Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાઝિયાબાદમાં ધર્માંતરણનો 'ખેલ': સૈફી, અબ્દુલ્લા અને રાહિલની ધરપકડ બાદ મસ્જિદના મૌલવીની પણ...

    ગાઝિયાબાદમાં ધર્માંતરણનો ‘ખેલ’: સૈફી, અબ્દુલ્લા અને રાહિલની ધરપકડ બાદ મસ્જિદના મૌલવીની પણ ધરપકડ, રાહિલના હિંદુ યુવતી સાથે કરાવ્યા હતા નિકાહ

    આ ગેંગ સૌપ્રથમ તેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા જેઓને તેમના પરિવારથી અસંતોષ હોય. બાદમાં તેવા યુવક યુવતીઓને વિશ્વાસમાં લઇ તેમનું બ્રેઈન વોશ કરવામાં આવતું અને તેમને હિંદુ ધર્મ વિરુદ્ધ ભડકાવવામાં આવતા.

    - Advertisement -

    થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ધર્માંતરણ રેકેટ ઝડપાયું હતું. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાદ હવે એક મસ્જિદના મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અનુસાર, આ મૌલવીએ પરિણીત રાહિલ નામના શખ્સના હિંદુ યુવતી સાથે નિકાહ કરાવ્યા હતા. 

    ધર્માંતરણનો મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ અને પૂછપરછ માટે માટે મૌલવીને બોલાવ્યો હતો. પૂરતા પુરાવા મળ્યા બાદ તેને હિરાસતમાં લઇ લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પોલીસે આ કેસમાં રાહિલ, અબ્દુલ્લા અહમદ અને મુશીર નામના ત્રણ ઈસમોની ધરપકડ કરીને જેલભેગા કર્યા હતા. ધર્માંતરણ કર્યા બાદ આરોપી રાહિલ પ્રેમજાળમાં ફસાવીને હિંદુ યુવતીઓનું ધર્માંતરણ કરવાના મિશનમાં સંડોવાયેલો હતો. આ જ ક્રમમાં તેણે એક હિંદુ યુવતીને ફસાવી હતી અને તેની સાથે ઓનલાઇન નિકાહ પણ કરી લીધાં હતાં. આ નિકાહ દિલ્હીના સંગમ વિહાર સ્થિત એક મસ્જિદના મૌલવી શાહદમને કરાવ્યા હતા. 

    તાજેતરમાં રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં ઇસ્લામિક ધર્માંતરણનું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મુશીર સૈફી, મોહમ્મદ અબ્દુલ્લા અને મોહમ્મદ રાહિલ એમ 3 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે તેમની સાથે કેટલા લોકો જોડાયેલા છે તેની તપાસ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો દ્વારા અત્યાર સુધીમાં 7 લોકોને ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો છે જ્યારે વધુ 4 લોકોનું ધર્માંતરણ કરવાના આરે હતા. પોલીસ તપાસમાં ઓનલાઈન નિકાહ કરાવવાના રેકેટનો પણ ખુલાસો થયો છે.

    - Advertisement -

    મળતી માહિતી અનુસાર એક યુવતીના પરિવારની ફરિયાદ બાદ ગાઝિયાબાદમાં ઇસ્લામિક ધર્માંતરણનું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પોતાની પુત્રીના વ્યવહારમાં બદલાવ જોઇને તેના પિતાએ પોલીસની મદદ માંગી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરીએ ઘરમાં જ હિજાબ પહેરવાનું શરૂ કરી દીધું હતું. તે નમાજ પણ પઢવા લાગી હતી અને પરિવારને પણ ઇસ્લામ કબૂલ કરવા કહેવા લાગી હતી. પોલીસે તેનો ફોન તપાસતાં ધર્માંતરણનું રેકેટ ચલાવતા રાહિલ સાથે તેના ઓનલાઈન નિકાહ થઇ ગયા હોવાનો ખુલાસો થયો હતો. આ નિકાહ કરાવનાર મૌલવીની ધરપકડ કરાઈ છે.

    મુશીર સૈફી ટ્યુશન ભણવા આવતા વિદ્યાર્થીઓનું બ્રેઈનવોશ કરતો

    ધર્માંતરણના આ ખેલમાં સહુથી વધુ ચોંકાવનારી બાબત તે છે કે ત્રણ આરોપીમાંનો એક મુશીર ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. તે એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો જેમને તેમના પરિવારથી અસંતોષ હોય અને હિંદુ ધર્મમાં ઓછો ભરોસો હોય. અહેવાલોમાં જણાવ્યા અનુસાર મુશીર તાજેતરમાં ધર્માંતરિત લોકોનાં પોસ્ટર બનાવીને વિદ્યાર્થીઓને દેખાડી ઇસ્લામનું મહિમંડન કરતો અને વિદ્યાર્થીઓનું બ્રેઈનવૉશ કરતો.

    સૌરભ ખુરાના બન્યો મોહમ્મદ અબ્દુલ્લા અને રાહુલ અગ્રવાલને બનાવ્યો મોહમ્મદ રાહિલ

    તેનાથી પણ વધુ ચોંકાવનારી બાબત તે છે કે આ રેકેટમાં ઝડપાયેલા મોહમ્મદ અબ્દુલ્લા અને મોહમ્મદ રાહિલ પણ પહેલા હિંદુ હતા અને તેઓ ધર્માંતરણ કરીને આ રેકેટને આગળ ચલાવી રહ્યા હતા. મોહમ્મદ રાહિલ વર્ષ 2017 સુધી રાહુલ અગ્રવાલ હતો અને મહોમ્મદ અબ્દુલ્લાના સંપર્કમાં આવ્યા બાદ તે મુસ્લિમ બન્યો હતો. જ્યારે મોહમ્મદ અબ્દુલ્લા પોતે 2014 સુધી સૌરભ ખુરાના નામનો હિંદુ યુવક હતો અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં અભ્યાસ દરમિયાન તેણે ઇસ્લામ અપનાવ્યો હતો.

    ઇસ્લામ કબૂલ કર્યા બાદ અબ્દુલ્લાએ અન્ય વિદ્યાર્થીઓનું બ્રેઈનવૉશ કરવાનું શરૂ કરી દીધું, તો બીજી તરફ રાહુલને રાહિલ બનાવ્યા બાદ તેને અન્ય હિંદુ યુવક અને યુવતીઓને ઇસ્લામમાં લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો. અબ્દુલ્લાએ પોતાની સાળીના નિકાહ રાહિલ સાથે કરાવીને તેની ઉપર નજર રાખવાનું પણ શરૂ કરી દીધું. તેવામાં રાહિલે ગાઝિયાબાદના ફરિયાદી પિતાની દીકરીને ફસાવી તેની સાથે ઓનલાઈન નિકાહ પણ કરી લીધા.

    ધર્માંતરણના રેકેટના ખુલાસા બાદ પોલીસને ટાંકીને અહેવાલોમાં જણાવાયુ છે કે આ ગેંગ સૌપ્રથમ તેવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતા જેઓને તેમના પરિવારથી અસંતોષ હોય. બાદમાં તેવા યુવક યુવતીઓને વિશ્વાસમાં લઇ તેમનું બ્રેઈનવૉશ કરવામાં આવતું અને તેમને હિંદુ ધર્મ વિરુદ્ધ ભડકાવવામાં આવતા. જે બાદ તેમને ઇસ્લામના ફાયદા દેખાડી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવતો. અત્યાર સુધીની પોલીસ તપાસમાં કુલ 7 લોકોએ ધર્માંતરણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ડીસીપી વિવેક યાદવના જણાવ્યા અનુસાર પોલીસ હવે આ તમામ લોકોના મોબાઈલની તપાસ કરી રહી છે. જેમાં કેટલીક વાંધાજનક ચેટ પણ પોલીસને મળી આવી છે. જેની મદદથી પોલીસ એક એક કડીઓ જોડીને તપાસ કરી રહી છે. ધર્માંતરિત થયેલા લોકોને ઝાકીર નાઈકના વિડીયો બતાવવામાં આવ્યા હોવાની આશંકા પણ પોલીસ વ્યક્ત રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં