Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઉમેદવારો પાસેથી પૈસા માંગવામાં આવે છે’: દિલ્હીમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડનો દાવો, શિક્ષણ...

    ‘ઉમેદવારો પાસેથી પૈસા માંગવામાં આવે છે’: દિલ્હીમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડનો દાવો, શિક્ષણ મંત્રીની વેબસાઈટ પર જોવા મળ્યો ભેદી પત્ર, AAP નેતાએ ટ્વિટર બાયો પરથી લિંક હટાવી

    આ લેટરમાં ‘ડેફિશિયન્સી સ્કૅમ’નો આરોપ મૂકવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોને એવા વૉટ્સએપ કૉલ પણ આવી રહ્યા છે જેમાં તેમની પાસેથી એક શખ્સ પૈસાની માગણી કરી રહ્યો છે.

    - Advertisement -

    દિલ્હીના શિક્ષણ મંત્રી અને આમ આદમી પાર્ટી નેતા આતિશીની વેબસાઈટ હાલ ચર્ચામાં છે. તેમની વેબસાઈટ ઉપર એક ભેદી પત્ર જોવા મળ્યો હતો, જે એક વ્યક્તિએ આતિશીને ઉદ્દેશીને લખ્યો છે. જેમાં કથિત રીતે દિલ્હીના શિક્ષણ વિભાગમાં સ્કૅમ થતો હોવાની માહિતી આપવામાં આવી છે. આ પત્ર વિશે જાણકારી બહાર આવ્યા બાદ શિક્ષણ મંત્રીએ પોતાના ટ્વિટર બાયોમાંથી લિંક હટાવી દીધી હતી. 

    પહેલાં દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીની મૂળ વેબસાઈટ પર ન્યુઝ, ઈવેન્ટ્સ અને ફોટોગ્રાફ દેખાતા હતા, પણ હવે આ કન્ટેન્ટને બદલે માત્ર એક પ્લેઈન ટેક્સ્ટ વેબપેજ દેખાય છે. જેમાં આતિશીને ઉદ્દેશીને એક પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં દિલ્હીના શિક્ષણ વિભાગમાં સ્કૅમ થતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પત્ર લખનાર વ્યક્તિએ એવું લખ્યું છે કે, દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ દ્વારા તેની એક પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી હતી અને એ સંબંધિત ડોઝિયર એક વર્ષ પહેલાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (DOE)ને મોકલવામાં આવ્યું હતું, પરંતુ આ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ અપડેટ નથી આપવામાં આવી.

    આ ઉપરાંત, પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ માત્ર એક ઘટના નથી, એવા કેટલાય ઉમેદવારો છે કે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમની પણ ફાઈલ અટકાવવામાં આવી છે. આ લેટરમાં ‘ડેફિશિયન્સી સ્કૅમ’નો આરોપ મૂકવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોને એવા વૉટ્સએપ કૉલ પણ આવી રહ્યા છે જેમાં તેમની પાસેથી એક શખ્સ પૈસાની માગણી કરી રહ્યો છે. પત્ર લખનારે આગળ જણાવ્યું છે કે, “મારી પાસે કોલ રેકોર્ડિંગ્સ અને અન્ય મજબૂત પુરાવા પણ છે જે સાબિત કરે છે કે DEOમાં ભ્રષ્ટ અધિકારીઓ છે.

    - Advertisement -

    પત્રમાં શું લખવામાં આવ્યું છે?

    હું દિલ્હીના ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશનમાં TGT(91/20) કોમ્પ્યુટર સાયન્સ શિક્ષક તરીકે જોડાવાને લગતી એક ગંભીર સમસ્યા તમારા ધ્યાને દોરવા માગું છું. DSSSB દ્વારા આ પોસ્ટ માટે મારી પસંદગી કરવામાં આવી હતી અને મારું ડોઝિયર લગભગ એક વર્ષ પહેલાં DOEને ફોરવર્ડ કરવામાં આવ્યું હતું, તેમ છતાં હું હજુ સુધી મારી પોસ્ટમાં જોડાયો નથી. મારી અરજીમાં કેટલીક ખામીઓ વિશે મને DOE દ્વારા જાણ કરવામાં આવી હતી, જે મેં દૂર કરી હતી. જોકે, ત્યારથી મને DOE તરફથી કોઈ અપડેટ નથી આપવામાં આવી. આના લીધે હું છેલ્લા એક વર્ષથી પરેશાન છું.

    કમનસીબે, આ એક ઘટના નથી, કારણકે, એવા ઘણા ઉમેદવારો છે જેમની ફાઈલો હોલ્ડ પર છે અને ડિપાર્ટમેન્ટ તરથી તેમણે કોઈ જાણ નથી કરવામાં આવી. એવું લાગે છે કે આ DOEના ‘ડેફિશિયન્સી સ્કૅમ’નો એક ભાગ છે. હું તમને વિનંતી કરું છું કે આ બાબતની તપાસ કરો અને DOEને પૂછો કે તેમણે સિલેક્ટેડ ઉમેદવારોને કેટલી ડેફિશિયન્સી આપી છે અને આ અંગે DOEની ઓફિશિયલ વેબસાઈટ પર કોઈ માહિતી શા માટે નથી આપવામાં આવી? ઉમેદવારો સફળતાપૂર્વક જરૂરી દસ્તાવેજો સબમિટ કરે તેમ છતાં ખામીઓ દૂર કરવામાં નથી આવતી અને કોઈ નોટિસ પણ નથી આપવામાં આવતી. બીજી તરફ પસંદગી કરાયેલા ઉમેદવારોને એક વ્યક્તિ તરફથી વૉટ્સએપ કૉલ આવી રહ્યો છે જેમાં ખામીઓ દૂર કરવા માટે 10-12 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. મારી પાસે કૉલ રેકોર્ડિંગ્સ અને અન્ય મજબૂત પુરાવા છે જે એ સાબિત કરે છે કે DOEમાં ભ્રષ્ટ અધિકારીઓ છે.

    આ ઉપરાંત, મારા ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ E-IV બ્રાંચમાંથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી, પરંતુ તેઓએ જે પ્રશ્નો ઊભા કર્યા હતા તેનો આજદિન સુધી ઉકેલ આવ્યો નથી. DOEમાં નોકરી મેળવવા માટે ઉમેદવારોને 10-13 વર્ષનો સમય લાગે છે, જે ઘણો લાંબો છે. હું તમને વિનંતી કરું છું કે તાત્કાલિક DOE ને પૂછો કે પસંદગીની પ્રક્રિયામાં આટલો લાંબો સમય કેમ લાગે છે અને આ મુદ્દાને ઉકેલવા માટે તેમના ક્યારે પગલાં લેશે.

    DOE સ્ટાફ RTI એક્ટને ગેરમાર્ગે દોરે છે અને RTIમાં કોઈ માહિતી આપતા નથી. આ ગંભીર ચિંતાનો વિષય છે અને તમારે ધ્યાન આપવાની જરૂર છે.

    હું તમને આ મામલે તપાસ કરવા અને આ મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરું છું. આ વાંચવા માટે સમય આપવા બદલ આભાર.

    પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે દિલ્હીમાં કમ્પ્યુટર શિક્ષકની પોસ્ટ પસંદ કરાયેલ એ વ્યક્તિ દ્વારા વેબસાઈટ હૅક કરવામાં આવી હતી, પરંતુ ડોમેઈનનું બેઝિક એનાલિસીસ એવું કહે છે કે તે એક મહિના પહેલાં જ 22 એપ્રિલના રોજ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ આતિશીની વેબસાઈટ લાંબા સમયથી અસ્તિત્વમાં છે અને તેનું સૌથી પહેલું આર્કાઇવ ઓક્ટોબર 2018નું છે.

    આ સૂચવે છે કે ડોમેઈન નામ Atishi.in થોડા સમય પહેલાં સમાપ્ત થઈ ગયું છે અને દિલ્હીના શિક્ષણમંત્રી અથવા તેમની ટીમ સમયસર એ રિન્યુ કરવામાં નિષ્ફળ રહી હતી. કોઈએ આ તકનો લાભ ઉઠાવીને ડોમેઈન ખરીદ્યું અને વેબસાઈટ પર ટેક્સ્ટ અપલોડ કર્યું. તેથી આ એક્સપાયર્ડ ડોમેઈન ખરીદવાનો કેસ હોઈ શકે છે, હૅકિંગનો નહીં. જો આવું થયું હોય, તો આતિશી માટે ડોમેઈન નામ atishi.in રિકવર કરવું મુશ્કેલ બનશે.

    ઉલ્લેખનીય છે કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ થયા બાદ AAP નેતા આતિશીને દિલ્હીના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં