Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતઈલિયાસે નિઃસંતાન પત્નીને 'ટ્રિપલ તલાક' આપ્યા, પરત લાવવા કરાવ્યા બનેવી રફીક સાથે...

    ઈલિયાસે નિઃસંતાન પત્નીને ‘ટ્રિપલ તલાક’ આપ્યા, પરત લાવવા કરાવ્યા બનેવી રફીક સાથે ‘હલાલા’ અને છેલ્લે સ્વીકારવાનો કર્યો નનૈયો: પાલનપુરનો ચર્ચાસ્પદ કિસ્સો

    ઇસ્લામિક રીત-રિવાજ મુજબ જયારે કોઈ મહિલાને ટ્રિપલ તલાક આપવામાં આવે અને બાદમાં તેને પરત લાવવી હોય તો પહેલા અન્ય પરુષ સાથે તેનું 'હલાલા' કરાવવાનું હોય છે. મોટા ભાગે આ હલાલા પરિવારના જ કોઈક સભ્ય અથવા મૌલવી સાથે કરવામાં આવતું હોય છે.

    - Advertisement -

    2017માં ભારતની સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને તેને ગેરકાયદેસર ગણાવ્યું હતું. તેમ છતાંય હજુય ઘણા મુસ્લિમ લોકોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઇ રહી છે. આવો જ એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. જ્યાં એક મુસ્લિમ વ્યક્તિએ પોતાની પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા કેમ કે તેને બાળકો નહોતા થતા અને બાદમાં પરત અપનાવવાનું કહીને ઇસ્લામિક રીત મુજબ પોતાના બનેવી સાથે હલાલા કરાવી દીધા હતા. જે પછી તેણે તે મહિલાને અપનાવવાની ના પડી દીધી. જે બાબતે હાલ ફરિયાદ નોંધાઈ છે.

    અહેવાલો અનુસાર પાલનપુરની એક મુસ્લિમ સમાજની તસ્લિમના લગ્ન 2016માં વડગામના મુમનવાસ ગામના  ઈલિયાસ માંકણોજીયા સાથે થયા હતા. જોકે લગ્નના બે વર્ષ સુધી પતિ-પત્નીનો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. જે કે મહિલાને કોઈ સંતાન ન થતા મહિલાનો પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો. જે બાદ તેણે મહિલાને 2018માં બે વખત તલાક આપી દીધેલા હતા.

    જેથી મહિલા અત્યાચાર સહન કરીને રહેતી હતી. આખરે 2022માં ઈલિયાસે તેની તસ્લિમને ત્રીજી વાર તલાક આપી દેતા હડકંપ મચી ગયો હતો. ઈલિયાસે આવેશમાં આવીને તસ્લિમને ટ્રિપલ તલાક આપી દીધા હતા.

    - Advertisement -

    ટ્રિપલ તલાક આપ્યાના થોડા સમય બાદ ઈલિયાસને પછતાવો થયો અને તેણે તસ્લિમને પરત લાવવાનો પ્રયત્ન કર્યો. હવે ઇસ્લામિક રીત-રિવાજ મુજબ જયારે કોઈ મહિલાને ટ્રિપલ તલાક આપવામાં આવે અને બાદમાં તેને પરત લાવવી હોય તો પહેલા અન્ય પરુષ સાથે તેનું ‘હલાલા‘ કરાવવાનું હોય છે. મોટા ભાગે આ હલાલા પરિવારના જ કોઈક સભ્ય અથવા મૌલવી સાથે કરવામાં આવતું હોય છે.

    બનેવી રફીક સાથે કરાવી દીધા હલાલા

    તસ્લિમને વિશ્વાસમાં લઈને ઈલિયાસે પોતાના બનેવી રફીક સાથે તેના હલાલા કરાવી દીધા. આ વખતે પત્નીને પરત લઇ જવા માટેનો કરાર લેખ પણ કરાવ્યો હતો. જોકે થોડા દિવસો વીત્યા બાદ પણ ઈલિયાસે પોતાની પત્નીને પરત લઈ જવાની વાત ન કરતાં તસ્લિમ અને રફીકને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થયો હતો. રફીકે અનેકવાર  ઈલિયાસને તેની જોડેથી તસ્લિમને લઈ જવાની વાત કરી હતી. પરંતુ ઈલિયાસે ઉલટાની રફીક અને તસ્લિમને ધમકીઓ આપીને ગામમાંથી નીકળવા માટે મજબુર કર્યા હતા. જેને લઈને  છેલ્લા એક વર્ષથી તસ્લિમ અને રફીક ગામ છોડી બહાર ભટકી રહ્યા છે.

    નોંધનીય છે કે રફીકને પણ પત્ની છે અને 4 બાળકો છે અને હવે તેને તસ્લિમને પણ પોતાની સાથે રાખવી પડતી હોવાથી તે પોતાની પત્ની અને બાળકો પાસે પણ જઈ શકતો નથી. બીજી તરફ અવારનવાર ધમકીઓ મળતી હોવાથી અને તસ્લિમને ઈલિયાસ ફરીથી ન લઈ જતો હોવાથી આખરે તસ્લિમે તેના પતિ સહિત 5 લોકો સામે પાલનપુરના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    તસ્લિમે પતિ સહિત 5 સામે નોંધાવી ફરિયાદ

    આ બાબટે ફરિયાદી તસ્લિમ માંકણોજીયાએ જણાવ્યું હતું કે, “મારા પતિએ મને તલાક આપ્યા બાદ તેને પસ્તાવો થતા મને ફરીથી લઈ જવા તેના સગા બનેવી જોડે મને હલાલો કરાવ્યો અને ત્યાર બાદ મને પાછી ન લઈ ગયો અને અમને ધમકીઓ આપી રહ્યા હોવાથી અમે ફરિયાદ કરી છે.” આ અંગે પીડિત બનેવી રફીકભાઈ રાજપુરા એ જણાવ્યું હતું કે, “મારા સાળાએ તેની પત્નીને તલાક આપ્યા બાદ મને વિશ્વાસમાં લઈને મારી સાથે તેનો હલાલો કર્યો અને હવે મને ફસાવી દીધો છે.”

    તસ્લિમએ તેના પતિ ઈલિયાસ માંકણોજીયા, ઇરફાન માંકણોજીયા, મહમદ માંગણોજીયા, અરમાન માંકણોજીયા અને રુકસાનાબેન માંકણોજીયા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં