Friday, November 22, 2024
More
    હોમપેજદેશદિલ્હી હિંસાના આરોપી AAPના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 11 માંથી 5 કેસમાં...

    દિલ્હી હિંસાના આરોપી AAPના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને 11 માંથી 5 કેસમાં મળ્યા જામીન, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કરી હતી પેરવી: હજુ પણ જેલમાં જ રહેવું પડશે

    તાહિર હુસૈન પર હત્યાના પ્રયાસથી લઈને રમખાણો, ગુનાહિત કાવતરું અને આગચંપી જેવા ગંભીર આરોપો પણ છે. તાહિર હુસૈનને જામીન મળ્યા તે તમામ કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તાહિર હુસૈન વિરુદ્ધ મુખ્ય કેસ UAPA હેઠળ નોંધાયેલ છે, તેથી તે જેલમાં જ રહેશે.

    - Advertisement -

    નિષ્કાસિત AAP કાઉન્સિલર તાહિર હુસૈનને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020માં થયેલા હિંદુ વિરોધી રમખાણોના સંબંધમાં 5 કેસમાં જામીન મળ્યા છે. દિલ્હી હાઈકોર્ટે બુધવારે (11 જુલાઈ, 2023) આ ચુકાદો આપ્યો હતો. જોકે, રમખાણોનું કાવતરું ઘડવાના મુખ્ય કેસમાં તાહિર હુસૈનને હજુ સુધી રાહત મળી નથી. બાકીના અન્ય કેસ પણ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તે જેલમાં જ રહેશે. તેના વિરુદ્ધ રમખાણો માટે ભંડોળ આપવા બદલ મની લોન્ડ્રીંગનો કેસ પણ ચાલી રહ્યો છે.

    તાહિર હુસૈને 2020 અને ત્યારબાદ 2021માં જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ અનીશ દયાલે આ મામલે 10 એપ્રિલે ચુકાદો અનામત રાખ્યો હતો, જે હવે સંભળાવવામાં આવ્યો છે. તાહિર હુસૈનના વકીલ રિઝવાનનો દાવો છે કે આ મામલામાં તમામ સહઆરોપીઓને જામીન મળી ગયા છે અને માત્ર તાહિર હુસૈન જ જેલમાં છે. કોંગ્રેસના નેતા અને વકીલ સલમાન ખુર્શીદે તેમની તરફેણ કરતા કહ્યું હતું કે સાક્ષીઓના પ્રાથમિક નિવેદનોમાં તાહિર હુસૈનના નામનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલ નથી અને તેમની વિરુદ્ધ કોઈ ખાસ કાયદાઓ લગાવવામાં નહોતા આવ્યા.

    તાહિર હુસૈન પર હત્યાના પ્રયાસથી લઈને રમખાણો, ગુનાહિત કાવતરું અને આગચંપી જેવા ગંભીર આરોપો પણ છે. તાહિર હુસૈનને જામીન મળ્યા તે તમામ કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તાહિર હુસૈન વિરુદ્ધ મુખ્ય કેસ UAPA હેઠળ નોંધાયેલ છે, તેથી તે જેલમાં જ રહેશે. ઑક્ટોબર 2022 માં, તાહિર હુસૈન સામે આરોપો લગાવતી વખતે, દિલ્હી કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેનો ઈરાદો હિંદુઓને નુકસાન પહોંચાડવાનો હતો.

    - Advertisement -

    દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં તાહિર હુસૈનને મુખ્ય આરોપી તરીકે ગણાવ્યો છે. તેની પિસ્તોલ જપ્ત કરવામાં આવી હતી. તેની ઉપર જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મામલો પણ છે. તેના નાના ભાઈ શાહઆલમની પણ ધરપકડ કરવામાં આવી હતી. તાહિર હુસૈનને શરતી જામીન આપવામાં આવ્યા છે. તેની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આઈબી ઓફિસર અંકિત શર્માને પણ તેના જ ઘરે ખેંચીને લઈ જઈ સળગાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં