Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમબાગેશ્વર ધામમાં દેશી તમંચો લઈને ઘૂસી ગયો રજ્જન ખાન!: પરિક્રમા પથ પર...

    બાગેશ્વર ધામમાં દેશી તમંચો લઈને ઘૂસી ગયો રજ્જન ખાન!: પરિક્રમા પથ પર હાથમાં હથિયાર લઈને ઉભેલા શખ્સને જોઈને ભક્તોમાં ગભરાટ ફેલાયો, પોલીસે આરોપીને દબોચી લીધો

    44 વર્ષીય રજ્જન ખાન હથિયાર લઈને ધામના પરિક્રમા માર્ગમાં ફરી રહ્યો હતો, ધામના સેવકો અને દર્શનાર્થીઓની નજર તેના પર પડતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના હિંદુ શ્રધ્ધાના કેન્દ્ર એવા છતરપુરના બાગેશ્વર ધામમાં રજ્જન ખાન નામનો મુસ્લિમ યુવક દેશી તમંચો લઈ ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ યુવક બાગેશ્વર બાલાજી મંદિરના પરિક્રમા પથ પર હાથમાં દેશી બનાવટની બંદુક અને જીવતા કારતુસ લઈને ઉભો હતો. જે જોઇને હાજર ભક્તજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તે શા માટે મંદિરમાં હથિયાર લઈને આવ્યો તે દિશામાં આરોપીની પૂછપરછ ચાલી રહી છે.

    મળતી માહિતી અનુસાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામ નામથી પ્રચલિત થયેલા બાગેશ્વર બાલાજી મંદિરમાં એક યુવક ગેરકાનૂની હથિયાર લઈને ઘુસી ગયો હતો. 44 વર્ષીય રજ્જન ખાન હથિયાર લઈને ધામના પરિક્રમા માર્ગમાં ફરી રહ્યો હતો, ધામના સેવકો અને દર્શનાર્થીઓની નજર તેના પર પડતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે પણ ઘટનાની સંવેદનાને જોતા ત્વરિત પગલા લઈ આરોપીને દેશી તમંચા અને જીવતા કારતુસ સાથે ધરપકડ કરી હતી.

    આ મામલે છતરપુર જિલ્લા એસપી અમિત સાંઘીએ માહિતી આપતા જણાવ્યું હતું કે છતરપુરના બાગેશ્વર ધામમાં રજ્જન ખાન નામનો મુસ્લિમ યુવક દેશી તમંચો લઈ ઘૂસી ગયો હોવાની આ ઘટના ગત 18 જુનની છે. આરોપીની ધરપકડ કરતા તેની પાસેથી 315 બોરનો એક દેશી તમંચો અને જીવતો કારતુસ મળી આવ્યો છે. આરોપી યુવક મૂળ શિવપુરી જિલ્લાના ઇન્દ્રપુરીનો રહેવાસી છે, અને તે શા માટે હથિયાર લઇ ધામમાં આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલુ છે. હાલ તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    બાગેશ્વર ધામ સરકારની સુરક્ષામાં વધારો

    નોંધનીય છે કે આ પહેલા અનેક વાર બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને હત્યાનો ધમકીઓ મળી ચુકી છે. તેવામાં તેમના બાગેશ્વર બાલાજી મંદિર ખાતેથી હથિયાર સાથે યુવકની ધરપકડ થતા બાગેશ્વર ધામ સરકારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય અગાઉ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બિહાર પ્રવાસ દરમિયાન પણ તેમનો વિરોધ થયો હતો.

    આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે, “જે પ્રમાણે બિહારમાં તેમનો વિરોધ થયો હતો તેને ધ્યાનમાં રાખી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેઓ એક મોટા સંત છે, લાખો લોકો તેમને સાંભળે છે, તેવામાં તેમને સુરક્ષા પ્રદાન કરવી અમારું દાયિત્વ બની જાય છે.” જે બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના અનુરોધ પર બાગેશ્વર ધામ સરકારની સુરક્ષામાં વધારો પણ કરવામાં આવ્યો છે. હાલ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ માટે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં