Tuesday, November 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવધુ એક કેસમાં દોષી ઠેરવાયો માફિયા મુખ્તાર અન્સારી, કોર્ટે આજીવન કેદની સજા...

    વધુ એક કેસમાં દોષી ઠેરવાયો માફિયા મુખ્તાર અન્સારી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી: સજા સાંભળતાં જ માથું પકડીને બેસી ગયો; જાણો શું છે કેસ

    મુખ્તાર અન્સારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે. તેની સામે અનેક કેસ ચાલી રહ્યા છે તો ઘણા કેસમાં તેને સજા પણ મળી ચૂકી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના માફિયા-ગેંગસ્ટર મુખ્તાર અન્સારીને (Mukhtar Ansari) વધુ એક કેસમાં સજા થઇ છે. 32 વર્ષ જૂના એક હત્યાકાંડમાં આજે વારાણસીની MP-MLA કોર્ટે મુખ્તારને દોષી ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા મળ્યા બાદ મુખ્તાર માથું પકડીને બેસી ગયો હતો. 

    મુખ્તાર અન્સારીને સોમવારે (5 જૂન, 2023) વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે સજાનું એલાન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સજા સાંભળતાંની સાથે જ મુખ્તારના ચહેરાની રેખા બદલાઈ ગઈ હતી અને તે માથું પકડીને બેસી ગયો હતો. 

    આ કેસ કોંગ્રેસ નેતા અજય રાયના ભાઈ અવધેશ રાયના હત્યાકાંડ મામલનો છે. 32 વર્ષ પહેલાં 3 ઓગસ્ટ, 1991ના રોજ અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ હત્યાનો આરોપ મુખ્તાર અન્સારી પણ લગાવવામાં આવ્યો હતો અને જે મામલે વારાણસીની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આખરે આજે કેસનો ચુકાદો આવ્યો છે અને મુખ્તારને સજા મળી છે. 

    - Advertisement -

    હત્યા થઇ તે સમયે અવધેશ રાય તેમના વારાણસી સ્થિત ઘરની બહાર જ ઉભા હતા. ત્યારે હુમલાખોરોએ વાનમાં આવીને અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ તેમના ભાઈ અજય રાયે વારાણસીના ચેતગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, જેમાં મુખ્તાર અન્સારી પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેની સાથે પૂર્વ MLA અબ્દુલ કલામ, ભીમ સિંહ, કમલેશ સિંહ અને રાકેશ શ્રીવાસ્તવને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. આરોપીઓમાંથી ભીમ સિંહ હાલ ગેંગસ્ટર કેસમાં સજા પામીને ગાઝીપુરની જેલમાં બંધ છે. રાકેશ પર પ્રયાગરાજમાં એક કેસ ચાલી રહ્યો છે અને અબ્દુલ કલામ અને કમલેશ મૃત્યુ પામ્યા છે. 

    મુખ્તાર અન્સારી હાલ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે. તેની સામે અનેક કેસ ચાલી રહ્યા છે તો ઘણા કેસમાં તેને સજા પણ મળી ચૂકી છે. ગત એપ્રિલમાં યુપીના ગાઝીપુરની MP-MLA કોર્ટે તેને અને તેના ભાઈ અફજાલ અન્સારીને ગેંગસ્ટર કેસમાં દોષી ઠેરવ્યા હતા અને મુખ્તારને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ કેસ પણ હત્યા અને અપહરણ સબંધિત હતા. કેસમાં સજા મળ્યા બાદ મુખ્તારના ભાઈ અને બહુજન સમાજ પાર્ટીના નેતા અફજાલ અન્સારીનું સાંસદ પદ પણ રદ કરવામાં આવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં