Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: હોટેલમાં ખોટા આઈડીથી રૂમ બુક કરાવીને હિંદુ યુવતી સાથે રોકાતો ઈરફાન...

    વડોદરા: હોટેલમાં ખોટા આઈડીથી રૂમ બુક કરાવીને હિંદુ યુવતી સાથે રોકાતો ઈરફાન ઝડપાયો, બજરંગ દળે પોલીસને સોંપ્યો: મોબાઈલમાંથી અન્ય પણ હિંદુ યુવતીઓના ફોટા મળ્યા

    યુવકે ખોટા ઓળખપત્રના આધારે હિંદુ યુવતી સાથે હોટેલમાં આવ્યો હોવાની કબૂલાત કરી, બજરંગ દળ કાર્યકર્તાઓએ પકડીને પોલીસને સોંપ્યો.

    - Advertisement -

    મુસ્લિમ યુવકો નામ બદલીને હિંદુ યુવતીઓને ફસાવતા હોવાના લવ જેહાદના કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. વડોદરા શહેરમાંથી બજરંગ દળના કાર્યકર્તાએ આ જ રીતે નામ બદલીને હિંદુ યુવતીઓને ફસાવતા એક યુવકને ઝડપી પાડ્યો હતો. ઈરફાન નામના આ યુવક પાસેથી હિંદુ નામવાળું ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.

    વડોદરા શહેર બજરંગ દળના કાર્યકર્તાઓને તાજેતરમાં ઈરફાન દીવાન નામનો એક યુવક પોતાની ઓળખ બદલીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવતો હોવાની જાણકારી મળી હતી. જેના આધારે તેમણે ગુરૂવારે રાત્રે શહેરના તરસાલીની એક હોટેલમાંથી તેને એક હિંદુ યુવતી સાથે ઝડપી પાડ્યો હતો. તેણે ખોટા ઓળખપત્રના આધારે રૂમ લીધો હતો, જેનો ભાંડો ફૂટી ગયો હતો.

     

    - Advertisement -

    હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી લીધી હતી કે તે પોતે મુસ્લિમ છે અને હિંદુ નામથી ખોટા આઈડીના આધારે હોટેલમાં આવ્યો હતો અને તેની સાથે જે યુવતી છે એ હિંદુ છે. તેના આધાર કાર્ડમાં હિતેશ નામ લખ્યું હતું. જે તેના એક મિત્રનું હોવાનું તેણે જણાવ્યું હતું. બજરંગ દળ કાર્યકર્તાઓએ તેનો મોબાઈલ તપાસીને જોતાં તેમાંથી અન્ય પણ યુવતીઓના આપત્તિજનક ફોટા મળી આવ્યા હતા. 

    વડોદરાના બજરંગ દળ કાર્યકર્તા કેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક લવ જેહાદના કેસ આવી રહ્યા છે. તાજેતરમાં ધ્યાને આવ્યું હતું કે તરસાલી વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ઈરફાન દીવાન નામનો વ્યક્તિ વારંવાર હિંદુ આઈડી લઈને હિંદુ યુવતી સાથે જતો હતો. અમને જાણકારી મળી કે આ યુવક હિંદુ યુવકનું આઈડી બનાવીને ખોટી રીતે હોટેલમાં લઇ જાય છે અને દુષ્કર્મ કરે છે. જેથી રાત્રે જ અમે આ યુવકને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.”

    જાણવા મળ્યા અનુસાર, આ મામલે યુવતીએ યુવક સામે ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી, જેથી હજુ સુધી પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. બીજી તરફ ઇરફાને અન્ય પણ હિંદુ યુવતીઓને ફસાવી છે કે કેમ તે અંગે બજરંગ દળ કાર્યકર્તાઓ જાણકારી મેળવી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં