સોનિયા ગાંધી EDના સમન્સ બાદ હોસ્પિટલમાં દાખલ થયા છે, નેશનલ હેરાલ્ડ અખબારને લગતા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સોનિયા ગાંધીને સમન્સ મળ્યા બાદ, એવા અહેવાલ છે કે કોંગ્રેસ અધ્યક્ષને કોવિડ સંબંધિત સમસ્યાઓના કારણે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 જૂનના રોજ, સોનિયા ગાંધી EDના સમન્સ બાદ કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદ તેમણે પોતાને અલગ કરી લીધા હતા. તેમની હાલત હવે સ્થિર છે. કોંગ્રેસના નેતાઓએ આ જાણકારી આપી છે અને તેમને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાના જણાવ્યાં અનુસાર, “કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડના કારણોસર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સ્થિર છે અને હોસ્પિટલના નિરીક્ષણ હેઠળ છે. અમે કોંગ્રેસ સાથે જોડાયેલા દરેક શુભેચ્છકોનો આભાર માનીએ છીએ.”
Congress President, Smt. Sonia Gandhi was admitted to Ganga Ram Hospital today owing to Covid related issues. She is stable and will be kept at the hospital for observation.
— Randeep Singh Surjewala (@rssurjewala) June 12, 2022
We thank all the Congress men & women as also all well wishers for their concern and good wishes.
જણાવી દઈએ કે 23 જૂને ED દ્વારા પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ મળ્યા બાદ એક તરફ કોવિડના કારણોસર સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, તો બીજી તરફ તેમની પાર્ટીના કાર્યકરોએ 13 જૂને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શનની તૈયારીમાં વ્યસ્ત છે.
હકીકતમાં, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા 2 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, રાહુલે દેશની બહાર હોવાથી બીજી કોઈ તારીખ માંગી હતી. આ પછી, EDએ તેને 13 જૂનની તારીખ આપી. હવે આવતીકાલે તેઓને ED સમક્ષ પૂછપરછ માટે જવું પડશે અને તેથી જ કોંગ્રેસના કાર્યકરો કેન્દ્રની સામે શક્તિ પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસે પોતાના સાંસદોને 13 જૂનની સવારે દિલ્હીમાં હાજર રહેવા જણાવ્યું છે.
સૂત્રો તરફથી મળી રહેલી માહિતીમાં જણાવવાંમાં આવ્યું છે કે 13 જૂને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો અને પાર્ટીના સાંસદો દિલ્હીમાં ED હેડક્વાર્ટર તરફ કૂચ કરશે.
નેશનલ હેરાલ્ડ કેસ
કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળની ‘યંગ ઈન્ડિયન’માં નાણાકીય ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં આ કેસ નોંધવામાં આવ્યો હતો. ‘નેશનલ હેરાલ્ડ’ અખબાર યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડનું છે. ‘નેશનલ હેરાલ્ડ’ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત થાય છે અને તેની માલિકી યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ છે. બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો પર યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડના ફંડની છેતરપિંડી અને ઉચાપત કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. સ્વામીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડે કોંગ્રેસને AJLના દેવાના 90.25 કરોડ રૂપિયાની વસૂલાતના અધિકારો મેળવવા માટે માત્ર 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
નોંધનીય છે કે ED અનુસાર, 2010માં માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ થયેલી ગાંધી પરિવાર દ્વારા નિયંત્રિત NGO પાસે હવે 800 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.