NCERT પુસ્તકોમાં મુઘલ ઈતિહાસને લઈને વિવાદ વધી રહ્યો છે. સમાચાર ચેનલોમાં તેને લઈને ડિબેટ પણ ચાલી રહી છે. એક પક્ષનું માનવું છે કે શાળાકીય શિક્ષણમાં મુઘલો વિશે ભણાવવું અનિવાર્ય છે, જેથી ભાવિ પેઢી જાણી શકે કે મુઘલોએ ભારત માટે શું યોગદાન આપ્યું છે. તો બીજી તરફ બીજા પક્ષનો દાવો છે કે મુઘલોનો ઈતિહાસ ભણતરનો ભાગ બને, પરંતુ તેને તોડી-મરોડીને નહીં, પણ વાસ્તવિકતા સાથે મૂકવામાં આવે, જેથી મુઘલોએ ભારતમાં કેટલો ઉત્પાત મચાવ્યો તેની વાસ્તવિકતા સામે આવે. આવી જ એક ચર્ચામાં રાજદીપ સરદેસાઈને સાથી પત્રકાર ગૌરવ સાવંતે કઠોર વાસ્તવિકતા દેખાડી હતી.
ઈન્ડીયા ટુડેના એન્કર અને કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ દ્વારા એક શૉમાં પોતાના પ્રોપગેંડાને ગોળ-ગોળ વાતોમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ જ શૉમાં તેમની સાથે બેઠેલા એન્કર અને મેનેજીંગ એડિટર ગૌરવ સાવંતે તેમને વાસ્તવિકતાના દર્શન કરાવ્યા હતા. ચર્ચામાં રાજદીપ સરદેસાઈને સાથી પત્રકાર ગૌરવ સાવંતે યાદ અપાવ્યું હતું કે કેવી રીતે મુઘલોએ ભારતમાં હિંદુઓનો નરસંહાર કરાવ્યો હતો. અને ઈતિહાસના પુસ્તકોમાં આ ઘટનાઓને ચાલાકીથી છુપાવવામાં આવી.
History writing must be left to professional historians not politicians: @sardesairajdeep
— IndiaToday (@IndiaToday) April 7, 2023
Mughal history should never be erased from textbooks: @gauravcsawant
Full show: https://t.co/ypJOhvCOxl#DemocraticNewsroom | @ShivAroor pic.twitter.com/jIFc2G9S64
રાજદીપ સરદેસાઈને ગૌરવ સાવંતે ઇન્ડિયા ટુડેના શૉ ‘ડેમોક્રેટિક ન્યુઝરૂમ’માં આ જવાબો તે સમયે આપ્યા જયારે સરદેસાઈએ કહ્યું કે, “ઇતિહાસની વાતો ઈતિહાસકારોના હાથમાં છોડી દેવી જોઈએ. તેને રાજનેતાઓને લખવા ન દઈ શકાય. કારણકે આમ થવાથી ઈતિહાસમાં ઝેર ભેળવાઈ જાય છે. તમે ભારતના ઈતિહાસમાંથી મુઘલોને ન હટાવી શકો. તેમણે ભારતની વિવિધતાભરી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું છે. તમે તેમને હટાવીને માત્ર ‘વિલન’ તરીકે કઈ રીતે દર્શાવી શકો? હું નથી કહેતો કે અકબર મહાન હતો. પણ કમસે કમ યુવાઓને અકબર વિશે ભણવા તો દો. આ રીતે વીણીવીણીને ઈતિહાસને ભૂંસવો જેથી રાજનૈતિક એજંડાને માફક આવે તેવા કાર્યથી મને આપત્તિ છે. આ બાબત પાકિસ્તાનમાં પણ બની હતી. જેના કારણે ત્યાંની પેઢી ભારત પર નિશાન સાધે છે.”
ગૌરવ સાવંતે સરદેસાઈને અરીસો દેખાડ્યો
રાજદીપ સરદેસાઈની વાત સાંભળ્યાં બાદ ગૌરવ સાવંતે પોતાનું મંતવ્ય આપ્યું. તેમણે જણાવ્યું કે તેઓ સરદેસાઈ સાથે સહમત છે કે મુઘલોના ઈતિહાસને ક્યારેય અભ્યાસક્રમમાંથી દૂર ન કરવામાં આવે. આ દેશને ખબર હોવી જોઈએ કે અકબરે ખરેખર શું કર્યું હતું. ખબર હોવી જોઈએ કે બાબર આ ધરતીનો એક વિધ્વંસક હતો જે ક્યાંક બીજેથી આવ્યો હતો. ચિત્તોડ યુદ્ધમાં કઈ રીતે 40 હજાર હિંદુઓનો નરસંહાર કરવામાં આવ્યો અને તેની ગણતરી કરવા માટે તેમની જનોઈ ગણવામાં આવી હતી.
ગૌરવ સાવંતે તેમ પણ કહ્યું કે આ બધું રાજનેતાઓ દ્વારા લખાયેલા ઈતિહાસના પુસ્તકોમાં લખવામાં નથી આવ્યું. પરંતુ આ જેમ્સ સ્ટોર્ટ દ્વારા લખવામાં આવ્યું છે. આ રીતે જ પ્રયાગરાજમાં અને બનારસમાં અકબરે શું કર્યું હતું. બદાયુએ ‘કાફિર’ના લોહીમાં પોતાની દાઢી પલાળવાની વાત કરી હતી એટલા માટે ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ફાધર મોનસેરાટે પણ લખ્યું છે કે કેવી રીતે મુસ્લિમોએ હિંદુઓનાં મંદિરો અને તેની મૂર્તિઓ તોડી હતી.
‘દિન-એ-ઈલાહી’ના નામે હિંદુઓનો નરસંહાર છુપાવવામાં આવ્યો
કાર્યક્રમમાં રાજદીપ સરદેસાઈને કહેતા સાંભળી શકાય છે કે નફરત ફેલાવવા સિવાય પણ અન્ય ઘણા ઈતિહાસ છે. તેમણે ‘દિન-એ-ઈલાહી’નું ઉદાહરણ આપીને ઇસ્લામી ક્રૂરતા પર પડદો પડવાની કોશિશ કરી. ત્યાં જ રાજદીપ સરદેસાઈને ગૌરવ સાવંતે વાસ્તવિકતાનું ભાન કરવાતા કહ્યું કે, માર્ક્સવાદીઓ દ્વારા લખવામાં આવેલા ઈતિહાસમાં ‘દિન-એ-ઈલાહી’ વિશે જણાવાયું પરંતુ ચિત્તોડમાં હિંદુઓ કેવી રીતે મર્યા તેના વિશે નથી લખવામાં આવ્યું. તેમાં એ પણ નથી લખવામાં આવ્યું કે શીખોના પાંચમા ગુરુને ગરમ તવા પર બેસાડીને મારવામાં આવ્યા હતા.
રાજદીપે ઉઠાવેલા હિંદુ રજાઓ પરના સવાલ પર મળ્યો જડબાતોડ જવાબ
ડેમોક્રેટિક ન્યુઝરૂમની ચર્ચા આટલે જ નહોતી અટકી. આ કાર્યક્રમમાં રાજદીપે બહાદુર શાહ ઝફરને મહાન વિદ્વાન ગણાવ્યો અને તેમ પણ કહ્યું કે તેમણે (રાજદીપે) વિલિયમ ડાર્લિમ્પલના પોડકાસ્ટમાં ઝફરના યોગદાન વિશે પણ જાણ્યું. રાજદીપે કહ્યું કે, જે દિલ્હીમાં આપણે રહીએ છીએ ત્યાં પણ મુઘલોએ ઘણું યોગદાન આપ્યું છે. જેના પર ગૌરવ સાવંતે તેમને પૂછ્યું કે જો તેવું હોય તો દિલ્હીનાં મોટાં-મોટાં મંદિરો ક્યાં છે? રાજદીપે તો ત્યાં સુધી કહી દીધું કે હિંદુઓએ બૌદ્ધ મંદિરોને તોડ્યા હતા. જેના પર ટ્વીટરના ટ્રૂ ઈન્ડોલોજી એકાઉન્ટ પરથી તેમને પડકારવામાં આવ્યા કે રાજદીપ માત્ર ત્રણ એવા રજાઓ વિશે જણાવે જેમણે બૌદ્ધ મંદિરો તોડ્યા હોય. ત્યારબાદ તેઓ એવા તમામ હિંદુ રાજાઓ વિશે જણાવશે જેમણે બૌદ્ધ ધર્મ માટે અનેક યોગદાન આપ્યા હોય.
ઉલ્લેખનીય છે કે તાજેતરના કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે કે ધોરણ 12ની NCERTની પુસ્તકોમાંથી મુઘલ ઈતિહાસના પાઠ હટાવવામાં આવી રહ્યા છે.