Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પંદ્રહ મિનિટ કે લિયે પુલિસ હટા દો…..’: મોહરમ પર ફરતા કર્યા ભડકાઉ...

    ‘પંદ્રહ મિનિટ કે લિયે પુલિસ હટા દો…..’: મોહરમ પર ફરતા કર્યા ભડકાઉ વિડીયો, આરિફ, રેહાન, અકબર સહિત ચારની ધરપકડ- સુરેન્દ્રનગરનો મામલો

    પોલીસે ગણતરીના કલાકોમાં વિડીયો ફરતો કરનારા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને કસ્ટડીમાં લઇ લીધા હતા. હાલ તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સુરેન્દ્રનગરમાં મોહરમના જુલુસ દરમિયાન ભડકાઉ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા મામલે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ આરીફ મોવર, રેહાન મોગલ, માહિર સમા અને અકબર મોવર તરીકે થઇ છે. 

    ગત 29 જુલાઈ, 2023ના રોજ મોહરમના દિવસે સુરેન્દ્રનગરમાં તાજિયાના જુલુસ નીકળ્યાં હતાં. આ દરમિયાન અમુક ઉન્માદી તત્વોએ શહેરની શાંતિ ડહોળવા માટે ભડકાઉ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

    એક વીડિયોમાં જાહેર રસ્તા પર ટોળું એકઠું થયેલું જોવા મળે છે, સંભવતઃ તાજિયાના જુલુસમાં આ તમામ સામેલ થયા હતા. વીડિયોમાં ટોળામાં તલવારો લહેરાતી જોવા મળે છે તો ઇસ્લામિક ઝંડા પણ નજરે પડે છે. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં AIMIM ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીનું કુખ્યાત ભાષણ ઉમેરવામાં આવ્યું હતું, જેમાં તેઓ કહે છે કે, ‘પંદ્રહ મિનિટ કે લિયે પુલિસ હટા દો, બતા દેંગે કિસ મેં હિંમત હૈ…’ 

    - Advertisement -

    આ વિડીયો એડિટ કરીને ઇન્સ્ટાગ્રામ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ કરવામાં આવ્યો હતો. શહેરની શાંતિ ડહોળવા અને કોમી ભાવનાઓ ઉશ્કેરવાના આશયથી શૅર કરવામાં આવેલો આ વિડીયો પોલીસના ધ્યાને ચડી ગયો હતો. ત્યારબાદ આ મામલે  સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

    પોલીસે ગણતરીના કલાકોમાં વિડીયો ફરતો કરનારા ચાર વ્યક્તિઓની ધરપકડ કરીને કસ્ટડીમાં લઇ લીધા હતા. હાલ તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 

    અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા વર્ષ 2012માં આ હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું. ભાષણમાં તેમણે હિંદુ દેવી-દેવતાઓ ઉપર ટિપ્પણીઓ કરતા હિંદુઓને પડકાર ફેંક્યો હતો કે જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો તેઓ હિંદુઓને જોઈ લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું જોઉં છું કે કેવી રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે.

    જૂનાગઢમાં પણ ભડકાઉ વિડીયો શૅર કરવાનો મામલો સામે આવ્યો હતો

    સોશિયલ મીડિયા પર ભડકાઉ વિડીયો શૅર કરીને કોમી લાગણી ઉશ્કેરવાનો આવો જ એક કિસ્સો તાજેતરમાં જૂનાગઢથી સામે આવ્યો હતો. અહીં ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં ત્યારે અમુક મુસ્લિમ યુવકોએ તેના વિડીયો એડિટ કરીને ‘અલ્લાહને જૂનાગઢ કે ડિમોલિશન કર દિયા’ વગેરે બાબતો લખીને શૅર કર્યા હતા. આ મામલે પોલીસે ચારની ધરપકડ કરી લીધી હતી. જેમની ઓળખ શાહરૂખ, રફીક, મોહંમદમિયાં સૈયદ અને મોહમ્મદ સાબિર શેખ તરીકે થઇ હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં