Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશભરમાં હિંસક પ્રદર્શનો અને જાનથી મારવાની ધમકીઓનો સામનો કરી રહેલ નૂપુર શર્માના...

    દેશભરમાં હિંસક પ્રદર્શનો અને જાનથી મારવાની ધમકીઓનો સામનો કરી રહેલ નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા વડોદરા-સુરતના હિન્દુ સંગઠનો

    નોંધનીય છે કે ગઈ કાલે શુક્રવારની નમાજ બાદ આખા દેશમાં ઠેર ઠેર હિંસક તોફાનો થાય હતા.

    - Advertisement -

    પૈગંબર મુહમ્મદ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણીના આરોપમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્મા સામે દેશભરમાં વિરોધ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ કાલે રાતે અને આજે સવારે વડોદરાના હિન્દુ સંગઠનોએ જાહેરમાં આવીને નૂપુર શર્માના સમર્થનમાં પ્રદર્શન કરીને નારા લગાવ્યા હતા.

    ગઈ કાલે જુમ્માની નમાજ બાદ દેશના અનેક શહેરોમાં હિંસક તોફાનો થયા હતા, જેમાં પથ્થરમારા અને આગચંપીના બનાવો પણ બન્યા હતા. ઘણી જગ્યાએ પોલીસ જવાનો પર પણ હુંમલા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પણ અમદાવાદ અને વડોદરામાં ઇસ્લામવાદીઓએ શુક્રવારની નમાજ બાદ પોતાનો વિસ્તાર બાનમાં લીધો હતો. વડોદરામાં ગોરવા ફાટક પાસેના શાકમાર્કેટના રસ્તા પર મુસ્લિમોએ નૂપુર શર્માના ફોટાઓ પાથરીને પ્રદર્શન કર્યું હતું અને નારાએ તકબીરના નારા લગાવ્યા હતા.

    જે બાદ રાતના સમયે નૂપુર શર્માના સમર્થનમાં વડોદરાના હિન્દુ સંગઠનો આવ્યા છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતા. ‘નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈ’ ના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સવારે મુસ્લિમો સામે ઢીલી પડેલ પોલીસ સાંજે આ હિન્દુ સંગઠનોના શાંતિપૂર્ણ પ્રદર્શનને બંધ કરાવવા તરત જ પહોચી ગઈ હતી અને હિન્દુ સંગઠનોને સમજાવીને રસ્તેથી હટાવ્યા હતા.

    - Advertisement -

    ત્યાર બાદ આજ સવારે બ્રહ્મસમાજ તથા અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં સુરતના પરશુરામ ગાર્ડન ખાતે નૂપુર શર્માના સમર્થનમાં પ્રદર્શન કરવા આવ્યા હતા. તેમનું કહેવું છે કે નૂપુર શર્મા સામે જે લોકો હિંસક વિરોધ નોંધાવી રહ્યા છે તે અયોગ્ય છે. તેઓ નૂપુર શર્માના સમર્થનમાં રસ્તા પર પણ ઉતરી પડશે અને દેશની અખંડિતતા માટે અંત સુધી નૂપુર સાથે ઊભા રહેશે.

    નોંધનીય છે કે પૂર્વ ભાજપ પ્રવક્તાને રોજ ઠેર ઠેરથી જાનથી મારવાની અને સિર કલમ કરવાની ધમકીઓ મળી રહી છે, તેમનું માથું વાઢવા માટે જુદા જુદા ઇનામો જાહેર કરવામાં આવી રહ્યા છે. જે જોતાં હવે જુદી જુદી જગ્યાએથી હિન્દુ સંગઠનો તેમના સમર્થનમાં બહાર આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં