ગત ગુરુવારે કર્ણાટકના મેગલોર નજીક આવેલા મલાલી વિસ્તારમાં એક જૂની જુમા મસ્જિદ આવેલી છે. હાલમાં મસ્જિદ વ્યવસ્થાપકો દ્વારા મસ્જિદનું સમારકામ ચાલુ છે સમારકામ દરમિયાન મંદિરના સ્થાપત્ય આકારનો એક ઢાચો જોવા મળતા ત્યાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા તેના કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે તે વાતની પૂરી સંભાવના છે અહી પહેલા મંદિર હતું. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ એ મસ્જિદના સમારકામનું કામ રોકવા માટે અને આની તપાસની ભલામણ કરી છે.
પ્રશાસનએ ત્વરિત કાર્યવાહી કરી તપાસના આદેશ આપી દીધા છે દક્ષિણ કર્ણાટકના કમિશનરેટએ નવો આદેશ ના આવે ત્યાં સુધી મૂળ સ્થિતિ બનાવી રાખવા માટે કહ્યું છે ઉપરાંત તેને લગતા વિભાગો તપાસ કરી રહ્યા છે. તેમણે લોકોને શાંતિની અપીલ પણ કરી હતી.
દક્ષિણ કર્ણાટકના ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર કેવી એ કહ્યું કે “મને સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ તરફથી આ બાબતની જાણકારી મળી છે, સ્થાનિક જિલ્લા પ્રશાસન આ આલેખોનું સરક્ષણ કરીને તપાસ કરી રહ્યું છે. અમે સરકારી રેકોર્ડ અને મુસ્લિમ વફ્ક બોર્ડ બંને પાસેથી માહિતી મેળવીશું’
આ બાબત ગુરુવારે બપોરે ધ્યાને આવી કર્ણાટકના મેગલોર નજીક જ્યારે મસ્જિદના વ્યવસ્થાપકો દ્વારા મસ્જિદના એક તૂટેલા હિસ્સામાં સમારકામનું કામ ચાટલું હતું પરંતુ એક હિસ્સો તૂટી પડતાં ત્યાં મંદિર જેવું સ્થાપત્ય બહાર આવ્યું હતું, આ વાત સ્થાનિક લોકોમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા, જેમાં હિન્દુ વાદી સંગઠનો પણ પહોચી ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદના નેતા એ પ્રશાસનને તાત્કાલિક બાંધકામ રોકવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે અમને લાગે છે કે અહિયાં મંદિર જ હતું.
બાબરી મસ્જિદ અને રામ મંદિરના કેસ બાદ દેશમાં એક એવી માંગ ઉઠી જ છે કે જ્યાં જ્યાં પણ મંદિરો તોડીને બીજા ધાર્મિક સ્થાનો બનાવાયા છે તેની તપાસ થવી જ જોઈએ. આવો જ મામલો જ્ઞાનવાપી મસ્જિદનો પણ છે તેના માટે પણ કોર્ટમાં અરજી કરાઇ જ છે. ને દાવો કરાયો છે કે ત્યાં ભગવાન ક્રુષ્ણનું મંદિર હતું. કોર્ટે અરજી ગ્રાહ્ય રાખીને સુનાવણી કરવાની સ્વીકાર્યું છે.