Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કમ્યુનિસ્ટોએ મારા જીવનનાં 20 વર્ષ બરબાદ કરી નાંખ્યાં, મા-બાપ, પરિવાર બધું ખરાબ-...

    ‘કમ્યુનિસ્ટોએ મારા જીવનનાં 20 વર્ષ બરબાદ કરી નાંખ્યાં, મા-બાપ, પરિવાર બધું ખરાબ- એવું જ શીખવતા હતા’: પિયુષ મિશ્રા

    - Advertisement -

    જાણીતા કેરેક્ટર આર્ટિસ્ટ પિયુષ મિશ્રાએ હમણાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વામપંથી બનીને તેમણે પોતાના જીવનનાં 20 વર્ષ બરબાદ કરી નાંખ્યાં હતાં. વામપંથ પર તેમણે પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, કૉમરેડ બનીને તેમણે પોતે જ તેમના જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું. કમ્યુનીસ્ટોએ તેમને દબોચી રાખ્યા હતા, બહુ મુશ્કેલીથી તેઓ તેમની પકડમાંથી છૂટ્યા હતા.

    પિયુષ મિશ્રાએ જણાવ્યું કે, “કમ્યુનિસ્ટોએ મારા જીવનનાં 20 વર્ષ બરબાદ કરી નાંખ્યાં, તેઓ કહેતા કે- પરિવાર ખરાબ વસ્તુ છે, મા-બાપ ખરાબ છે… તમારે સમાજ માટે કામ કરવાનું છે. આ બધા સમાજનો ભાગ નથી શું? આ સવાલ પર તેઓ કહેતા ના…ના.. સમાજના ભાગ અલગ અલગ હોય છે, ક્રાંતિ ક્યાંકથી આવશે.”

    પિયુષ મિશ્રા આગળ કહે છે કે, “તેઓ સતત 20 વર્ષ સુધી મારી પાસે કામ કરાવતા રહ્યા. તેઓ કહેતા- પૈસા કમાવવા પાપ છે, જે પૈસા કમાય છે તે પૂંજીપતિ કહેવાય છે. તે કેપિટલિસ્ટ બની જાય છે, પૈસા ક્યારે ય ન કમાતા. ત્યારે મેં કહ્યું- ક્યારેય નહીં કમાઉ સર, મેં જીવનમાં બધાનો ત્યાગ કરી દીધો નાંખ્યો, માં… બાપ.. પત્ની.. તમામને ત્યજી દીધા.”

    - Advertisement -

    કૉમરેડ બનવાના પોતાના અનુભવોને કહેતા અભિનેતા જણાવે છે કે, “જ્યારે મને ભાન થયું કે હું કેટલો ખરાબ બાપ બની ગયો, ખરાબ દીકરો સાબિત થઈ ગયો. મને લાગ્યું કે હવે બહુ થયું, હવે મારે ખરાબ બાપ નથી સાબિત થવું… તે સમયે મારા મોટા દીકરાની ઉમર ખૂબ નાની હતી. મને ભાન થઇ ગયું કે ‘પિયુષ તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે.’ તે લોકોએ (વામપંથીઓએ) મારું બધું જ છીનવી લીધું, હું એ હદ સુધી પહોંચી ગયો કે મને મારા પરિવારની ક્યારેય કોઈ જ ચિંતા નહોતી”

    તેમણે આગળ જણાવ્યું કે, “તેઓ જુનિયર કેડેટ પાસે એટલું ખરાબ રીતે કામ લે છે કે કશું કહી શકાય તેમ નથી. સ્ટાલિનનું ભૂત હતું, કમ્યુનિસ્ટનો અર્થ સ્ટાલિન થાય છે. એક વ્યક્તિ હોય છે જે તમામનો સર્વેસર્વા હોય છે અને તેના સિવાયના તમામ લોકો જુનિયર હોય છે અને જે જુનિયર હોય છે તે તેનું મોં જોયે રાખે છે કે હવે આગળ અમારે શું કરવાનું છે, શું ખાવાનું છે, શું પીવાનું છે. તે સમયે હું પણ તેમના માટે સતત કામ કરતો રહ્યો…. અવિરતપણે..”

    પિયુષ મિશ્રાએ પોતાની દુર્દશા વિશે જણાવતા કહ્યું કે, “એ લોકો માટે કામ કરતા કરતા હું સંપૂર્ણપણે ભાંગી ચૂક્યો હતો. મારી શારીરિક હાલત કથળી ચુકી હતી, આટલું જ નહીં, મારી માનસિક હાલત પણ ખરાબ થઈ ચૂકી હતી. વામપંથમાં મારી લાગણીઓને અત્યંત ઠેસ પહોંચી હતી.” પિયુષે જણાવ્યું કે એક સારા પિતા બનવા માટે તેમણે ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં