યુએસ પોલીસે 2022 અને 2023 વચ્ચે કેલિફોર્નિયામાં અનેક ગુરુદ્વારામાં અને તેની આસપાસના ગોળીબારની ઘટનાઓના સંબંધમાં 17 શકમંદોની ધરપકડ કરી છે. 20થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ દરોડા દરમિયાન પિસ્તોલ, AK 47 અને મશીનગન જેવા ઘાતક હથિયારો પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ શીખ સમુદાયના હોવાનું કહેવાય છે. પોલીસે સોમવારે (17 એપ્રિલ, 2023) આ કાર્યવાહી કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં ઓછામાં ઓછા 4 ભારતીયો હોવાનું કહેવાય છે, જેમની પાસેથી ભારતીય પાસપોર્ટ મળી આવ્યા છે. તેમાંથી 2 લોકો માફિયા ગેંગ સાથે સંકળાયેલા છે જેઓ ભારતમાં ઘણા કેસમાં વોન્ટેડ છે. બાકીના આરોપીઓ જન્મથી અમેરિકાના શીખ સમુદાયના લોકો છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલા લોકો અન્ય ગેંગ સાથેની લડાઈમાં ફાયરિંગની ઘટનાઓને અંજામ આપતા હતા. આ ગોળીબાર યુએસમાં સુટર, સેક્રામેન્ટો, સાન જોક્વિન, સોલાનો, યોલો અને મર્સિડ કાઉન્ટીમાં થયો હતો. આ બનાવમાં પોલીસે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓના નામ પણ જાહેર કર્યા છે. જેમાં અમરદીપ સિંહ, ગુરવિંદર સિંહ, નીતિશ કૌશલ, હરમનદીપ સિંહ, ગુરમિંદર સિંહ, દેવેન્દર સિંહ, ગુરશરણ સિંહ અને ગુરચરણ સિંહ મુખ્ય છે. આ સિવાય અન્ય એક સ્થળ વુડલેન્ડ પર ફાયરિંગના મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ પવિત્ર સિંહ, હુસનદીપ સિંહ, હરકીરત સિંહ, સહજપ્રીત સિંહ અને તીરથ રામ છે. તેમાંથી પવિત્ર સિંહ અને હુસનદીપ સિંહ વિરુદ્ધ ભારતમાં કેસ નોંધવામાં આવ્યા છે અને બંનેને ત્યાંથી ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ બધા સિવાય પોલીસે અન્ય 2 લોકોની ધરપકડ કરી છે જેઓ પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
I’m so proud of our partners in law enforcement for their work on this case.
— Rob Bonta (@AGRobBonta) April 17, 2023
Each of us wears a different uniform.
But we’re all united by a common value: Public safety is job number one. pic.twitter.com/8Hqnxw1UCm
કેલિફોર્નિયામાં અનેક ગુરુદ્વારામાં ગોળીબાર અંતર્ગત ધરપકડ કરાયેલા આરોપીઓ દ્વારા કરવામાં આવેલી બે મોટી ઘટનાઓમાંથી પ્રથમ ઘટના 27 ઓગસ્ટ, 2022ની છે. ત્યારબાદ સ્ટોકટનના ગુરુદ્વારામાં ગોળીબાર થયો હતો. આ સિવાય માર્ચ 2023માં સેક્રામેન્ટોના અન્ય ગુરુદ્વારામાં પણ ગોળીબાર થયો હતો.
તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું કે અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા તમામ ગોળીબાર પાછળ બે ગેંગ વચ્ચે પરસ્પર તણાવ હતો. આ જૂથોના નામ AK 47 અને મિન્ટા છે. આ આરોપીઓની ધરપકડ બાદ અમેરિકી અધિકારીઓએ કેલિફોર્નિયાને સુરક્ષિત જાહેર કર્યું છે.