Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતના કુખ્યાત આરીફ કોઠારીની ગેરકાયદેસર ક્લબ પર પોલીસનું બુલડોઝર, પોતે પોલીસના હાથમાંથી...

    સુરતના કુખ્યાત આરીફ કોઠારીની ગેરકાયદેસર ક્લબ પર પોલીસનું બુલડોઝર, પોતે પોલીસના હાથમાંથી ભાગી નીકળ્યો હતો

    સુરત પોલીસે આરિફ કોઠારીના ભાઈ સજ્જુ કોઠારીને ગેરકાયદે બાંધકામના ગુનાસર ઝડપી લીધો છે. આ સાથે આરોપીઓને છોડાવી જનાર લોકો સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

    - Advertisement -

    સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી. હવે ફિલ્મી સ્ટોરી જેવો ક્રાઇમ સીન સામે આવ્યો છે, જેમાં ગુંડા પોલીસ પર હુમલો કરી અને આરીફ કોઠારી ને પોલીસ કસ્ટડીમાંથી છોડાવીને નાસી છૂટ્યા હતા. આ પહેલા ગત મહિને જ આરીફના ભાઈ સજ્જુ કોઠારીને સુરત પોલીસે ફરીથી સુરતમાં એના ઘરમાંથી જ ઝડપી પાડ્યો હતો.

    પોતાની કાર્યવાહીમાં સુરત પોલીસે આજે આરીફ કોઠારીની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવ્યું હતું. સુભાષનગર પાસે આરીફ જ્યાં ગેરકાયદે ક્લબ ચલાવતો હતો એ જગ્યા પોલીસે બુલડોઝરથી ઉખાડી ફેંકી હતી. ત્યાંથી મળેલ લોખંડના મોટા દરવાજાઓ તથા બે વાહનો પણ પોલીસે કબ્જે કર્યા હતાં. આ પહેલા સુરત પોલીસ દ્વારા સજ્જુની ઘેરકાયદેસર મિલકતો પર પણ બુલડોઝર ફેરવાયું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરાના અસામાજિક તત્વ સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર તેના ગુંડાઓએ હુમલો કરી આરીફ કોઠારીને છોડાવી લીધો હતો. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી.

    - Advertisement -

    સચિન લાજપોરનો સજ્જુ કોઠારી પેરોલ પર આવ્યા બાદ પોલીસને થાપ આપીને નાસી ગયો હતો. તે સમયે સચિન પોલીસે સજ્જુ કોઠારી અને તેના ભાઈ સહિત 3 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં ગુનેગાર આરીફ કોઠારીની પણ મુખ્ય ભૂમિકા હતી.

    આ અંગેની માહિતી રાંદેર પોલીસને આપવામાં આવતા રાંદેર પોલીસ ડી-સ્ટાફના પીએસઆઈ હડિયા અને 4 કર્મચારીઓ રાંદેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં આરીફ કોઠારીને પકડવા ગયા હતા. પોલીસની ટીમે આરીફને પકડીને ઝૂંપડપટ્ટીમાંથી બહાર કાઢ્યો અને જીપમાં બેસાડી દીધો. ટોળાએ પોલીસ સાથે મારપીટ કરી અને આરીફને છોડાવી લીધો. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું કહેવાય છે.

    ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોડી રાત્રે રાંદેર પોલીસે 8 થી 10 તોફાનીઓની અટકાયત કરી છે. બીજી તરફ મોટા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ સંદર્ભે રાંદેર પોલીસે મોડી રાત્રે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે પથ્થરમારો અને મારામારીના 10 આરોપીઓની અટકાયત કરી છે.

    ઉલ્લેખનીય છે કે પોલીસે સજ્જુ કોઠારીની ધરપકડ કરી ત્યારે પણ આવી જ એક ઘટના બની હતી. જ્યારે પણ પોલીસ આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જાય છે ત્યારે એક ચોક્કસ સમુદાયના લોકો આ રીતે પોલીસ પર હુમલાઓ તથા પથ્થરમારા કરીને આરોપીઓને પોલીસની પકડમાંથી ભાગી જવામાં મદદ કરતાં હોય એવા કિસ્સાઓ વારંવાર સામે આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં