Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમંદિરમાં પઢી નમાજ, ગઝવા-એ-હિંદના નારા લગાવ્યા: યુપીના હાપુડમાં અનવરની ધરપકડ, મંદિરને બૉમ્બથી...

    મંદિરમાં પઢી નમાજ, ગઝવા-એ-હિંદના નારા લગાવ્યા: યુપીના હાપુડમાં અનવરની ધરપકડ, મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની આપી હતી ધમકી

    ઘટના બાદ આક્રોશિત હિંદુ સમાજે મંદિર ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ આરોપીની ધરપકડની માંગ કરી હતી.

    - Advertisement -

    ગત શુક્રવારે (9 જૂન, 2023) ઉત્તર પ્રદેશના હાપુડમાં આવેલા પ્રાચીન ચંડી મંદિરમાં એક મુસ્લિમ યુવકે જુમ્માની નમાજ પઢીને ગઝવા-એ-હિંદના નારા લગાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. અનવર નામના આ યુવકે મંદિરમાં નમાજ પઢવાની સાથે પવિત્ર પરિસરને આવતા જુમ્મા એટલે કે શુક્રવારના રોજ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં જ્યારે મંદિરના પૂજારી અને હિંદુ શ્રદ્ધાળુઓએ જ્યારે અનવરને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેમને અભદ્ર ગાળો પણ આપી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

    મળતી માહિતી અનુસાર શુક્રવારે (9 જુન 2023) સવારે લગભગ 4:40 વાગ્યાના આસપાસ ઉત્તર પ્રદેશના હાપુડમાં આવેલા પ્રાચીન ચંડી મંદિરમાં અનવરે ચાદર પાથરીને જુમ્માની નમાજ પઢી હતી અને ત્યારબાદ ગઝવા-એ-હિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ અનવરે મંદિરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. ઘટના સમયે મંદિર પરિસરમાં હાજર લોકોએ જયારે આરોપીને અટકાવવાનો પ્રયાસ કર્યો, તે સમયે તેણે પૂજારી સહિતના લોકો સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ હિંદુ સમુદાયના લોકો મોટી સંખ્યામાં આ ઐતિહાસિક મંદિરે આવી પહોંચ્યા હતા. જોકે અનવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે CCTVના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો.

    ચંડી મંદિરના સંચાલકોના જણાવ્યા અનુસાર શુક્રવારે વહેલી સવારે એક મુસ્લિમ યુવક મદિર પરિસરમાં આવી ચઢ્યો હતો. થોડી વાર આમતેમ આંટા માર્યા બાદ તે ચાદર પાથરીને નમાજ પઢવા લાગ્યો હતો. જે જોઇને મંદિરના પૂજારી સહિત દર્શને આવેલા હિંદુ શ્રદ્ધાળુએ તેને રોક્યો હતો. જેના કારણે અનવર ઉશ્કેરાઈ ગયો હતો અને લોકો સાથે ગાળાગાળી કરીને આવતા જુમ્માના દિવસે પણ અહીં જ નમાજ પઢશે અને મંદિરને બૉમ્બથી ઉડાવી દેશે તેવી ધમકી આપી હતી. આ સાથે તેણે ગઝવા-એ-હિંદના નારા લગાવીને મંદિરની સંપત્તિ લૂંટી લેવાની ધમકીઓ પણ આપી હતી.

    - Advertisement -

    આ ઘટના બાદ આક્રોશિત હિંદુ સમાજે મંદિર ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ આરોપીની ધરપકડની માંગ કરી હતી. હોબાળો જોઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ મંદિરે પહોંચીને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. આ મામલે ડીએમ પ્રેરણા શર્માએ જણાવ્યું હતું કે, “ચંડી મંદિરમાં એક મામલો બન્યો તેવું ધ્યાને આવ્યું છે. મેં અને એસપી સાહેબે મંદિર કમિટી અને હાજર અન્ય કેટલાક લોકો સાથે વાત કરી છે આ મેટરની તપાસ થઇ રહી છે.” બીજી તરફ, ઘટના બાદ હિંદુ સમુદાયના લોકોએ મંદિરની સાફસફાઈ કરી તેને ગંગાજળથી ધોઈને પૂજા અર્ચના કરી મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું, તો બીજી તરફ પોલીસે આરોપી અનવરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં