ખાલિસ્તાની સમર્થકોએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલ ભારતના વાણિજ્ય દૂતાવાસને નિશાન બનાવીને હુમલો કર્યો છે. 2 જુલાઇ 2023ના ખાલિસ્તાની સમર્થકોએ દૂતાવાસમાં આગ ચાંપી દીધી હતી. જો કે સદનશીબે દૂતાવાસને ખાસ કોઇ નુકશાન થયુ ન હતું. અમેરિકાએ આ ઘટનાને વખોડી છે. નોંધનીય છે કે, માર્ચમાં પણ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
એક લોકલ ચેનલના અહેવાલ અનુસાર રવિવારના દિવસે દૂતાવાસને ટાર્ગેટ કરીને આગ લગાડવામાં આવી હતી. જો કે સાન ફ્રાન્સિસ્કોના ફાયર વિભાગને જાણ થતા તાત્કાલીક પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જેને લીધે કોઇ જાનહાની થઇ ન હતી. નુકશાન મોટુ થતા બચી ગયુ હતું. આ હુમલા અંગેની જાણકારી અમેરિકા વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૈથ્યુ મિલરે મંગળવારે (4 જુલાઇ) ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યુ કે, અમેરિકા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો અને આગચંપીના પ્રયાસની ઘટનાને કડક શબ્દોમાં વખોડે છે. અમેરિકામાં રાજકીય સંસ્થાઓ કે વિદેશી દુતાવાસો પર હુમલો અને હિંસા કરવી ગુનો છે.
The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense.
— Matthew Miller (@StateDeptSpox) July 3, 2023
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલી એક આતંકી ગુરુપતવંતસિંહ પન્નુએ 8 જુલાઇએ ભારતીય દૂતાવાસોને ઘેરવાની જાહેરાત કરી હતી. ભારતીય દૂતાવાસ પર કરાયેલો હુમલો હુમલાખોરો દ્વારા કેનેડામાં આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો લીધો હોવાનું કહેવાય છે. આ હુમલાની જાણકરી હાલ FBI કરી રહી છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાડાઇ હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે બંધ દરવાજાની અંદર અચાનક એક ભાગમાં આગ લાગે છે જે ધીમેધીમે અન્ય ભાગોમાં પણ ફેલાઇ રહી છે. મનાઇ રહ્યુ છે કે આ વીડિયો ખાલિસ્તાની સમર્થકો દ્વારા જ રેકોર્ડ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાનીઓએ વીડિયો ઉપર હેસટેગ #LongLiveKhalistan લખ્યુ છે. તેમજ આ હુમલો કેનેડામાં જુન 2023માં મારી નંખાયેલા આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવા કરવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે.
ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm
— Diya TV – 24/7 * Free * Local (@DiyaTV) July 3, 2023
નોધનીય છે કે, સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા આ દૂતાવાસને પાંચ મહિના અગાઉ પણ ખાલિસ્તાની સમર્થકોએ અમૃતપાલને જેલમુક્ત કરવા માટે નિશાન બનાવ્યુ હતું. 19મી માર્ચના દિવસે દૂતાવાસની બહાર મોટીસંખ્યામાં ખાલિસ્તાની સમર્થકો એકઠા થયા હતા. તિરંગો ઉતારી અને ખાલિસ્તાની ઝંડો લહેરાવી અને તેમણે દૂતાવાસમાં તોડફોડ કરી હતી.
જો કે હરદીપસિંહ નિજ્જરની મોત પછી ગુરપતવંતસિંહ પન્નુ ભાગતો ફરી રહ્યો છે. ભારતની તપાસ એજન્સીઓ તેને શોધી રહી છે. 30મી જુનના પન્નુએ કોઇ અજ્ઞાત જગ્યાએથી વીડિયો બનાવી 8મી જુલાઇએ ભારતીય દૂતાવાસો પર હુમલો કરવાની ધમકી આપી હતી. આ હરકતમાં તેણે કિલ ભારતનું નામ આપ્યુ હતું. આ સમયે તેણે 21-21ની સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકોના ટોળા દ્વારા દૂતાવાસ પર હુમલો કરવાની જાહેરાત કરી હતી.