આજે (મંગળવાર, 28 માર્ચ) ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી. અહીં તેમણે ડિમોલિશનની કાર્યવાહી જાય જ્યાં થઇ હતી તે સ્થળોનું નિરીક્ષણ કર્યું અને કાર્યવાહીનો ચિતાર મેળવ્યો હતો.
અહેવાલો મુજબ સીએમ અને ગૃહ રાજ્યમંત્રી દરિયાઇ સીમા સુરક્ષાને લઇ નિરીક્ષણ કરવા બેટ દ્વારકા પહોંચ્યા હતા અને ડિમોલિશન કરાયેલા સ્થળોની મુલાકાત લીધી. આ દરમિયાન દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત રહ્યા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા જિલ્લામાં ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન થયાં બાદ ડિમોલેશન સ્થળોનું નિરીક્ષણ કર્યું @sanghaviharsh #Dwarka #BhupendraPatel #GTVideo #HarshSanghavi pic.twitter.com/orwxzxGtCG
— Gujarat Tak (@GujaratTak) March 28, 2023
દ્વારકાથી તેઓ દરિયાઈ માર્ગે નાવમાં બેસીને બેટ પહોંચ્યા હતા. જ્યાં 5 મહિના પહેલા પહેલી વાર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન દાદાના બુલડોઝરે અનેક ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા.
દરિયાઈ સીમા પર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાંખી લેવાશે નહીં- મુખ્યમંત્રી
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કડક શબ્દોમાં જણાવ્યું ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ કોઈને પણ ગેરકાયદેસર રીતે દબાણ કરવા દેવામાં નહિ આવે.
મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “જે જે જગ્યાએ બિનકાયદેસર બાંધકામ હોય કે બીજી કોઈ પ્રવૃતિ હોય. તેને સખત રીતે કાયદાકીય રીતે, મજબૂત રીતે કોઈ પણ હિસાબે ગુજરાતમાં આગળ વધવા દેવામાં નહીં આવે. ગુજરાતમાં સૌથી મોટી દરિયાઈ સીમા છે. આ 1600 કિમીના પટ્ટામાં કોઈને પણ મગજમાં આવતું હોય કે અહિયાથી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃતિ થઈ શકે એવું છે. તે કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. સરકારી યોજના અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કામગીરી થઈ રહી છે. જે કાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તેને કોઈ તકલીફ નથી. પણ ગેરકાયદેસર રીતે આગળ વધશે તો કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં.”
દ્વારકા ડિમોલિશન 1.0
2022ના ઓક્ટોબર મહિનામાં સતત 3 દિવસ સુધી બેટ દ્વારકામાં બુલડોઝર ચાલ્યા હતા. આ પહેલી વાર હતું કે અહીંયા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય. સ્થાનિક તંત્રે પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલાં કમર્શિયલ અને મઝહબી બાંધકામો તોડી પાડ્યાં હતાં. જેમાં દરગાહ અને મજારોનો પણ સમાવેશ થાય છે.
જાણવા મળ્યા અનુસાર, બે દિવસમાં કુલ 35 જેટલી ગેરકાયદેસર દુકાનો અને ગોડાઉન તથા 14 જેટલી દરગાહ અને મજાર પર બુલઝોડર ફરી વળ્યું હતું.
#update
— Nirnay Kapoor (@nirnaykapoor) October 2, 2022
अब तक की सबसे बड़ी कार्यवाही में बेट-द्वारका में अवैध निर्माण गिराने का सिलसिला आज दूसरे दिन भी जारी रहा दो दिन में दुकाने और गोडाउन मिलकर 35 लोकेशन पर कॉमर्शियलल प्रॉपर्टी तथा 14 दरगाह और मगरों पर बुलडोज़र चला है @indiatvnews @COLLECTORDWK @SP_Dwarka @sanghaviharsh https://t.co/majjbriCmz pic.twitter.com/cF1NS2k0GC
બેટ દ્વારકામાં 3 દિવસ ચાલેલી કાર્યવાહીમાં 55 હજાર સ્કેવર ફુટ જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યાં હતા. તેમજ 1 કરોડ 22 લાખની જમીન ખાલી કરી દેવામાં આવી હતી.
દ્વારકા ડિમોલિશન 2.0
આ વર્ષે પણ દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પણ સતત 6થી વધુ દિવસ ચાલી હતી.
આ કાર્યવાહીમાં શરૂઆતના 5 દિવસ દરમિયાન જ તંત્ર દ્વારા કુલ 275 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 215 રહેણાંક, 55 કોમર્શિયલ તથા પાંચ મઝહબી સ્થળોનો સમાવેશ થાય છે. આશરે 11.09 લાખ ચોરસ ફૂટ ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જગ્યાની કિંમત રૂ. 4.86 કરોડ આપવામાં આવી હતી.
દરિયાઈ પટ્ટીના વિસ્તારોની સુરક્ષા સાથે દેશની સુરક્ષા-સલામતી માટે અનિવાર્ય ગણાતા આ ઓપરેશન ડિમોલિશનથી અસામાજિક તત્વો તેમજ દબાણકર્તા તત્વોમાં ફાફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.