Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆલીશાન ડ્રોઈંગ રૂમ, લાખોની કિંમતના માર્બલ, રિમોટથી ખુલતા દરવાજા: સામે આવી કેજરીવાલના...

    આલીશાન ડ્રોઈંગ રૂમ, લાખોની કિંમતના માર્બલ, રિમોટથી ખુલતા દરવાજા: સામે આવી કેજરીવાલના 45 કરોડના ‘શીશમહેલ’ની તસ્વીરો

    ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર આ તસ્વીરો ફરતી થઇ છે, જેમાં કેજરીવાલનું આલીશાન ઘર જોઈ શકાય છે.

    - Advertisement -

    બહાર આમ આદમી હોવાનો ઢંઢેરો પીટતા રહેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 45 કરોડના રિનોવેશનના ઘટસ્ફોટ બાદ સવાલોમાં ઘેરાયા છે. એક પછી એક તેમના આ ‘શીશમહલ’ને લઈને નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે તેમના આ આલીશાન અને ભવ્ય શીશમહેલની તસ્વીરો પણ સામે આવી છે. 

    ટાઈમ્સ નાઉ નવભારતે શીશમહેલની આ તસ્વીરો શૅર કરી હતી. ત્યારબાદ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર આ તસ્વીરો ફરતી થઇ હતી. જેમાં કેજરીવાલનું આલીશાન ઘર જોઈ શકાય છે. બે માળનું આ મકાન દેખાવમાં નવુંનક્કોર અને ભવ્ય મહેલ જેવું લાગી રહ્યું છે. મકાનમાં મોટી-મોટી બાલ્કનીઓ જોવા મળે છે તો સામે વિશાળ લૉન દેખાય છે. 

    ઘરની અંદરની તસ્વીરો જોઈને કોઈ મહેલ હોય તેમ લાગી રહ્યું છે. જેમાં મોંઘા મારબલો અને ભવ્ય સોફા અને લાઇટિંગ નજરે પડે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ મારબલ ખાસ વિયેતનામથી મંગાવવામાં આવ્યા છે અને એટલી શ્રેષ્ઠ ગુણવત્તાના છે કે કાચની જેમ ચમકે છે. 

    - Advertisement -

    વધુમાં ખુલાસો થયો છે કે કેજરીવાલના ઘરમાં રિમોટ કંટ્રોલથી ખુલતા દરવાજા પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, ઘરમાં ભવ્ય કારીગરીવાળી કાચની છત લગાવવામાં આવી છે, જ્યાં ઉપરથી પ્રકાશ પડે છે. અગાઉ ખુલાસો થયો હતો કે કેજરીવાલના ઘરમાં લાખોના પડદા લગાવવામાં આવ્યા છે, જે પણ આ તસ્વીરોમાં નજરે પડે છે. 

    કેજરીવાલના ઘરના ડ્રોઈંગ રૂમની તસવીરો પણ સામે આવી છે, જેમાં ભવ્ય ફર્નિચર જોવા મળે છે. 

    45 કરોડના ખર્ચે કેજરીવાલે ‘શીશમહેલ’ બનાવ્યો 

    આ પહેલાં રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે કોરોનાકાળમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે પોતાના નિવાસસ્થાનનું રિનોવેશન કરાવ્યું હતું. જેમાં લાખોની કિંમતના પડદા લગાવવામાં આવ્યા હતા તેમજ મોંઘામાં મોંઘુ ફર્નિચર વાપરવામાં આવ્યું હતું. કેજરીવાલના આ ઘરમાં 1.45 કરોડનાં તો માત્ર બાથરૂમ બન્યાં હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. 

    જ્યારે ટાઈમ્સ નાઉ નવભારતના અન્ય એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે, કેજરીવાલે રિનોવેશનના નામે આખું એક ઘર જ નવું બનાવી લીધું હતું અને તે દરમિયાન તેમનો પરિવાર જૂના સીએમ આવાસમાં રહ્યો હતો. નવું સીએમ આવાસ બન્યા બાદ તેઓ ત્યાં શિફ્ટ થઇ ગયા હતા અને જૂનાને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં