Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કેવો કળિયુગ છે, એક નશેડી અને વ્યભિચારી પ્રભુ શ્રીરામનું પાત્ર ભજવશે..’: રામાયણ...

    ‘કેવો કળિયુગ છે, એક નશેડી અને વ્યભિચારી પ્રભુ શ્રીરામનું પાત્ર ભજવશે..’: રામાયણ પર આધારિત રણબીર-આલિયાની ફિલ્મ પર કંગના રનૌતે સાધ્યું નિશાન

    રણબીર-આલિયાની આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને ન તો કોઈ અભિનેતાના પાત્ર વિશે કંઈ કહેવામાં આવ્યું છે. પરંતુ, મીડિયા અહેવાલોમાં રણબીર કપૂર રામ બનશે તેવું સામે આવ્યા બાદ કંગના રનૌત રણબીર કપૂર પર પ્રહાર કરતા જોવા મળી હતી.

    - Advertisement -

    મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદોમાં ફસાયા બાદ આખરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને કૃતિ સેનન અનુક્રમે ભગવાન શ્રીરામ અને માતા સીતાનો રોલ ભજવતા જોવા મળશે. ‘આદિપુરુષ’ બાદ રામાયણ પર વધુ એક ફિલ્મ બનવાના અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં રણબીર કપૂર ભગવાન રામ, આલિયા ભટ્ટ માતા સીતા અને કેજીએફ સ્ટાર યશ રાવણની ભૂમિકામાં હશે. જોકે, અભિનેત્રી કંગના રનૌત રણબીર કપૂરની આ ફિલ્મને લઈને ભડકી ઉઠી છે.

    રણબીર-આલિયાની આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને ન તો કોઈ અભિનેતાના પાત્ર વિશે કંઈ કહેવામાં આવ્યું છે. પરંતુ, મીડિયા અહેવાલોમાં રણબીર કપૂર રામ બનશે તેવું સામે આવ્યા બાદ કંગના રનૌત રણબીર કપૂર પર પ્રહાર કરતા જોવા મળી હતી.

    કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “મેં સાંભળ્યું છે કે બૉલિવુડમાં રામાયણ પર વધુ એક ફિલ્મ બનવાની છે, જેમાં એક દુબળો-પાતળો વ્હાઇટ રેટ (કથિત અભિનેતા) જેને વિવેકબુદ્ધિની જરૂર છે, તે હવે ભગવાન રામ બનશે. તે ફિલ્મ ઉદ્યોગમાં લગભગ બધા સામે ખરાબ પીઆર કરવા માટે કુખ્યાત છે, નશેડી અને વ્યાભિચારી છે. તે ટ્રાઈલોજીમાં (જે કોઈએ જોઈ નથી અને ન તો તેના વધુ ભાગ બને એવું ઈચ્છે છે) પોતાને ભગવાન શિવ સાબિત કરવા માગે છે અને હવે ભગવાન રામ બનવા માગે છે.”

    - Advertisement -

    કંગનાએ આગળ લખ્યું કે, “બીજી તરફ એક સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર છે જે સેલ્ફમેડ પર્સન છે, જે સમર્પિત ફૅમિલી મૅન છે, પરંપરાઓમાં માને છે અને વાલ્મિકીના વર્ણન અનુસાર ભગવાન રામ જેવો દેખાય છે… તેને રાવણનો રોલ ઓફર કરવામાં આવ્યો છે… આ કેવો કળયુગ છે? ડ્રગ્સ લેનારા કોઇપણ નિસ્તેજ વ્યક્તિએ ભગવાન રામની ભૂમિકા ન ભજવવી જોઈએ. જય શ્રીરામ.”

    કંગનાએ બીજી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ડેન્જર એલર્ટનું સ્ટિકર મૂકીને લખ્યું છે કે, “જો તમે મારા પર એક વાર પ્રહાર કરશો તો હું તમારા પર ત્યાં સુધી પ્રહાર કરીશ જ્યાં સુધી તમારું મોત ન થઈ જાય!!!”

    ઉલ્લેખનીય છે કે, મીડિયા અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે રાવણની ભૂમિકા માટે છેલ્લા 8 મહિનાથી ફિલ્મ નિર્માતા અભિનેતા યશ સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, યશ તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં નથી આવી. આ ફિલ્મના નિર્દેશક મધુ મંટેના હશે અને ફિલ્મની સત્તાવાર જાહેરાત આ વર્ષે દિવાળી પર થઈ શકે છે.

    તિરુપતિ મંદિરમાં ‘આદિપુરુષ’ના નિર્દેશકે અભિનેત્રીને કિસ કરતાં વિવાદ થયો હતો

    તાજેતરમાં ‘આદિપુરુષ’ના નિર્દેશક ઓમ રાઉતે તિરુપતિ મંદિરના પરિસરમાં અભિનેત્રી કૃતિ સેનન, જે ‘આદિપુરુષ’ ફિલ્મમાં માતા સીતાનો રોલ કરી રહી છે, તેને ખુલ્લેઆમ કિસ કરતાં વિવાદ સર્જાયો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર ઓમ રાઉતને ફટકાર લગાવી હતી અને તેમના વર્તનને સીતા માતાનું અપમાન ગણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં