Monday, November 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કર્ણાટક ચૂંટણીમાં પત્રકારોની એક ટીમ મારા માટે કામ કરતી હતી’: ડીકે શિવકુમારે...

    ‘કર્ણાટક ચૂંટણીમાં પત્રકારોની એક ટીમ મારા માટે કામ કરતી હતી’: ડીકે શિવકુમારે કર્યો ખુલાસો, કોંગ્રેસ-મીડિયા નેક્સસ ફરી ખુલ્લું પડ્યું

    એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં શિવકુમારે ઘટસ્ફોટ કર્યો હતો, જોકે આ પત્રકારો કોણ છે તે અંગે તેમણે ફોડ પાડ્યો ન હતો.

    - Advertisement -

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કેટલાક પત્રકારો કોંગ્રેસની જીત પાક્કી કરવા માટે કામ કરી રહ્યા હતા. પત્રકારોનું આ જૂથ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સાથે સંકળાયેલું હતું, જેનો ખુલાસો શિવકુમારે પોતે કર્યો છે. તેમની આ કબૂલાતે કોંગ્રેસ અને મીડિયાની સાંઠગાંઠ ફરી જગજાહેર કરી દીધી છે.

    ગત 16 મે 2023ના રોજ ઈન્ડીયા ટૂડેના પત્રકાર નબીલા જમીલ સાથે વાતચીત કરતાં શિવકુમારે ચૂંટણીમાં કેટલાક પત્રકારો તેમના માટે કામ કરી રહ્યા હતા તેવો ખુલાસો કર્યો હતો. આ વાર્તાલાપના વિડીયોમાં 4 મિનીટ 16 સેકંડ પર શિવકુમારને કહેતા સાંભળી શકાય છે કે તેમણે એકલાએ જ પોતાના દમ પર કર્ણાટકમાં પોતાની જીત સુનિશ્ચિત કરી છે. તેમના માટે ત્રણ ટીમ કામ કરી રહી હતી, જે AIC (અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી)થી અલગ હતી. તેઓ જણાવે છે કે તેમની એક ટીમ પત્રકારોની હતી, એક તેમના રાજનૈતિક સમર્થકોની અને તેના સિવાય તેમની 10 વર્ષ જૂની સિસ્ટમ આ ચૂંટણીમાં સક્રિય હતી.

    આ પ્રમાણે બોલતાં-બોલતાં જ શિવકુમારે એ ઉજાગર કરી નાંખ્યું કે તેમની ‘કૃપા’થી કર્ણાટક ચૂંટણીમાં પત્રકારો કોંગ્રેસની જીત નક્કી કરવા પાર્ટી પ્રત્યે જનતાની ધારણા બદલવા માટેના મિશનમાં જોતરાયેલા હતા. જોકે આ પત્રકાર કોણ છે, તેનો ખુલાસો શિવકુમારે નહતો કર્યો. અહીં ઉલ્લેખનીય છે કે ડીકે શિવકુમાર કર્ણાટકના ડેપ્યુટી સીએમ બનશે, જ્યારે મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા ફરી એક વખત શપથ લેશે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં JDSના મુસ્લિમ મતદારોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. ઘણા લોકો માને છે કે મુસ્લિમ વોટબેંક કોંગ્રેસની તરફેણમાં વધુ મક્કમતાથી ઉભી હોવાનો આ સંકેત છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા આ ધ્રુવીકરણ વધુ ઘેરું બની શકે છે. એટલે જ હાઈકમાન્ડે એવી વ્યક્તિની પસંદગી કરી જે વૈચારિક રીતે ભાજપ-આરએસએસનો વિરોધી છે અને જે મુસ્લિમ વોટ બેંકને એકજૂટ કરવાના પક્ષના એજન્ડાને દ્રઢતાપૂર્વક આગળ ધપાવી શકે છે,

    - Advertisement -

    તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે ડીકે શિવકુમારની છાપ ‘હિંદુ વ્યક્તિ’ તરીકેની હોવાના કારણે તેમને સીએમ બનાવવામાં ન આવ્યા. બીજી તરફ, સિદ્ધારમૈયા ડાબેરી પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવાના કારણે તેમજ ભાજપ અને RSSની વિચારધારાના વિરોધી હોવાના કારણે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો.

    જોકે સીધ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણય પર પાર્ટીમાં અત્યારથી જ અસંતોષ દેખાવા લાગ્યો છે. કોંગ્રેસ સાંસદ અને શિવકુમારના ભાઈ ડીકે સુરેશે કહ્યું છે કે તેઓ આ નિર્ણયથી સંપૂર્ણ રીતે ખુશ નથી તો જી પરમેશ્વર જેવા નેતા પોતાને નાયબ મુખ્યમંત્રી ન બનાવવા પર અસંતોષ જાહેર કરી ચૂક્યા છે. આ ઉપરાંત કર્ણાટક વક્ફ બોર્ડ પણ મુસ્લિમ કર્ણાટકમાં ઉપમુખ્યમંત્રી અને ગૃહ તેમજ સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા 5 મહત્વપૂર્ણ મંત્રાલયો મુસ્લિમો માટે માંગી ચૂક્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં