ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદ મોટાભાગે મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. તેમ છતાંય કયાંક ક્યાંક એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે જે આપણને વિચારવા મજબુર કરી દે છે કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચારરસ્તે બન્યો હતો, જ્યાં એક રોમિયોને વિદ્યાર્થીનીઓએ મેથીપાક ચખાડ્યો હતો.
ગુરુવાર બપોરથી જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો હતો જેમાં એક યુવાન રોડ પર પોતાનું મોઢું ઢાંકીને સુઈ રહ્યો છે અને 2 વિદ્યાર્થીનીઓ તેને પટ્ટા વડે મારી રહી છે. આજુ બાજુમાં ઉભેલા લોકો પણ ગુસ્સામાં જણાઈ રહ્યા છે.
અમદાવાદના કાંકરિયા પાસેના ભુલાભાઈપાર્ક ચારરસ્તા ખાતે બે બહાદુર વિદ્યાર્થિનીઓ એ એક રોમિયો ને જાહેરમાં મેથીપાક આપ્યો.
— नाम है भक्ति 👸 (@PariPinkberry) June 23, 2023
બાળાઓ નું કહેવું છે કે તે રોજ તેમનો પીછો અને છેડતી કરતો હતો.@GujaratPolice @AhmedabadPolice ઉત્તર પ્રદેશ ની માફક અહીં પણ એન્ટી રોમિયો સ્ક્વોડ બનાવો હવે. pic.twitter.com/gp9Arn4iDx
અહેવાલો અનુસાર અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે વહેલી સવારે એક વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી. ત્યારે એક યુવકે વિદ્યાર્થીની પાછળ જઈને છેડતી કરી હતી. જેનો વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરીને બુમાબુમ કરતા રસ્તા પર જતાં સ્થાનિક લોકોએ પણ છેડતીનો બનાવ જોતા તરત જ યુવકને રોકીને માર્યો હતો.
વિડીયોમાં સાંભળી શકાય છે એમ છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. સ્થાનિક મહિલાઓ અને પુરૂષોએ ભેગા મળીને યુવકને માર મારીને કગડાપીઠ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરુ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઈ પાર્ક પાસે જ રહેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. યુવક અવારનવાર રોડ પર આવતા જતા યુવતી કે મહિલાની છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.
આ આખા ઘટનાક્રમમાં જે રીતે આ વિદ્યાર્થિનીએ હિંમત દર્શાવીને છેડતીનો પ્રતિકાર કર્યો છે એ ખરેખર પ્રશંસનીય છે. જો દેશની તમામ યુવતીઓમાં આટલી હિંમત આવી જાય તો કાલ ઉઠીને કોઈ રોમિયો કોઈ પણ બહેન-દીકરી સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નહિ કરી શકે.