Tuesday, November 26, 2024
More
    હોમપેજદેશઆદિવાસી પુરુષ પર પેશાબ કરનાર પ્રવેશ શુક્લાની ધરપકડ બાદ તેના ઘર પર...

    આદિવાસી પુરુષ પર પેશાબ કરનાર પ્રવેશ શુક્લાની ધરપકડ બાદ તેના ઘર પર બુલડોઝર પણ ચાલ્યુ: પીડિતની પત્નીએ કહ્યું- ‘અમારા પર કોઈનું દબાણ નથી’

    આ પહેલા બુલડોઝર ચલાવવાના મીડિયાના સવાલ પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રમાણે બુલડોઝર નથી ચાલતું, કાયદા પ્રમાણે ચાલે છે. તેમણે કહ્યું કે પ્રવેશ શુક્લાની પ્રોપર્ટી અતિક્રમણ હોવાનું જણાશે તો બુલડોઝર તેનું કામ કરશે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના સિધી જિલ્લાના એક વીડિયોએ હંગામો મચાવ્યો છે, જેમાં પ્રવેશ શુક્લા નામનો વ્યક્તિ આદિવાસી સમાજના એક વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. તાજા જાણકારી અનુસાર, પ્રવેશ શુક્લાની ધરપકડ થઈ ગઈ છે અને તેના નિવાસસ્થાન પર પણ બુલડોઝર ફરી વળ્યું છે. હવે આ મામલે પીડિતની પત્નીનું નિવેદન સામે આવ્યું કે, તેનો પતિ આખો દિવસ અહીં-તહીં કામ કરતો હતો અને માત્ર ખાવા-પીવા ઘરે આવતો હતો. પરંતુ એક દિવસ તે ઘરે ન આવતા તે ચિંતિત હતી. તે જાણતી નહોતી કે તેઓ ક્યાં છે અથવા તેઓ શું કરી રહ્યા છે.

    મહિલાએ કહ્યું કે જ્યારે તેનો પતિ ન આવ્યો ત્યારે તે આખી રાત જાગી રહી હતી અને ચિંતામાં હતી કે તે કેમ ન આવ્યો. તેમણે કહ્યું કે જો કોઈએ ખોટું કર્યું છે તો જે થવાનું છે તે થશે. તેણે અન્યાય કરનારને સજા કરવાની પણ માંગ કરી હતી. તેણે કહ્યું કે પોલીસ તેના ઘરે આવી હતી અને તેના પર પોલીસ કે કોઈનું કોઈ દબાણ નથી. પરંતુ, તેણે પુનરોચ્ચાર કર્યો કે જો કોઈએ ખોટું કર્યું હશે તો તેને સજા મળવી જોઈએ.

    મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ બુલડોઝર એક્શન વિષે કરી હતી વાત

    બીજી તરફ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ આ મામલે કડક થઈ કહ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પ્રવેશ શુક્લાને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આરોપી પોલીસ સ્ટેશનમાં ચાલતો જોવા મળ્યો હતો, મિશ્રાએ કહ્યું કે તેને લોકઅપમાં મૂકવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ધ્યાન દોર્યું કે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પોતે આદેશ આપ્યો છે કે તેમના પર NSA લાદવામાં આવે.

    - Advertisement -

    બુલડોઝર ચલાવવાના સવાલ પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રમાણે બુલડોઝર નથી ચાલતું, કાયદા પ્રમાણે ચાલે છે. તેમણે કહ્યું કે પ્રવેશ શુક્લાની પ્રોપર્ટી અતિક્રમણ હોવાનું જણાશે તો બુલડોઝર તેનું કામ કરશે, કેમ નહીં. એમ.પી. ના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ તેને નિંદનીય અને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવી અને કહ્યું કે ભાજપ સરકારમાં કાયદાનું શાસન છે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે અતિક્રમણ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે.

    નોંધનીય છે કે પ્રવેશ શુક્લાના સંબંધીઓ આ વીડિયોને ફેક ગણાવી રહ્યા છે. તેના પિતા કહે છે કે તેમનો પુત્ર આવી ના જ કરી શકે. સાથે જ તેમને ચિંતા દર્શાવી કે તેમને ડર છે કે તેની હત્યા પણ થઈ શકે છે. ઘટના કરૌંદી ગામની છે. પીડિત મજૂરીકામ કરે છે. પ્રવેશ શુક્લા કુબરીનો રહેવાસી છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે પ્રવેશ શુક્લા ભાજપનો કાર્યકર નથી. શુક્લાની ધરપકડ પછીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મીઓ તેને પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં