Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુઓ કો દોસ્ત બનાઓગી તુમ?’: મેરઠમાં હિંદુ યુવક સાથે ફરતી બે મુસ્લિમ...

    ‘હિંદુઓ કો દોસ્ત બનાઓગી તુમ?’: મેરઠમાં હિંદુ યુવક સાથે ફરતી બે મુસ્લિમ યુવતીઓને ટોળાએ હેરાન કરી, વિડીયો વાયરલ

    અજ્ઞાત ઈસમોએ હિંદુ યુવક સાથે મારપીટ પણ કરી હતી અને તેને કૉલર પકડીને માર્કેટમાં ફેરવ્યો હતો. જેના કારણે તેને માથાના ભાગે ઇજા પણ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં હિંદુ મિત્ર સાથે જોવા મળવા પર મુસ્લિમ યુવતીની તેના જ સમુદાયના લોકોએ હેરાનગતિ કરી હોય તેવા ઘણા વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં સામે આવ્યા હતા. હવે ઉત્તર પ્રદેશના મેરઠનો આવો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બજારમાં હિંદુ યુવક સાથે ફરતી બે મુસ્લિમ યુવતીઓ સાથે કટ્ટરપંથીઓએ ગેરવર્તન કર્યું હતું. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે. 

    વાયરલ વિડીયોમાં કેટલાક ઈસમો બુરખો પહેરેલી બે મુસ્લિમ યુવતીઓને ઘેરીને કશુંક પૂછતા જોવા મળે છે. જેના જવાબમાં યુવતી કહે છે કે તે તેમનો મિત્ર છે. ત્યારબાદ કેમેરા પાછળથી એક વ્યક્તિ કહે છે કે, “હિંદુઓને મિત્ર બનાવશે તું?” ત્યારબાદ તે યુવતીને નજીક બોલાવીને તેનો ચહેરો બતાવવા માટે કહે છે, જેને લઈને બંને વચ્ચે રકઝક થાય છે. 

    ત્યારબાદ તે વ્યક્તિ આ યુવતીઓના મિત્ર પાસે જાય છે અને તેનું નામ પૂછે છે. જેની ઉપર યુવક વારંવાર આજીજી કરતો જોવા મળે છે અને કહે છે કે તેઓ સ્ટાફ છે. વીડિયોમાં યુવક એમ પણ કહેતો સંભળાય છે કે તેને માથાના ભાગે ઇજા પહોંચી છે. 

    - Advertisement -

    એક રિપોર્ટ અનુસાર, અજ્ઞાત ઈસમોએ હિંદુ યુવક સાથે મારપીટ પણ કરી હતી અને તેને કૉલર પકડીને માર્કેટમાં ફેરવ્યો હતો. જેના કારણે તેને માથાના ભાગે ઇજા પણ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વિડીયો શનિવારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોનું મેરઠ પોલીસે સંજ્ઞાન લીધું હતું અને કેસ દાખલ કર્યો હતો. પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે, પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેઓ હાલ આરોપીઓની ઓળખ કરી રહ્યા છે. તેમજ ઉમેર્યું હતું કે, યુવતી અને તેમની સાથે ફરતો યુવક, ત્રણેય વયસ્ક છે અને પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં ફરી શકે છે. આરોપીઓને જલ્દીથી પકડી લેવામાં આવશે. 

    તાજેતરમાં આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહી છે. થોડા દિવસ પહેલાં જયપુરના બે વિડીયો વાયરલ થયા હતા, જેમાંથી એકમાં હિજાબ પહેરેલી યુવતીને ટોળાએ પરેશાન કરીને તેના હિંદુ મિત્રનો નંબર માંગ્યો હતો. બીજા એક વિડીયોમાં, બુરખો પહેરેલી એક યુવતીનો પીછો કરતા લોકો જોવા મળ્યા હતા. બંને યુવતીઓ સાથે હિંદુ મિત્ર સાથે દેખાવા પર આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. તે પહેલાં અમદાવાદના જુહાપુરામાંથી પણ આવી એક ઘટના સામે આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં