Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખરે વિદ્યાર્થીઓને મળી મુઘલોથી મુક્તિ: NCERTએ ધોરણ 12ના ઇતિહાસના પુસ્તકમાંથી 'મુઘલ સામ્રાજ્ય'...

    આખરે વિદ્યાર્થીઓને મળી મુઘલોથી મુક્તિ: NCERTએ ધોરણ 12ના ઇતિહાસના પુસ્તકમાંથી ‘મુઘલ સામ્રાજ્ય’ પરના પ્રકરણો દૂર કર્યા; ઉ.પ્ર. CBSE પણ એ જ માર્ગે

    આ પછી, ઉત્તર પ્રદેશ CBSE અને NCERTને અનુસરતા અન્ય રાજ્ય બોર્ડ સહિત તમામ બોર્ડના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવશે. NCERT એ 2023-24 શૈક્ષણિક વર્ષ માટે તર્કસંગત અભ્યાસક્રમ રજૂ કર્યો છે.

    - Advertisement -

    નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12માના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને મુઘલ ઈતિહાસ સંબંધિત માહિતી દૂર કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ આવો જ નિર્ણય ઉત્તર પ્રદેશના CBSE બોર્ડના ધોરણ 12ના અભ્યાસક્રમ માટે પણ લાગુ પડાયો છે.

    અહેવાલો અનુસાર, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12માના અભ્યાસક્રમમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. આ ફેરફાર ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને હિન્દીના પુસ્તકોમાં થયો છે. ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ ઈતિહાસ સંબંધિત માહિતી હટાવી દેવામાં આવી છે. તે જ સમયે, હિન્દી અભ્યાસક્રમમાંથી કવિતાઓ અને ફકરાઓને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય 10મા અને 11મા ધોરણના સિલેબસમાંથી મુઘલ ઈતિહાસ સાથે જોડાયેલી માહિતી પણ હટાવી દેવામાં આવી છે.

    આ પછી, ઉત્તર પ્રદેશ CBSE અને NCERTને અનુસરતા અન્ય રાજ્ય બોર્ડ સહિત તમામ બોર્ડના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવશે. NCERT એ 2023-24 શૈક્ષણિક વર્ષ માટે તર્કસંગત અભ્યાસક્રમ રજૂ કર્યો છે.

    - Advertisement -

    શું શું હટાવવામાં આવ્યું?

    અસુધારેલા અભ્યાસક્રમ મુજબ, NCERT એ ‘કિંગ્સ એન્ડ ક્રોનિકલ્સ મુઘલ અદાલતો (સી. 16મી અને 17મી સદી)’ થી સંબંધિત પ્રકરણો અને વિષયો ઈતિહાસના પુસ્તક ‘થીમ્સ ઑફ ઈન્ડિયન હિસ્ટ્રી-ભાગ II’માંથી દૂર કર્યા છે.

    ઈતિહાસની સાથે, ધોરણ 12માં નાગરિકશાસ્ત્ર પુસ્તક પણ અપડેટ કરવામાં આવ્યું છે, NCERTએ ‘વિશ્વ રાજકારણમાં યુએસનું આધિપત્ય’ અને ‘ધ કોલ્ડ વોર એરા’ જેવા પ્રકરણો દૂર કર્યા છે. આગળ, ‘લોકપ્રિય ચળવળોનો ઉદય’ અને ‘એક-પાર્ટી વર્ચસ્વનો યુગ’ પ્રકરણો ધોરણ 12મા ‘પોલિટિક્સ ઇન ઈન્ડિયન ફ્રૉન ઈન્ડિપેન્ડન્સ’ પાઠ્ય પુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

    ધોરણ 10 અને 11ના અભ્યાસક્રમમાં પણ ફેરફાર

    ધોરણ 12 ની સાથે, NCERT એ પાઠ્યપુસ્તકોમાં બાદબાકી કરીને 10મા અને 11મા ધોરણના અભ્યાસક્રમમાં પણ સુધારા કર્યા છે.

    ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાંથી ‘વિશ્વ ઇતિહાસમાં થીમ્સ’ પ્રકરણો જેવા કે ‘સેન્ટ્રલ ઈસ્લામિક લેન્ડ્સ’, ‘કન્ફ્રન્ટેશન ઓફ કલ્ચર્સ’ અને ‘ધ ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન’ દૂર કરવામાં આવ્યા છે.

    ધોરણ 10ના પાઠ્યપુસ્તક ‘ડેમોક્રેટિક પોલિટિક્સ-2’માંથી, ‘લોકશાહી અને વિવિધતા’, ‘લોકપ્રિય સંઘર્ષો અને ચળવળ’, ‘લોકશાહી સામેના પડકારો’ પરના ચૅપ્ટર કાઢી નાખવામાં આવ્યા છે.

    ઉત્તર પ્રદેશ CBSE બોર્ડનો અભ્યાસક્રમ 2023-24 સુધારેલ!

    નજીકના ભવિષ્યમાં NCERT અભ્યાસક્રમને અનુસરતા તમામ બોર્ડ નવા ફેરફારોને અનુરૂપ અભ્યાસક્રમમાં સુધારો કરશે. ઉત્તર પ્રદેશ બોર્ડના સચિવ દિવ્યકાંત શુક્લાએ ધોરણ 10, 11 અને 12ના નવા તર્કસંગત અભ્યાસક્રમની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે અપડેટેડ યુપી બોર્ડ અભ્યાસક્રમ 2023-24 સત્તાવાર વેબસાઇટ પર જારી કરવામાં આવશે.

    વધુમાં, તર્કસંગત અભ્યાસક્રમ સાથેના પુસ્તકો હવે બજારમાં ઉપલબ્ધ છે.

    નિર્ણયથી સપા ધારાસભ્ય ઇકબાલ મહમૂદના પેટમાં તેલ રેડાયું

    NCERT એ 12માના અભ્યાસક્રમમાં ફેરફાર કરીને મુઘલ ઈતિહાસ સંબંધિત માહિતી દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહેમૂદે કહ્યું છે કે મુઘલોનો ઈતિહાસ આખી દુનિયામાં છે. સરકાર દ્વારા આવા નિર્ણયોથી મુઘલોનો નાશ થશે નહીં.

    ઈકબાલ મહમુદે કહ્યું છે કે “મુઘલોએ ભારતને તાજમહેલ, લાલ કિલ્લો અને કુતુબ મિનાર જેવી ઈમારતો આપી હતી. મુઘલોએ ભારતના પૈસાનું રોકાણ ભારતમાં જ કર્યું હતું. પરંતુ અહીં એવા લોકો રહ્યા છે જેમણે ભારતને લૂંટ્યું. મુઘલોએ ભારતને પ્રગતિનો માર્ગ બતાવ્યો. લાલ કિલ્લા અને કુતુબ મિનારના નામ બદલીને ઈતિહાસ બદલી શકાતો નથી. સરકાર માત્ર પોતાના માટે અને પોતાના મત માટે કામ કરી રહી છે. ભારત ક્યારેય હિંદુ રાષ્ટ્ર ન બની શકે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં