતો. ત્યારબાદ આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં વિડીયો ફરતો કરનારા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને કસ્ટડીમાં લઇ લીધા હતા. જે બાદ સુરેન્દ્રનગરમાં મોહરમના જુલુસમાં વિવાદિત વિડીયો બનાવનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. હાલ પોલીસ દ્વારા આરીફ મોવર, રેહાન મોગલ, માહિર સમા અને અકબર મોવર નામના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા વર્ષ 2012માં આ હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું. ભાષણમાં તેમણે હિંદુ દેવી-દેવતાઓ ઉપર ટિપ્પણીઓ કરતા હિંદુઓને પડકાર ફેંક્યો હતો કે જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો તેઓ હિંદુઓને જોઈ લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું જોઉં છું કે કેવી રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે.