Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમસુરતના ડિંડોલીમાં હિંદુ સગીરાની છેડતી: જહેરુદ્દીન અને માજીદે છઠ તળાવના બગીચામાં મળવા...

    સુરતના ડિંડોલીમાં હિંદુ સગીરાની છેડતી: જહેરુદ્દીન અને માજીદે છઠ તળાવના બગીચામાં મળવા બોલાવી અને પછી…, લોકોએ પીડિતાને છોડાવી બંનેને પોલીસના હવાલે કર્યા

    જહેરૂદ્દીન ભૂતકાળમાં સગીરા સાથે જ ભણતો હોવાના કારણે પીડિતાએ સહજ રીતે મળવા જવાનું નક્કી કર્યું હતું. પીડિતા જયારે જહેરૂદ્દીનને મળવા પહોંચી ત્યારે તેની સાથે તેનો મિત્ર માજીદ પણ હાજર હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ પર બળાત્કાર અને છેડતીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તેવામાં સુરતના ડિંડોલી ખાતે હિંદુ સગીરાની છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પહેલા તેની સાથે જ ભણતા 19 વર્ષીય જહેરૂદ્દીન ઉર્ફ શાહિદ સૈયદ અહમદે વિસ્તારના છઠ તળાવના બગીચે મળવા બોલાવીને મિત્ર માજીદ મુસ્તાક અંસારી સાથે મળીને એકલતાનો લાભ લઇ સગીરા સાથે છેડછાડ કરી હતી. જોકે ઘટના સમયે ત્યાં હાજર લોકોની નજર પડી જતા તેમણે સગીરાને છોડાવી હતી. આ મામલે પોલીસે પોક્સો (POCSO) સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી અને 11માં ધોરણમાં અભ્યાસ કરતી હિંદુ સગીરાના પડોશમાં રહેતી મિત્રના ફોનમાં જહેરૂદ્દીનનો ફોન આવ્યો હતો અને સગીરાને છઠ તળાવના બગીચામાં મળવા બોલાવી હતી. જહેરૂદ્દીન ભૂતકાળમાં સગીરા સાથે જ ભણતો હોવાના કારણે પીડિતાએ સહજ રીતે મળવા જવાનું નક્કી કર્યું હતું. પીડિતા જયારે જહેરૂદ્દીનને મળવા પહોંચી ત્યારે તેની સાથે તેનો મિત્ર માજીદ પણ હાજર હતો. આ ત્રણેય જણા પતરાના શેડ વાળા બાકડા પર બેસીને વાત કરી રહ્યા હતા.

    વાતચીત દરમિયાન જહેરૂદ્દીને અચાનક પીડિતાના ખભા પર હાથ મૂકયો હતો. પીડિતા કશું સમજે તે પહેલા જ તેણે પીડિતની છાતી પર હાથ મૂકી છેડછાડ કરવા લાગ્યો હતો. અચાનક થયેલા આ કૃત્યથી ડઘાઈ ગયેલી પીડિતાએ પ્રતિકાર કરતા જહેરૂદ્દીનના મિત્ર માજીદે પીડિતાને પોતાના તરફ ખેંચી અડપલા કરવાનું શરુ કરી દીધું હતું. ગભરાયેલી પીડિતાએ હોબાળો કરતા બગીચામાં હાજર કેટલાક લોકોની નજર તેમના પર પડી હતી.

    - Advertisement -

    લોકોએ જોયું કે 2 વ્યક્તિ એક સગીર વયની બાળકી સાથે છેડછાડ કરી રહ્યા છે. ત્યારે ત્યાં જઈ તેમણે પીડિતાને બંને યુવકોના હાથમાંથી છોડાવી હતી. આ સાથે જ ઉશ્કેરાયેલા લોકોએ બંનેને મેથીપાક પણ આપ્યો હતો. ત્યાર બાદ પીડિતાના પિતાને ફોન કરી ઘટના વિષે જાણ કરવામાં આવી હતી. જે બાદ પીડિતાના પિતા આવી પહોંચતા બંને આરોપીઓને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે જહેરૂદ્દીન ઉર્ફે શાહિદ સૈયદ અહેમદ (ઉ.વ. 19 રહે. રવિશંકર સોસાયટી, ભાઠેના) અને માજીદ મુસ્તાક અંસારી (ઉ.વ. 19 રહે. સંજર સોસાયટી, ઉન) વિરુદ્ધ પોક્સો સહિતના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ડિંડોલી ખાતે હિંદુ સગીરાની છેડતી થવાની ઘટના બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં