Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતરાજકોટની પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટીમાં મળી આવ્યું ગાંજાનું વાવેતર: બોય્ઝ હોસ્ટેલ પાસે શંકાસ્પદ...

    રાજકોટની પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટીમાં મળી આવ્યું ગાંજાનું વાવેતર: બોય્ઝ હોસ્ટેલ પાસે શંકાસ્પદ છોડ દેખાતાં પોલીસ તંત્ર દોડતું થયું, તપાસના ડરથી આગ લગાવાઈ

    - Advertisement -

    રાજકોટની પ્રખ્યાત મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી ગઈ છે. અહીં પરિસરમાં ગાંજાના છોડ મળી આવતાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્ર દોડતું થયું છે. ગત સાંજે મારવાડી યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ (SOG) અને રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ છોડને પરીક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે.

    મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં 10 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. આટલી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી સૂકા ગાંજા તેમજ લીલા ગાંજાના છોડ મળી આવતાં યુનિવર્સિટી તેમજ પ્રશાસન સામે પ્રશ્ન ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે, ગત સાંજે એક ગુજરાતી મીડિયા ચેનલે મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના વાવેતર અને પ્રોસેસ્ડ ડ્રાય ગાંજાના ડમ્પ અંગેના સમાચાર પ્રસારિત કર્યા હતા.

    તપાસના ડરથી ગાંજાના છોડ બાળી નાખવામાં આવ્યા

    મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ કોઈપણ જાતના ડર વિના ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું છે. મીડિયા પહોંચતાં જ છોડવાઓને બાળી નાખવામાં આવ્યા હતા. આગના ધુમાડાને કારણે ગાંજાની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. સૂકા અને લીલા ગાંજાના છોડ મળી આવતા એ પ્રશ્નો પણ ઊભા થયા છે કે યુનિવર્સિટીમાં જ્યાં તમાકુની પણ મનાઈ છે તો ત્યાં આ શંકાસ્પદ છોડ ક્યાંથી આવ્યા.

    - Advertisement -

    ‘પોલીસને અમે સહકાર આપશું’: મારવાડી કોલેજના ડીન

    રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર મળી આવ્યા બાદ કોલેજના ડીન આર.પી. જાડેજાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે પોલીસને તપાસમાં સહકાર આપીશું. જો પોલીસ સીસીટીવી ફૂટેજ માગશે, તો એ પણ આપવામાં આવશે. પોલીસે છોડના નમૂના લીધા છે. તપાસમાં જે સામે આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ જે છોડ મળ્યો છે તે પોલીસે કબજે કર્યો છે.

    વિદેશી વિદ્યાર્થીઓ પર શંકા

    ઉલ્લેખનીય છે કે, રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ કોલેજની બોય્ઝ હોસ્ટેલ પાસેથી મળેલા ગાંજાના છોડને જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વિદેશી વિદ્યાર્થીઓનું કામ છે. તો ગઈકાલે ખેતરમાં લગાવવામાં આવેલી આગથી પણ શંકા ઘેરી બની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં