તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં અનેક નિર્દોષ બાળકોના ધર્માંતરણની ઘટના સામે આવી હતી ત્યારે હવે રાજધાની દિલ્હીમાં એક રૈન બસેરાના હિંદુ કેરટેકરનું ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરનારા આવા જ એક કટ્ટરપંથીની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસે હિંદુ ધર્મ વિશે એલફેલ બોલનારા અને ઇસ્લામ કબૂલવા હિંદુ વ્યક્તિને લાલચ આપનારા મોહમ્મદ કલીમ (ઉં.28)ને દબોચી લીધો છે. મોહમ્મદ કલીમે ચાંદની મહલ પોલીસ સ્ટેશન વિસ્તારના તુર્કમાન ગેટ પર આવેલા રૈન બસેરા આશ્રયસ્થળના કેરટેકર સંદીપ સાગર પર બળજબરી ઇસ્લામ અપનાવવા માટે દબાણ કર્યું હતું. કલીમે આ માટે સંદીપને પૈસાની અને નોકરીની લાલચ પણ આપી હતી. આરોપીએ સંદીપને કહ્યું હતું કે, જો તે પોતાનો ધર્મ બદલી નાખશે તો તેને સરકારી નોકરી મળશે.
હિંદુ ધર્મ વિશે વાંધાનજક બોલીને ઇસ્લામી વિડીયો બતાવતો હતો
ફરિયાદી સંદીપ સાગરે જણાવ્યા અનુસાર, આરોપી કલીમ હિંદુ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરતો હતો અને યુટ્યુબ પર ઇસ્લામ સંબંધિત વિડીયો બતાવીને તેને ઉશ્કેરતો હતો. તેણે ફરિયાદીને એમ કહીને હિંદુ ધર્મનો બહિષ્કાર કરવા દબાણ કર્યું હતું કે હિંદુ ધર્મમાં કોઈ વિશેષતા નથી. દિલ્હી પોલીસે 9 જૂનના રોજ આઈપીસી કલમ 153A અને 295A હેઠળ કલીમ સામે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસીપી સંજય કુમાર સૈને જણાવ્યું હતું કે, આરોપી બેચલર ઑફ ટેક્નોલોજી ગ્રેજ્યુએટ છે અને તેના ફોનમાંથી કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી હતી. ત્રણ લોકોએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
#WATCH | Delhi | Sanjay Kumar Sain, DCP Central speaks on allegations of threatening for religious conversion."…We have recorded the statement & taken cognizance of this case. The accused is a Bachelor of Technology graduate. Suspicious items were found from his mobile … a… pic.twitter.com/gYbDXlxjVp
— ANI (@ANI) June 11, 2023
દિલ્હીમાં હિંદુનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરનાર આરોપી મોહમ્મદ કલીમ ઉત્તર પ્રદેશના બારાબંકીનો રહેવાસી છે. પાંચ વર્ષ પહેલાં તેણે દિલ્હીના આશ્રયસ્થળમાં રાત્રિ રોકાણ કર્યું હતું એ દરમિયાન તે ફરિયાદીના સંપર્કમાં આવ્યો હતો.
ગાઝિયાબાદમાં ગેમિંગની આડમાં જેહાદનો પર્દાફાશ થયો
તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધર્માંતરણનું મોટું રેકેટ બહાર આવ્યું હતું જેમાં કટ્ટરપંથીઓ ઓનલાઈન ગેમિંગની આડમાં બાળકોને નિશાન બનાવતા હતા. કટ્ટરપંથીઓ નિર્દોષ બાળકોને ગેમમાં જીતવાની લાલચ આપી દિવસમાં પાંચ વખત નમાઝ પઢવા સહિતની પ્રથાઓનું પાલન કરાવીને ઇસ્લામ અપનાવવા મજબૂર કરતા હતા. આ કેસમાં સંડોવાયેલા એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. તો માસ્ટરમાઈન્ડ શાહનવાઝ ઉર્ફે બદ્દોને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.